પોલીટેકનીક, એન્જિનિયરીંગ કોલેજના ૫૦૦ પ્રાધ્યાપકો દ્વારા જિલ્લા કલેક્ટરોને આવેદન અપાયા
રાજ્યની પોલીટેકનીક અને એન્જીનીયરીંગ કોલેજમાં ૧૧ માસના કરાર આધારે છેલ્લા એક દાયકાથી ફરજ બજાવતા સહાયક પ્રાધ્યાપકો અને વ્યાખ્યાતાઓ દ્વારા સમાન કામ સમાન વેતનની માંગ સો ડિજિટલ આંદોલન ચાલુ કરી જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.
રાજ્યની જુદી જુદી ૩૯ પોલીટેકનીક અને ૧૭ એન્જીનીયરીંગ કોલેજમાં ૫૦૦ી વધુ સહાયક પ્રાધ્યાપકો અને વ્યાખ્યાતા છેલ્લા ૧૦ વર્ષ કરતા વધુ સમયી ૧૧ માસના કરાર આધારે કામગીરી કરે છે પરંતુ ટેક્નિકલ શિક્ષણ વિભાગ દ્વારા તેમના વેતન ભથ્થામાં કોઈ સુધારો નકરતા છેલ્લા ઘણા સમય થી રજૂઆતો કરવામાં આવી રહી છે છતાં સરકાર દ્વારા તેમના સળગતા પ્રશ્ને કોઈ ધ્યાન અપાયું નથી. દરમિયાન તા.૪ ઓક્ટોબરના રોજ રાજ્યભરના કરાર આધારિત ઇજનેરી સહાયક પ્રાધ્યાપકો અને વ્યાખ્યાતઓ દ્વારા ગાંધીનગર ખાતે પ્રતીક ધારણ અને ઉપવાસ આંદોલન કરબમાં આવ્યું હતું અને આગામી દિવસોમાં આંદોલન વધુ ઉગ્ર બનાવવાની ચેતવણી આપવા ગઈકાલે તમામ જિલ્લા મકોએ જિલ્લા કલેકટરને આવેદન સુપ્રત કરવામાં આવ્યું હતું જે અન્વયે મોરબી ખાતે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટને આવેદન સોંપાયું હતું. ઉલ્લેખનીય છે કે એન્જીનીયરીંગ વિભાગના પ્રાધ્યાપકો અને વ્યાખ્યાતઓ દ્વારા ડિજિટલ લડત આપવા ટ્વીટરની મદદ લેવમાં આવી છે અને ટ્વીટર યજ્ઞ નામ આપી તમામ પદાધિકારીઓને ૫૦૦૦૦ થી ૬૦૦૦૦ ટેગ કરવામાં આવ્યા છે આ ઉપરાંત પોસ્ટકાર્ડ પે ચર્ચા લડત હેઠળ ઉચ્ચ અધિકારીઓ અને રાજકીય મહાનુભાવોને ૫૦૦૦જેટલા પોસ્ટકાર્ડ લખવામાં આવ્યા હોવાનું લડતકર્તાઓએ જણાવ્યું હતું.
રજૂઆતના અંતે સહાયક પ્રાધ્યાપકો અને વ્યાખ્યાતાઓએ જણાવ્યું હતું કે અમે વર્ગ-૨ ની નોકરી શોભાવીએ છીએ પરંતુ વર્ગ-૩ના કર્મચારી જેટલું પણ અમોને વેતન મળતું ની ઉપરાંત તાજેતરમાં કાયમી કર્મચારીઓને ૬૪ી૧૨૪% જેટલો પગાર વધારો મળ્યો છે ત્યારે સરકાર એકને કણ એક ને મણ ની નીતિ બંધ કરી ચૂંટણી જાહેર થાય તે પહેલાં અમારા પ્રશ્નનો ઉકેલ લાવે અન્યા ઉગ્ર લડતની પ્રાધ્યાપકો દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી હતી.