જોડિયા તાલુકાના વાવડી ગામે જિલ્લા કક્ષાનો ડિજિટલ સેવા સેતુ નો કાર્યક્રમ ધારાસભ્ય રાઘવજીભાઈ પટેલ અધ્યક્ષસસ્થાને યોજવામાં આવ્યો હતો. નાયબ જિલ્લા વિકાસ અધિકારી અને લાયઝન અધિકારી એ.યુ.મકવા જોડિયા તાલુકા વિકાસ અધિકારી શ્રી જે.એચ.સોરઠીયા..વાવડી ગામના સરપંચ ભાવેશભાઈ મકવાણા, ધ્રોલ માર્કેટીંગ યાર્ડના ચેરમેન રસિકભાઈ ભંડેરી. કમલભાઈ, પ્રદીપભાઈ જયસુખભાઇ, ગ્રામ પંચાયતના મંત્રી અને સ્કૂલ શિક્ષકો, તાલુકા પંચાયતના અન્ય સ્ટાફના તમામ સ્ટાફ અને આંગણવાડી બહેનો. અને અન્ય ગ્રામજનો એ હાજરી આપેલ.
ગ્રામ્ય કક્ષાએ ડીજિટલ સેવાસેતુ અંતર્ગત ૨૨ પ્રકારની સેવાઓ ગ્રામ્ય કક્ષાએ હવેથી આપવામાં આવશે જેની સમજણ એ.યુ મકવા દ્વારા આપવામાં આવી હતી. ધારાસભ્ય દ્વારા અગાઉના સમયમાં લોકોને કેવી મુશ્કેલી વેઠવી પડતી તેની વિશે વાત કરી. તેમજ ડિજિટલ સેવા સેતુ કાર્યક્રમ થી ગ્રામ્ય લોકોને વધુમાં વધુ આ સેવાનો લાભ લેવા આહવાન કર્યું હતું. તેમજ કાર્યક્રમ તાલુકા વિકાસ અધિકારી જે એચ સોરઠીયા માર્ગદર્શન હેઠળ સામાજીક અંતર જાળવીને યોજાયો હતો.