- સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં PM-USHA લોન્ચીંગ કાર્યક્રમનું લાઈવ પ્રસારણ યોજાયું
- કાર્યક્રમમાં લોકસભાના સાંસદ મોહનભાઈ કુંડારીયા,રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરીયા તથા સૌરાષ્ટ્ર પ્રાંતના સંઘચાલકજી મુકેશભાઈ મલકાણ વિશેષ ઉપસ્થિત રહ્યા
ભારતના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા જમ્મુથી PM-USHA યોજનાનું ડીજીટલી લોન્ચીંગ કરવામાં આવેલ હતું. આ યોજના હેઠળ ભારતની કુલ 78 યુનિવર્સિટીઓને જુદી જુદી રકમની ગ્રાન્ટ ફાળવવામાં આવેલ છે. જેમાં ભારતની કુલ 26 યુનિવર્સિટીઓને રુ. 100/- કરોડની ગ્રાન્ટ મંજુર કરવામાં આવેલ છે. જેમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને રુ. 100/- કરોડની ગ્રાન્ટ મંજુર કરવામાં આવેલ છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં PM-USHA લોન્ચીંગ કાર્યક્રમનું લાઈવ પ્રસારણ કુલપતિ પ્રોફે. નીલાંબરીબેન દવેના માર્ગદર્શન હેઠળ કરવામાં આવેલ હતું.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આ કાર્યક્રમમાં રાજકોટના લોકસભાના સાંસદ મોહનભાઈ કુંડારીયા, રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરીયા તથા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સૌરાષ્ટ્ર પ્રાંતના સંઘચાલકજી મુકેશભાઈ મલકાણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં યોજાએલ આ લાઈવ પ્રસારણ કાર્યક્રમનો શુભારંભ ઉપસ્થિત મહાનુભાવો દ્વારા દીપપ્રાગટય કરી કરવામાં આવેલ હતો. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા સર્વે મહાનુભાવોનું પુષ્પ અને શાલથી સ્વાગત કરવામાં આવેલ હતું.
PM-USHA લોન્ચીંગના લાઈવ પ્રસારણ કાર્યક્રમમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે ઉપસ્થિત આજના કાર્યક્રમમાં ઉપસ્થિત રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સૌરાષ્ટ્ર પ્રાંતના સંઘચાલકજી મુકેશભાઈ મલકાણે જણાવ્યું હતું કે, ભારતીય સંસ્કૃતિનું વિજ્ઞાન આપણી અંદર રહેલું છે. ભારતે સમગ્ર વિશ્વને જ્ઞાન આપ્યું છે. યુનિવર્સિટીઓમાં વિશાળ શકિત રહેલી છે. રાષ્ટ્રીય શિક્ષા નિતિ-2020 માં શિક્ષણ અને સંશોધનને પ્રાધાન્ય આપ્યું છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પ્રગતિ કરે અને વૈશ્વિક સ્તરે નામના મેળવે એવી શુભેચ્છાઓ પાઠવી હતી. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ પ્રોફે. નીલાંબરીબેન દવેએ જણાવ્યું હતું કે, ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીની નેમ ભારતના યુવાનોને આત્મનિર્ભર અને ચારિત્ર્યવાન બનાવવાની છે. આજનો દિવસ આનંદનો અવસર છે.
આદીકાળથી ભારતમાં અસંખ્ય સંશોધનનો થયા છે. રાષ્ટ્રીય શિક્ષા નિતિ-2020 માં યુવાનોને આત્મનિર્ભર બનાવવાની વાત છે. કુલપતિએ વધુમાં જણાવ્યું હતું કે, PM-USHA યોજનાનો હેતુ ગુણવત્તાયુક્ત શિક્ષણ, ઈંઈઝ આધારીત શિક્ષણ, સંશોધનને પ્રાધાન્ય આપવાનો છે. આ યોજનાના માધ્યમથી સંશોધનને વેગ મળશે. કુલપતિએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પરિવાર વતી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી અને શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનજીનો આભાર વ્યક્ત કરેલ હતો. ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીએ PM-USHA યોજનાનું લોન્ચીંગ જમ્મુથી કર્યું હતું. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીએ આજે કુલ રુ. 32000 કરોડથી વધુની યોજનાઓનું લોકાર્પણ અને શીલાન્યાસ કર્યું હતું.
ભારતના આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીએ જણાવ્યું હતું કે, ભારતમાં યુવાનોને શ્રેષ્ઠ શિક્ષણ મળે એ માટે ભારત સરકાર કામ કરી રહી છે. આજે દેશમાં ઈંઈંઝ, ઈંઈંખ, ગઈંઝ ની સ્થાપના થઈ રહી છે. આજે અહીં જમ્મુથી જ ઈંઈંખ-જમ્મુ, ઈંઈંખ-બોધગયા, ઈંઈંખ-વિશાખાપટ્ટનમ, ગઈંઝ-દિલ્લી, ગઈંઝ-અરુણાચલ, ગઈંઝ-દુર્ગાપુર, ઈંઈંઝ-તીરુપતી, ઈંઈંઝ-ખડગપુર, ઈંઈંઝ-બોમ્બે, ઈંઈંઝ-દિલ્લીના લોકાર્પણો કરવામાં આવેલ છે. સાથે સાથે લખનઉની શૈક્ષણીક સંસ્થાઓમાં હોસ્ટેલ, ઓડીટોરીયમ અને વિદ્યાર્થીઓને લગતી સુવિધાઓના કાર્યોના લોકાર્પણ કરવામાં આવેલ છે. આ ઉપરાંત ઉતરાખંડ અને ત્રિપુરામાં સેન્ટ્રલ સંસ્કૃત યુનિવર્સિટીના લોકાર્પણો કરવામાં આવેલ છે. PM-USHA યોજના હેઠળ ગ્રાન્ટ ફાળવવાનો હેતુ ગુણવત્તાયુકત શિક્ષણ અને રાષ્ટ્ર ઉપયોગી સંશોધનો થાય એ માટેનો છે.
ભારત સરકાર લોકોના સ્વાસ્થ્યની પણ ચિંતા કરી રહી છે. આજે ભારતમાં જમ્મુ સહિત અનેક રાજ્યોમાં એઇમ્સની સ્થાપના કરવામાં આવેલ છે. આજે ભારતમાં બહેનો પણ આત્મનિર્ભર બન્યા છે. આજે દેશમાં અનેક એરપોર્ટ બની રહ્યા છે. દેશમાં વંદે ભારત ટ્રેનો આજે કાર્યરત થઈ છે. અતિ આધુનિક રસ્તાઓ દેશમાં વિવિધ પ્રદેશોને જોડી રહ્યા છે. ભારત આજે વિકાસની નવી ઉંચાઈઓને પ્રાપ્ત કરી રહ્યો છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં યોજાએલ આ લાઈવ પ્રસારણ કાર્યક્રમમાં કુલસચિવ ડો. રમેશભાઈ પરમારે સ્વાગત પ્રવચન કર્યું હતું. સંસ્કૃત ભવનના પ્રોફેસર ડો. રાજાભાઈ કાથડે કાર્યક્રમનું સુંદર સંચાલન કર્યું હતું. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં યોજાએલ આ લાઈવ પ્રસારણ કાર્યક્રમમાં બોર્ડ ઓફ મેનેજમેન્ટ તથા એક્ઝીક્યુટીવ કાઉન્સીલના સભ્યો, કુલસચિવ, પ્રાધ્યાપકો, બિનશૈક્ષણીક કર્મચારીઓ તથા બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
શિક્ષણ થકી રાષ્ટ્રની ઉન્નતિ છે: રામભાઈ મોકરિયા
આજના કાર્યક્રમમાં ઉપસ્થિત રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરીયાએ જણાવ્યું હતું કે, અમૃતકાળના આ સમયમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીની શિક્ષણ માટેની નેમના ફળસ્વરૂપે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને આટલી મોટી ગ્રાન્ટ મંજુર થઈ છે. આ ગ્રાન્ટનો સરસ રીતે ઉપયોગ થાય અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પ્રગતિ થાય એવી અપેક્ષા વ્યકત કરી હતી. રામભાઈ મોકરીયાએ વધુમાં જણાવ્યું હતું કે, ભારતના યુવાનો વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીને શિક્ષણ અને સંશોધન ક્ષેત્રમાં સહયોગ આપી રાષ્ટ્રસેવામાં યોગદાન આપે. આજનો યુગ શિક્ષણનો યુગ છે. શિક્ષણ થકી રાષ્ટ્રની ઉન્નતિ છે. રામભાઈએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને આટલી માતબર રકમની ગ્રાન્ટ મળવા બદલ કુલપતિને અભિનંદન પાઠવ્યા હતા.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સમગ્ર દેશમાં નામ ઉજ્જવળ કરે: મોહનભાઇ કુંડારીયા
લોકસભાના સાંસદ મોહનભાઈ કુંડારીયાએ જણાવ્યું હતું કે, શિક્ષણ અને આરોગ્ય આધુનિક અને ડીજીટલ બનાવવાની વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીની નેમ છે. PM-USHA યોજના હેઠળ આજે ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીએ હજારો કરોડની ગ્રાન્ટ ફાળવેલ છે જેમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને રુ. 100/- કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવેલ છે એ બદલ કુલપતિ પ્રોફે. નીલાંબરીબેન દવેને ખુબ ખુબ અભિનંદન પાઠવ્યા હતા. અંતમાં સાંસદએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સમગ્ર દેશમાં નામ ઉજ્જવળ કરે અને વિદ્યાર્થીઓ યુનિવર્સિટી, સમાજ અને રાષ્ટ્રનું નામ ઉજાગર કરે એવી શુભેચ્છાઓ પાઠવી હતી.