ટાટા મેમોરીયલ હોસ્પિટલના નેજા હેઠળ થશે કામગીરી
યોગ્ય ડોકટર પાસે જઈને નિદાન કરાવી સમયસર ટ્રીટમેન્ટ ચાલુ કરાવી શકે. અત્યારે કેન્સરનું નિદાન થાય તે પહેલા બિચારો દર્દી અને તેના સ્વજનો જુદા જુદા ડોકટર, સ્પેશ્યાલીસ્ટ અને સુપર સ્પેશ્યાલીસ્ટ પાસે જઈને સમય શકિત અને પૈસાની બરબાદી કરે છે. આમ છતા તેની ઉચિત સારવાર શ‚ થઈ હોતી નથી અને પરિણામે કેન્સર આગલા સ્ટેજમાં પહોંચી જાય છે. કેન્સરમાં ડિજિટલાઈઝેશનથી મોર્ટાલીટી દર અવશ્ય ઘટશે. કેન્સરમાં ડિજિટલાઈઝેશનની પહેલ મુંબઈની પ્રખ્યાત ટાટા મેમોરીયલ હોસ્પિટલે કરી છે. તે આઈટી કંપનીઓ સાથે મળીને ડિજિટલાઈઝેશન કરશે.
કેન્સરના કેસ અંગે સિસ્ટમ કઈ રીતે કરશે કામ
- – ભારતમાં દર વર્ષે ૧૦ લાખ કેન્સરના કેસો જોવા મળે છે.
- – જે પૈકી ૭ લાખ કેસો ગંભીર હોય છે.
– દર્દીએ એક ફોન કોલ કરવાનો રહેશે. તેને નજીકના કેન્સર સેન્ટરનું એડ્રેસ અપાશે. આ સિસ્ટમ એપોઈન્ટમેન્ટ, રીમાઈન્ડર, ફોલોઅપ, સેકંડ ઓપીનીયન, લેબ ટેસ્ટ વિગેરે અંગે મદદ કરશે. દર્દીની ફાઈલ પણ ડિજિટલ સ્વ‚પે જળવાશે. – ટુંકમાં કેન્સરના દર્દીએ સ્પેશ્યાલીસ્ટની શોધમાં અહીં તહીં ભટકવુ નહીં પડે તેની સમય, શકિત, પૈસાનો વ્યય નહીં થાય અને તેની આવરદા વધવાના ચાન્સ વધી જશે.