વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશભરમાં ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા-2023’ શરૂ કરવામાં આવી છે. જેનો મુખ્ય આશય દેશના છેવાડાના માનવી સુધી કેન્દ્ર અને રાજ્ય સરકારની તમામ ફ્લેગશીપ યોજનાની માહિતી અને લાભો પહોંચાડવાનો છે. આ યાત્રા અંતર્ગત 3જી ડિસેમ્બરે રાજ્યની 2,074 ગ્રામ પંચાયતોના 100 ટકા જમીન રેકર્ડનું ડિજિટાઇઝેશન કરાયું છે. 1,520 ગ્રામ પંચાયતોમાં તમામ 100 ટકા લાભાર્થીને આયુષ્યમાન કાર્ડ અપાયા છે. 2,165 ગ્રામ પંચાયતોને 100 ટકા જલ જીવન મિશન અંતર્ગત જ્યારે 1,603 ગ્રામ પંચાયતોને 100 ટકા પી.એમ. જનધન યોજના હેઠળ આવરી લેવાઇ છે.
1,520 ગ્રામ પંચાયતોમાં તમામ 100 ટકા લાભાર્થીને આયુષ્યમાન કાર્ડ અપાયા
1,914 ગ્રામ પંચાયતોને 100 ટકા પી.એમ.કિસાન યોજના અંતર્ગત સાંકળી લેવાઇ છે. વિકસિત ભારત સંકલ્પ યાત્રાના સ્ટેટ નોડલ ઓફિસરે જણાવ્યું હતું કે, આ યાત્રા દરમિયાન વિવિધ ગામોમાં આયોજિત આરોગ્ય કેમ્પમાં કુલ 3,15,317 નાગરિકોએ આરોગ્ય તપાસ કરાવી હતી. 1,71,081 વ્યક્તિની ટી.બી.રોગની તપાસ તેમજ 45,108 વ્યક્તિની સિકલ સેલની તપાસ કરાઇ હતી. ‘મારું ભારત’ અંતર્ગત કુલ 19,236 સ્વયંસેવક નોંધાયા હતા. પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ 15,810 નામ નોંધાયા છે. 7,644 મહિલા, 9,136 વિદ્યાર્થી, 1,953 રમતવીરોને તેમજ 1,854 સ્થાનિક કલાકારીગરોને એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા છે. 1,417 ગામોમાં ડ્રોન નિદર્શન તેમજ ખાસ ‘સોઈલ હેલ્થ કાર્ડ’ ઝૂંબેશ અંતર્ગત 5,593 નિદર્શન કરાયા હતા.