ઓટો સેક્ટરનાં ભિષ્મ પિતામહ ગણાતા હેનરી ફોર્ડે 100 વર્ષ પહેલા કહી ગયા છે કે stoping the advertisement to save money is like stoping your watch to save time. મતલબ કે જાહેરાત એ વ્યવસાયનું અભિન્ન હતું, છે અને રહેવાનું છે. સાથે જ તમારે એ પણ યાદ રાખવાનું છે કે જહેરાત એ કંપનીનો ઓવરકોટ છે, માણસ પહેલા શર્ટ, પેન્ટ, ટાઇની વ્યવસ્થા કરે ત્યારબાદ બજેટ રહે તો ઓવરકોટ લેવાય..! તેથી જ જ્યારે બજારમાં મંદી આવે ત્યારે સૌથી મોટો કાપ જાહેરાતના બજેટ ઉપર મુકાય છે.

લોકડાઉનનાં છેલ્લા દોઢ વર્ષના ગાળામાં જાહેરાતના કારોબારને વિપરીત અસર થઇ છે તે સ્વાભાવિક છે. 2020 માં એડવર્ટાઇઝીંગના ખર્ચ 27 ટકા જેટલો કાપ જોવા મળ્યો હતો. જો કે તેજી પછી મંદી અને પાછી તેજી..! આ બજારની સાયકલ છે. હાલમાં જ આવેલા સર્વે રિપોર્ટનાં અનુમાન એવું જણાવે છે કે જાહેરાતનું માર્કેટ પાછું તેજીમાં આવશે, પરંતુ તેનું રૂપ બદલાશે. કોર્પોરેટસ હવે પહેલાં ગ્રહકોની નાડ પારખવા માટે પ્રાયોગિક રીતે નવી પ્રોડક્ટ ઉપર થોડો ખર્ચ કરે છે, જો સફળતા દેખાય તો મોટા બજેટ સાથે એ કેમ્પેઇનમાં એન્ટ્રી કરે છે.

આજે પ્રાયોગિક બજેટ કંપનીનાં કુલ જાહેરાતનાં કેમ્પેઇનનાં બજેટનાં 10 ટકા જેટલું હોય છે. અને તેનો પ્રારંભ ડિજીટલ માર્કેટિંગથી કરવામાં આવે છે ડિજીટલના રિસ્પોન્સના આધારે અન્ય બજેટની ફાળવણી થાય છે. આપણે સૌ જાણીઐ છીઐ કે અખબારોની જાહેરાતોમાં સમયની સાથે ઘણું બદલાયું છે. પરિવર્તન સંસારનો નિયમ છૈ જેને સ્વીકારવો રહ્યો, વળી જાહેરાતનો ક્ધસેપ્ટ યુવા પેઢીને ટાર્ગેટ કર્યા વિના સફળ બની શકે નહી. હવે જો યુવા પેઢી મોબાઇલ યુગની દિવાની હોય તો તેનો સ્વીકાર કરવો જ પડે.

અધુરામાં પુરૂં હવે તો બાળકો તથા બુઝુર્ગો પણ મોબાઇલ સાથે જીવતા થયા છે. આ ઉપરાંત લોકડાઉનનાં દોઢ વર્ષના ગાળામાં ઇન્ટરનેટનું ચલણ ઘણું વધ્યું છે. આજરીતે પે ટીએમ, અને ગુગલ પે જેવા નવા ડિજીટલ પેમેન્ટનાં વિકલ્પોની હવે માનવજાતને આદત પડી છે તેથી તેનો માર્કેટ હિસ્સો પણ વધશે.  આજ કારણ છે કે આગામી દિવસોમાં ડિજીટલ એડવર્ટાઇઝીંગનું માર્કેટ ટેલિવિઝનનાં માર્કેટ કરતાં વધી જશે એવું સર્વેમાં જણાવાયું છે.

ડિજીટલ માર્કેટિંગમાં ખાસ ધ્યાનમાં રાખવા જેવા અમુક મુદ્દા છે. જેમકે સોશ્યલ મિડીયા મેસેજની સત્યતા અંગે સૌને શંકા રહે છે. સતત આવતા મેસેજ કે ઇમેલ માં લખાણ જેટલાં ઓછા હોય તેટલા લોકો વધારે વાંચવા રોકાય છે, લાંબા લખાણ આવતાવેંત જ ડિલીટ થઇ જાય છે. અહીં લાંબા જ્ઞાન કરતા ટૂંકા મનોરંજન સાથે માહિતી આપતા મેસેજ વધારે ચાલે છે.

જાહેરાતની દુનિયામાં ડિજીટલ માર્કેટિંગનો દબદબો વધશે

27 મી ઓટોબર-1994 ના રોજ હોટવાયર દ્વારા સૌ પ્રથમ ઓનલાઇન બેનર પોસ્ટ થયું ત્યારે ભારતમાં કોમ્પ્યુટરો મોટી કંપનીઓના કાર્યાલયો સુધી સિમીત હતા. ત્યારે ડિજીટલ એડવર્ટાઇઝમેન્ટ જેવું કંઇ હોઇ શકે તેવી કોઇને કલ્પના પણ નહોતી. ઐ સમયે એક ડિઝાઇન રૂપે મુકાયેલા બેનર અને આજના આર્ટિફિસિયલ ઇન્ટેલિજન્સના યુગ વચ્ચે ત્રણ દાયકાનો સમય લાગ્યો પણ આ ત્રણ દાયકામાં ડિજીટલ ક્ષેત્ર વધુને વધુ સચોટ માહિતી આપનારૂ, ડાયરેકટ ટાર્ગેટ ઓડિયન્સને હિટ કરનારૂં અને તમારી જાહેરાત સૌથી વધારે કોણ જુએ છે તેના સચોટ રિપોર્ટ આપનારૂં થયું છે. તારણ આવ્યું છે કે 2021 માં જાહેરાતના માર્કેટમાં 23.2 ટકાનો વધારો થશૈ જેમાં મોટો હિસ્સો ડિજીટલ માર્કેટિંગ લઇ જશે.

હાલનો રિપોર્ટ જણાવે છે કે 2021 માં ડિજીટલ મિડીયાનો રેવન્યુ 20 ટકા વધીને 18938 કરોડ રૂપિયા થશે. અને ત્યારબાદ 22.47 ટકા નાં વધારા સાથે 2022 નાં અંતે 23673 કરોડ રૂપિયા થઇ શકે છે. અંદાજ એવું કહે છે કે 2025 સુધીમાં જાહેરાતના બજેટમાં મોટો ઉછાળો જોવા મળશે. જો કે ડિજીટલનુ માર્કેટ  2024 સુધીમાં ટેલિવઝિનનાં હિસ્સા કરતા વધારે થઇ જવાની સંભાવના છે. 2025 સુધીમાં દેશમાં જાહેરાતનું માર્કેટ એકંદરે વાર્ષિક 13 ટકાનાં દરે વધીને 13.30 અબજ ડોલર થવાનું અનુમાન મુકાયું છે.  ઇન્ટરનેટ જાહેરાતનો હાલનો હિસ્સો 36.6 ટકા છે જે 2025 સુધીમાં 40.1 ટકા થઇ જશે.  એકંદરે હાલમાં ડિજીટલનો હિસ્સો 35 ટકા છે જે પ્રિન્ટનાં 16 ટકા કરતા ઘણો વધારે છૈ.

ડિજીટલ માર્કેટિંગ: વોટ ઇઝ હોટ .. વોટ ઇઝ નોટ..!

અખબારોના પ્રથમ પાનાંની જાહેરાતો હવે મોબાઇલ કે વેબસાઇટનાં સ્ક્રીનનું સ્થાન લઇ રહી છે. હાલમાં લિન્કડઇન, યુ ટ્યુબ, ફેસબુક, ગુગલ કે ઇન્સ્ટા હોટ ફેવરીટ છે. ઓ.ટી.ટી., અર્થાત ઓવર ધ ટોપ માકેટિગનો ધંધો લોકડાઉનમાં પુરબહાર ચાલ્યો છે. ડિઝની, હોટસ્ટાર, સોનીલાઇવ, ઝી-5 જેવી ચેનલો ધુમ કમાઇ રહી છે. આ ઉપરાંત અમુક ચેનલો પ્રાઇમ બ્રાન્ડ પ્રમોશનમાં અઢળક કમાઇ રહી છે. જે હાઇ નેટવર્થ ગ્રુપના દર્શકો ને ટાર્ગેટ બનાવે છે. અને હાઇ પ્રોફાઇલ ક્ધટેન્ટ રજૂ કરે છે. ખાસ કરીને ફેશન, લવ, ફિટનેસ, મ્યુઝિક, કે સેલિબ્રટી ના ખાસ પ્રોગ્રામ આપે છે.  આ સેગ્મેન્ટમાં જાહેરાતો ઓછી પણ ઉંચા ભાવ વાળી હોય છૈ.

જોકે સોશ્યલ મિડીયા ઉપર જે ભાવમાં ઓફર મળે છે તે ઘણી નીચા ભાવની અને વધુ અસરકારક હોવાથી કંપનીઓ પહેલા સોશ્યલ મિડીયા ઉપર પ્રયોગ કરીને તેના રિપોર્ટન આધારે ઓટીટી માટે બજેટ ફાળવે છૈ. એક સમય હતો જ્યારે ડિજીટલ માર્કેટિંગ એક વિકલ્પ હતો, જે આજે પ્રાથમિક જરૂરીયાત બનતો જાય છૈ. કારણ કે તેના ડેટાબેઝના આધારે કંપનીઓની બીજા તબક્કાની માર્કેટિંગ રણનીતિ તૈયાર થાય છે. આ બધાની વચ્ચે શોર્ટ વિડીયો એપ ઇનોવેટિવ ક્ધટેન્ટનાં રૂપમાં સ્થાન મેળવી રહ્યા છે. દર 10 સ્માર્ટ ફોન ધારકોમાંથી છ ની પાસે એક શોટ  વિડીયો એપ હોય છૈ.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.