કોવિડ-19 નાં સમયમાં ભારતમાં ઘણા પરિવર્તનો આવ્યા હતા. જેમાંથી અમુક તો દેશની જુની પરંપરાઓને બદલવા માટે આશીર્વાદ સમાન સાબિત થયા છે. સોશ્યલ ડિસ્ટંસીંગ અને કરન્સી સાથે કોવિડ-19 ના વાયરસ આવી જવાની બીકે લોકોએ ડિજીટલ પેમેન્ટ કરવાનું શરૂ કર્યુ જે આજે કોવિડ-19 ન હોવા છતાં વધુને વધુ લોકપ્રિય થઇ રહ્યું છે. રિઝર્વ બેંકનાં હાલમાં જ આવેલા RBI-DPI ઇન્ડેક્ષમાં જણાવાયું છે કે દેશમાં ડિજીટલ પેમેન્ટમાં 13.24 ટકા જેટલો અભૂતપુર્વ વધારો જોવા મળ્યો છે. RBI-DPI ઇન્ડેક્ષ ભારતમાં દેશમાં ડિજીટલ પેમેન્ટ ઉપર નજર રાખે છૈ અને તેમાં થયેલી વધઘટ જણાવે છે.
માર્ચ-2023 નો RBI-DPI ઇન્ડેક્ષ 395.58 આવ્યો છે જે સપ્ટેમ્બર-2022 નાં 377.46 નાં RBI-DPI ઇન્ડેક્ષ કરતા નોંધપાત્ર રીતે વધારે છે. RBI-DPI ઇન્ડેક્ષમાં રિઝર્વ બેંકે જે કોઇ માર્ગદર્શિકા મુકેલ છે તે તમામમાં સુધારો જોવા મળ્યો છે. વળી દેશના તમામ ખૂણે અને રાજ્યમાં ડિજીટલ પેમેન્ટમાં વધારો જોવા મળ્યો છૈ. યાદ રહે કે કોવિડ-19 પહેલા એટલેકે માર્ચ-2018 માં RBI-DPI ઇન્ડેક્ષ 100 હતો. જે શરૂઆતમાં ધીમી ગતિઐ આગળ વધતો હતો. પરંતુ કોવિડ-19 ના સમયગાળામાં તેમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો હતો. જેના કારણે માર્ચ-2021 માં તે વધીને 270.59 તથા માર્ચ-2022 મા તે વધીને 349.30 થયો હતો.
યાદ રહે કે રિઝર્વ બેંકે RBI-DPI ઇન્ડેક્ષ પોતાની છઠ્ઠી દ્વિ- માસિક મોનિટરી પોલિસીનાં ભાગરૂપે તૈયાર કર્યો હતો. જેમાં પાંચ મુખ્ય પોઇન્ટ છૈ. પેમેન્ટ ઇનેબલર્સ, પેમેન્ટ ઇન્ફ્રાસ્ટ્રકચર-ડિમાન્ડ સાઇડ ફેક્ટર, પેમેન્ટ ઇન્ફ્રાસ્ટ્રકચર- સપ્લાયસાઇડ ફેક્ટર, પેમેન્ટ પરફોર્મન્સ તથા ક્ધઝયુમર સેન્ટ્રીસીટી. આ તમામ મુદ્દાઓ વિવિધ ઇન્ડીકેટર આપે છે. જેના આધારે દેશમાં ડિજીટલ પેમેન્ટના વિકાસનાં સંકેત મળે છૈ. RBI-DPI ઇન્ડેક્ષ દર છ મહિને ચાર મહિનાનાં પહેલાનાં સમય સુધીનાં આંકડા સાથે જાહેર કરવામાં આવે છૈ. છેલ્લે આવેલા આંકડામાં જાણવા મળ્યુ છૈ કે હાલમાં નવી પેઢી મોટાભાગે ડિજીટલ પેમેન્ટનો પ્રયોગ કરે છૈ અને મોટાભાગે રિટેલ સેકળ્ટરમાં શાકાભાજી, ફ્રૂટવાળા, કરયાણાવાળા તથા મેડિકલ સ્ટોર વાળાથી માડીને રિક્ષા-ટેક્સીવાળા પણ ડિજીટલ મોડને સ્વીકારતા થયા છે.
દરમિયાન હાલમાં જ PWC ઇન્ડિયાઐ રજુ કરેલા યુનિફાઇડ પેમેન્ટસ ઇન્ટરફેસ ( યુ.પી.આઇ) દ્વારા થતા પેમેન્ટ પણ સતત વધી રહેલા છે. 2026-27 માં આ દૈનિક ધારણે આંકડો એક અબજ ટ્રાન્ઝકશન સુધી પહોચવાની ધારણા રખાઇ છૈ. ભારતમાં ડિજીટલ પેમેન્ટ માટે યુ.પી.આઇ. એક ભરોસાપાત્ર, સુરક્ષિત અને સરળ હોવાનું સાબિત થયું છે. રિટેલ સેગ્મેન્ટ માં થતા કુલ ટ્રાન્ઝક્સનમાં 75 ટકા જેટલો મોટો હિસ્સો યુ.પી.આઇ નો હોવાનું જાણવા મળે છે. જે વર્ષ 2026-27 સુધીમાં વધીને 90 ટકા હિસ્સો ધરાવતું થશૈ તેવું એક અહેવાલમાં જણાવાયું છે.હવે ભારત જ નહી પણ પડોશી દેશો પણ ભારતની યુ.પી.આઇ. સર્વિસનો સ્વીકાર કરતા થયા છે. આ સાથે જ ભારતે પણ 10 દેશોનાં NRI ને યુ.પી.આઇ. મારફતે પેમેન્ટ કરવાની પરવાનગી આપી છે.
આ ખાતેદારોનાં ખાતા સાથે વિદેશી મોબાઇલ નંબર હશૈ તો પણ તેઓ યુ.પી.આઇ. પેમેન્ટ કરી શકે છે. આ ઉપરાંત ભારતનાં પ્રવાસે આવેલા ટુરિસ્ટો પણ આ સેવાનો લાભ લઇ શકે છે.હાલમાં નેધરલેન્ડ, યુકે, ઓમાન, યુઐઇ., શ્રીલંકા, નેપાળ, સ્વીટઝલેન્ડ, સિંગાપોર, ફ્રાન્સ, વિયેટનામ, થાઇલેન્ડ તાઇવાન સહિતનાં ઘણા દેશોઐ ભારતની યુ.પી.આઇ. સર્વિસનો તેમની સ્થાનિક એજન્સીઓની ભાગીદારીમાં સ્વીકાર કર્યો છે. તેથી આગામી દેશોમાં આ સેવા વિશાળ નેટવર્કના રૂપમાં બહાર આવશૈ એ વાત નક્કી છે. યાદ રહે કે ભારતનાં રૂપે કાર્ડ તથા યુ.પી.આઇ મારફતે પેમેન્ટ કરવાથી ટ્રાન્ઝેક્સન ચાર્જ બહુ ઓછા લાગતા હોવાથી ગ્રાહકોને પણ વિશેષ લાભ થાય છે. આ સેવાનો વિશેષ લાભ એશિયાનાં પડોશી દેશો મોટા પ્રમાણમાં લઇ રહ્યા હોવાથી આગામી દિવસોમાં ભારતીય રૂપિયો એશિયન દેશો માટે સર્વ સ્વીક્લુત કરન્સી બને તો પણ નવાઇ નહી.