ગુજરાતમાં જિયો સર્વિસના 91 લાખથી વધુ યુઝર્સ,
એક વર્ષમાં 523.69 ટકાનો ઊછાળો
JIOને 1 વર્ષ પુરું: 250માંથી 50 રૂપિયાનો થયો 1 GB ડેટા, દેશમાં 3 ગણા વધ્યા 4G ફોન…
ગુજરાતમાં ડિજિટલ ટ્રાન્સફોર્મેશનમાં જિયોનું યોગદાન…
- રાજ્યમાં અત્યારે જિયોના 91 લાખથી વધારે યુઝર્સ છે.
- ગુજરાતમાં દરેક જિયો યુઝર બ્રોડબેન્ડ યુઝર બન્યો છે.
- તેના કારણે કુલ મોબાઇલ ગ્રાહકોમાં બ્રોડબેન્ડનો હિસ્સો 30 ટકા…
જિયો ગુજરાતમાં….
અમદાવાદ: રિલાયન્સ જિયોની 4જી સર્વિસ લોન્ચને પાંચમી સપ્ટેમ્બરે એક વર્ષ પૂરું થયું છે ત્યારે એક વર્ષમાં ગુજરાતમાં 91 લાખથી વધુ યુઝર્સ સાથે તેણે અનેક રેકોર્ડ બનાવ્યા છે. જિયોની 4જી સર્વિસ શરૂ થયાને હજુ એક જ વર્ષ થયું છે પરંતુ તેની સફર ખૂબ ઝડપી અને રોમાંચક રહી છે. ગુજરાતમાં એક વર્ષમાં જિયો યુઝર્સની સંખ્યામાં 524 ટકાની જોરદાર વૃદ્ધિ નોંધાઇ છે. દેશમાં જિયોના 12.5 કરોડ યુઝર્સ છે.
રિલાયન્સ જિયોને લોન્ચ થયાને એક વર્ષ પુરુ થઈ ગયું છે. એક વર્ષમાં ટેલિકોમ સેકટરમાં જિયોની એન્ટ્રી એક સુનામીની જેમ થઈ છે. જેણે365 દિવસોમાં સમગ્ર ઈન્ડસ્ટ્રીની ડાયનેમિકસ બદલી નાખી છે. તેનો સૌથી વધુ ફાયદો કસ્ટમરને મળ્યો છે. એક વર્ષ પહેલા 1 જીબી ડેટા માટે દર મહિને 250 રૂપિયા ખર્ચ કરવા પડતા હતા. હવે તે રેટ 50 રૂપિયા/GBથી ઓછું થઈ ગયું છે. એટલું જ નહિ ઈન્ડસ્ટ્રીના સમગ્ર કામ-કાજની રીતમાં બદલાવ આવ્યો છે. જે સિમ એક્ટિવેશનથી લઈને ડેટા ટ્રાન્સફર કરવામાં જોવા મળે છે.
5 સપ્ટેમ્બર 2016એ જયારે જિયોએ આ સર્વિસ શરૂ કરી હતી, તે વખતે ઈન્ટરનેટ દરેક વ્યક્તિ માટે એફોર્ડેબલ ન હતું. પરતું હાલ તમે 50 રૂપિયાના ખર્ચે સમગ્ર મહિના માટે એક જીબી ડેટાનો યુઝ કરી શકો છે. છેલ્લા એક વર્ષમાં 4જી ફોનનો યુઝ પણ ઝડપથી વધી રહ્યો છે. કાઉન્ટર પોઈન્ટના રિપોર્ટ પ્રમાણે, દેશમાં હાલના સમયમાં 15 કરોડથી વધુ 4જી સ્માર્ટફોન થઈ ચુકયા છે. માર્ચ 2016માં તેની સંખ્યા 4.7કરોડ હતી. એટલે કે એક વર્ષમાં 4જી સ્માર્ટફોનની સંખ્યામાં લગભગ 3 ગણો વધારો થયો છે.
જિયોએ સસ્તા ડેટા અને મોબાઇલ હેન્ડસેટ મારફત તમામ લોકોને કનેક્ટિવિટી પૂરી પાડવામાં ડિજિટલી સશક્તિકરણ કર્યું છે. જિયોએ વિશ્વમાં સૌથી સસ્તા દરે ડેટા અને ફ્રી વોઇસ પૂરા પાડવા સરળ વન ઇન્ડિયા ટેરિફ પ્લાન(સમગ્ર ભારતમાં એકસમાન દર) શરૂ કર્યા છે.
જિયોનું નેટવર્ક આજે ભારતની 75 ટકા વસ્તીને આવરી લે છે. આગામી 12 માસમાં જિયોની સર્વિસ ભારતની 99 ટકા વસ્તીને કવર કરી લેશે. અન્ય ટેલિકોમ કંપનીઓને 2જી નેટવર્કને ઊભું કરવામાં 25 વર્ષ લાગ્યા હતા, જ્યારે જિયોએ માત્ર ત્રણ વર્ષમાં 4જી નેટવર્ક બિછાવી દીધું.
અગાઉ મોબાઇલ બ્રોડબેન્ડના વ્યાપમાં ભારતનો ક્રમ વિશ્વમાં 155મો હતો. જિયોના પ્રવેશ પછી મોબાઇલ ડેટા વપરાશમાં હવે ભારત પ્રથમ ક્રમે આવી ગયું છે અને આગામી મહિનાઓમાં મોબાઇલ બ્રોડબેન્ડ વ્યાપમાં પણ તે પ્રથમ નંબર મેળવવા તરફ અગ્રસર છે.
જિયોના લોન્ચના છ માસમાં જ ભારતમાં મોબાઇલ ડેટા વપરાશ 20 કરોડ જીબી પ્રતિ માસથી એકદમ વધીને 120 જીબી પ્રતિ માસ થઇ ગયો હતો. હાલમાં એકલા જિયો યુઝર્સ દર મહિને 125 કરોડ જીબી ડેટાનો વપરાશ કરે છે. જિયો અન્ય તમામ કંપનીઓ પાસે છે તેના કરતા પાંચ ગણો વધારે ડેટા ધરાવે છે.