ઈન્ફોસિસના નવનિયુકત સીઈઓએ ટેકનોલોજી ક્ષેત્રે બદલાતા પ્રવાહને હકારાત્મક ગણાવ્યો
હવે ડિજિટલાઈજેશન વિકાસનો પર્યાય બની રહ્યું છે. તેમ ભારતની નંબર વન આઈટી કંપની ઈન્ફોસીસ નવનિયુકત સીઈઓ સલિલ પારેખે
જણાવ્યું છે.
અહી ખાસ નોંધનીય છે કે અગ્રણી આઈટી કંપની ઈન્ફોસીસના મેનેજીંગ ડીરેકટર અને ચીફ એકિઝકયુટિવ ઓફિસર (સીઈઓ) તરીકે સલિલ પારેખે હજુ ગત મંગળવારે જ હોદો સંભાળ્યો હતો. તેમણે પદ સંભળાવતા વેત જણાવ્યું હતુ કે ડિજિટલાઈજેશન વિકાસનો પર્યાય બની રહ્યું છે. ટેકનોલોજીમાં તીવ્ર ઝડપે ફેરફાર થઈ રહ્યો છે. તેવા સમયે કંપનીનું વડપણ સંભાળવા માટે હું ખૂબજ ઉત્સાહી છું. આ હોદો સંભાળ્યાના પ્રથમ દિવસે પારેખે ડિજિટલાઈજેશનના વધતા વ્યાપને આવકારી તેને વિકાસનો પર્યાય અર્થાત વિકલ્પ ગણાવી તેની મહત્તા સ્થાપિત કરી દીધી હતી.
તેમણે કંપનીના કર્મચારીઓને કરેલા સંબોધનમાં પણ ડિજિટલાઈજેશનની જ વાત કરી હતી. કહ્યું હતુ કે સતત બદલાઈ રહેલા ટેકનોલોજી જગતમાં પ્રત્યેક કર્મચારીએ પોતાની ભૂમિકા ભજવવાની છે.
કર્મચારીઓ બાદ સલિલ પત્રકારોને પણ મળ્યા હતા તેમણે કહ્યું કે ટેકનોલોજી ક્ષેત્રે બદલાતો પ્રવાહ વિકાસની દ્રષ્ટીએ ખૂબજ હકારાત્મક છે. કંપનીની ૨૫% રેવન્યુ ડિજિટલ સેગમેન્ટમાંથી જનરેટ થાય છે. અને તેમાં છેલ્લા બે ત્રિમાસિક ગાળામાં વધારો જોવાયો છે.
૫ વર્ષ માટે બોર્ડમાં સામેલ થયેલા સલિલના માથે અનેક જવાબદારી રહેશે. જોકે તેમણે પડકારો ઝીલવા તૈયાર હોવાનો આત્મવિશ્ર્વાસ જતાવ્યો છે.