અખબારોની જેમ ડિજિટલ મીડિયાએ પણ આરએનઆઈ હેઠળ રજીસ્ટર્ડ થવું પડશે
કેન્દ્ર સરકાર દ્વારા લોકસભામાં ડિજિટલ મીડિયાને આરએનઆઈમાં સમાવવા માટેનું બીલ રજુ કર્યું છે. હાલ દેશમાં એવી અનેકવિધ સોશિયલ મીડિયા કંપનીઓ રહેલી છે કે જેનું રજીસ્ટ્રેશન ન હોવા છતાં પણ તેઓ કામગીરી કરતા હોય છે ત્યારે કોઈપણ ઉતેજક ક્ધટેન તેમનાં દ્વારા મુકવામાં આવે તો જવાબદારી કોની તે પણ એક મુખ્ય પ્રશ્ર્ન ઉદભવિત થયો છે. આ મુદ્દાને ધ્યાને લઈ કેન્દ્ર સરકાર દ્વારા સોશિયલ મીડિયાને સરકારી દાયરામાં આવરી લેવા માટે બીલ રજુ કરવામાં આવ્યું છે.
ડ્રાફટ બીલ હેઠળ જે કોઈ વ્યકિત ડિજિટલ મીડિયામાં ન્યુઝ પબ્લીશ કરે છે તેઓએ રજીસ્ટ્રેશન આર.એન.આઈ એટલે કે રજીસ્ટ્રાર ઓફ ન્યુઝ પેપર ઈન્ડિયા મારફતે કરાવવાનું રહેશે અને તેઓએ તેમનાં ઈ-પેપરોને પણ રજીસ્ટર્ડ કરાવવા પડશે. સરકાર દ્વારા આ અંગે અનેકવિધ નવા નીતિ-નિયમો અને કાયદાનું ગઠન કરવા માટે પણ ચર્ચા-વિચારણા શરૂ કરવામાં આવી છે. દેશમાં એવી ઘણી ખરી વખત મેટરો સામે આવી છે કે જેની કોઈ એક વ્યકિતગત જવાબદારી ફિકસ ન થઈ હોય. દેશમાં જે રીતે ડિજિટલ મીડિયાનો અતિરેક ઉપયોગ જોવા મળી રહ્યો છે ત્યારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર કેવી રીતે રોક લગાવી તે પણ એક મુખ્ય પ્રશ્ર્ન ઉદભવિત થઈ રહ્યો છે એવા ઘણા ખરા પ્રશ્ર્નો દેશ માટે સામે ઉભા થયા છે જેનાથી કેવી રીતે બચવું તે સૌથી જરૂરી બન્યું છે ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા લેવામાં આવેલો નિર્ણય દેશની સુરક્ષા માટે અત્યંત મહત્વપૂર્ણ સાબિત થશે. હાલ માત્ર ચેનલ અને ન્યુઝ પેપર આરએનઆઈ હેઠળ રજીસ્ટર્ડ કરવામાં આવતા હતા ત્યારે હવે ડિજિટલ મીડિયાને પણ સરકારી દાયરામાં આવરી લેવાશે.
આરએનઆઈમાં રજીસ્ટર્ડ કરાવ્યા બાદ ડિજિટલ મીડિયા પ્લેટફોર્મની જવાબદારી ખુબ જ વધી જશે અને તેમનાં દ્વારા કોઈપણ પ્રકારનાં ક્ધટેન કે જે દેશહિત કે લોકહિત માટેનાં નહીં હોય તેની જવાબદારી વ્યકિતગત સંસ્થા ઉપર ફિકસ થશે. સાથો સાથ જે રીતે અખબારો અને ન્યુઝ ચેનલોને સરકારી તમામ દાયરાઓ અને નીતિ-નિયમો લાગુ થતા હોય છે તે હવે ડિજિટલ મીડિયાને પણ લાગુ પડશે. આ તકે જે કોઈ ડિજિટલ મીડિયા પ્લેટફોર્મ યોગ્ય રીતે તેની કામગીરી કરતું હશે તો તેને કોઈપણ પ્રકારની તકલીફનો સામનો નહીં કરવો પડે ત્યારે એ વાત પણ સામે આવે છે કે આ કાયદો અથવા તો કહી શકાય કે બીલ કે જે ડિજિટલ મીડિયા માટે લાગુ કરવામાં આવ્યું છે તેનાથી લેભાગુ તત્વો અને ગેરરીતિ આચરતી સંસ્થા માટે અત્યંત ચિંતાજનક બની રહેશે. લોકસભામાં બીલને રજુ કરવામાં આવ્યા બાદ આ અંગે જયારે નિર્ણય લેવાશે ત્યારબાદ ડિજિટલ મીડિયામાં પણ ક્રાંતિ સર્જાશે અને લેભાગુ તત્વો ઉપર રોક મુકવામાં આવશે.
સમાજ વ્યવસ્થા જોખમમાં મુકાય તે પહેલા FB-ઇન્સ્ટાગ્રામમાં “કામોતેજક કન્ટેન્ટ ફક્ત પુખ્તો માટે જ સિમિત!!!
વિશ્ર્વભરમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ખુબ જ મોટુ અને વિશાળ છે જેનાં ઉપર રોક મુકવી અત્યંત મુશ્કેલ છે ત્યારે સોશિયલ મીડિયા જાયન્ટ ફેસબુક અને ઈન્સ્ટાગ્રામે માહિતી આપતા જણાવ્યું હતું કે, તેમનાં પ્લેટફોર્મ પર કામોતેજક ક્ધટેન એટલે કે માહિતી ફકત પુખ્ત વયનાં લોકો જ નિહાળી શકશે અને જો ૧૮ વર્ષથી નીચેનાં બાળકો દ્વારા ડિજિટલ મીડિયા પ્લેટફોર્મનો દુરઉપયોગ થતો નજરે પડશે તો તેઓનાં ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટોને પણ બ્લોક કરી દેવામાં આવશે. હાલની પરિસ્થિતિ વિશે જો માહિતી મેળવીએ તો ભારત દેશમાં લાખો યુઝરો ફેસબુક અને ઈન્સ્ટાગ્રામનો ઉપયોગ કરતા નજર પડે છે ત્યારે તેમનાં પર કેવી રીતે રોક મુકી શકાય તે અત્યંત જરૂરી બન્યું છે. જોવાનું એ રહ્યું કે કડક અમલવારી કેવી રીતે શકય બનશે? પરંતુ જો ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ દ્વારા આ પ્રયોગ હાથ ધરવામાં આવ્યો હોય તો તેનાથી દેશને ઘણી ખરી સુરક્ષા પ્રાપ્ત થશે અને જે રીતે દેશ અધોગતિ તરફ આગળ વધી રહ્યો છે. સોશિયલ મીડિયા મારફતે તેનાથી પણ દેશને ઘણી સુરક્ષા મળી રહેશે. હાલ જે રીતે બાળકો સોશિયલ મીડિયાનો અતિરેક ઉપયોગ કરતા નજરે પડે છે તેનાથી તેઓનું કેરીયર અને તેમની માનસિકતામાં ઘણો ખરો ફેરબદલ જોવા મળે છે જેનું એકમાત્ર કારણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ જ સામે આવે છે ત્યારે ફેસબુક અને ઈન્સ્ટાગ્રામનો ઉપયોગ સૌથી વધુ બાળકો કરતા હોવાથી ફેસબુકે નિર્ણય લીધેલો છે કે જે કોઈ યુઝરો કામોતેજક ક્ધટેન જોશે અને જો તેઓની ઉંમર ૧૮ વર્ષથી નીચેની રહેશે તો તેઓનાં એકાઉન્ટ બ્લોક કરવામાં આવશે.