વોર્ડના સંગઠનો દ્વારા બુથ વાઇઝ ડિજીટલ સભ્યો નોંધવા અંગે માર્ગદર્શન અને ટેકનીકલ તાલીમ અપાઇ
રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિની અખબારી યાદી જણાવે છે કે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિતભાઈ ચાવડાના માર્ગદર્શન હેઠળ સમગ્ર ગુજરાત રાજ્યમાં ડીજીટલ સભ્ય નોંધણી અભિયાન શરુ કરવામાં આવી છે જે ઝુંબેશ અંતર્ગત રાજકોટ શહેરમાં વોર્ડ નં.૧ અને વોર્ડ નં.૨માં ડીજીટલ સભ્ય નોંધણી અભિયાન શરુ કરવામાં આવેલ છે.
આ ઝુંબેશમાં વોર્ડના સંગઠનો દ્વારા બુથ વાઈઝ ડીજીટલ સભ્યો નોંધવા અંગે માર્ગદર્શન અને ટેકનીકલ તાલીમ આપવામાં આવી છે તેમાં વોર્ડ નં.૧ અને વોર્ડ નં.૨ના વોર્ડના મુખ્ય આગેવાનો અને સેક્ટર સંયોજકોને રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અશોકભાઈ ડાંગર, પૂર્વ પ્રમુખ મહેશભાઈ રાજપૂત, ડો.હેમાંગભાઈ વસાવડા, પ્રદેશ આગેવાનો દિનેશભાઈ મકવાણા, દિનેશભાઈ ચોવટિયા, પ્રદીપભાઈ ત્રિવેદી, રાજદીપસિંહ જાડેજાની આગેવાનીમાં બેઠક યોજાઈ હતી.
આ તકે ઉપસ્થિત મહિલા પ્રમુખ મનીષાબા વાળા, માઈનોરીટી ચેરમેન યુનુસભાઈ જુણેજા, ઓબીસી ડીપા. ચેરમેન રાજેશભાઈ આમરણયા, પૂર્વ વિરોધપક્ષના નેતા અને કોર્પોરેટર અતુલભાઈ રાજાણી વોર્ડ પ્રમુખ રમેશભાઈ જુન્જા, કૃષ્ણદતભાઈ રાવલ, શૈલેશભાઈ મહેતા, મોહનભાઈ સિંધવ, રજતભાઈ સંઘવી, અજયભાઈ ગોહેલ, મનોજ ગેડિયા, મુકેશ પરમાર, જીતુ ઠાકર, સલીમ કારીયાણીયાિ વગેરે સહિતના આગેવાનો કાર્યકરો જોડાયા હતા તેમજ સરકારની ગાઈડલાઈનનો અમલ કરવામાં આવ્યો હતો.