રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિની યાદી જણાવે છે કે, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિતભાઈ ચાવડા માર્ગદર્શન હેઠળ સમગ્ર ગુજરાત રાજ્યમાં ડીજીટલ સભ્ય નોંધણી અભિયાન શરુ કરવામાં આવેલ છે જે ઝુંબેશ અંતર્ગત રાજકોટ શહેરમાં વોર્ડ નં.૧૪ અને ૧૭માં ડીજીટલ સભ્ય નોંધણી અભિયાન શરુ કરવામાં આવેલ છે.
જયારે ડીજીટલ સભ્ય નોંધણી અભિયાન શહેરમાં વોર્ડ નં.૧૪ અને ૧૭માં ડીજીટલ સભ્યો નોંધણી અભિયાન શરૂ કરવામાં આવેલ છે. આ ઝુંબેશમાં વોર્ડના સંગઠનો દ્વારા બુથ વાઈઝ ડીજીટલ સભ્યો નોંધવા અંગે માર્ગદર્શન અને ટેકનીકલ તાલીમ આપવામાં આવેલ છે તેમાં વોર્ડ નં. ૧૪ અને ૧૭ના વોર્ડના મુખ્ય આગેવાનો અને સેક્ટર સંયોજકોને રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખશ્રી અશોકભાઈ ડાંગર, વિરોધપક્ષ નેતા વશરામભાઈ સાગઠીયા, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ઉપપ્રમુખ ડો.હેમાંગભાઈ વસાવડા, પૂર્વ શહેર પ્રમુખ મહેશભાઈ રાજપૂત, પૂર્વ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સદસ્ય પ્રદીપભાઈ ત્રિવેદી, પૂર્વ જીલ્લા પ્રમુખ દિનેશભાઈ ચોવટિયા આગેવાનીમાં બેઠક યોજાઈ હતી.
આ તકે ઉપસ્થિત મહિલા પ્રમુખ મનીષાબા વાળા, નરેશભાઈ સાગઠીયા, વોર્ડ અગ્રણી માણસુરભાઈ વાળા, રાજુભાઈ ચાવડીયા, બીજલભાઈ ચાવડીયા, વોર્ડ પ્રમુખ દર્શનભાઈ ગૌસ્વામી, કોર્પોરેટર ઘનશ્યામસિંહ જાડેજા, જયાબેન જયંતિલાલ ટાંક, ગાયત્રીબેન રસિકભાઈ ભટ્ટ, આગેવાનો દીપેનભાઈ ભગદેવ, રવિભાઈ ડાંગર, ગજેન્દ્રસિંહ ઝાલા, ચંદ્રેશભાઈ રાઠોડ, જીગ્નેશભાઈ વાગડિયા, રોહિતભાઈ બોરીચા, મયુરસિંહ પરમાર, સતુભા જાડેજા, પરસોતમભાઈ સગપરીયા, શૈલેશભાઈ રૂપાપરા, હિરલબેન રાઠોડ, ભાર્ગવભાઈ પઢીયાર, સવજીભાઈ ભંડેરી, વિગેરે વોર્ડ નં.૧૪ અને ૧૭ના આગેવાનો કાર્યકરો જોડાયા હતા તેમજ સરકારની ગાઈડલાઈનનો અમલ કરવામાં આવ્યો હતો.