સુરતની બાળકીએ જન્મના બે કલાકમાં જ આધાર , જન્મનો દાખલો તેમજ પાસપોર્ટ મેળવ્યા
મોદીજીના ડિજિટલ ઈન્ડિયાનું સ્વપ્ન સાકાર કરવા માટે તે ઘણા બધા રસ્તાઑ અપનાવે છે લાગે છે કે ભારત હવે ધીમે ધીમે ડિજિટલ તરફ વળતું જાય છે હવે લગ્નની કંકોત્રી હોય છે પૈસાની લેવડ દેવડ હોય બધુ માત્ર આંગળીના ટેરવે થાય છે તેવામાં મોદીજી ના ડિજિટલ ઈન્ડિયાના સ્વપ્નનું જીવતું જાગતું ઉદાહરણ સ્વરૂપે જોવા મળી છે એક જન્મેલ બાળકી જી હા , આ સાંભળીને આશ્ચર્ય તો ખૂબ જ થશે અને વિચારો પણ ખૂબ આવશે કે જન્મેલ બાળકી અને તે પણ મોદીજી ના ડિજિટલ ઈન્ડિયાના સ્વપ્નનું જીવતું જાગતું ઉદાહરણ….તો હા મિત્રો તમે સાચું સાંભળી રહ્યા છો.
પરવર પાટિયા ખાતે જન્મના ત્રણ કલાકમાં જ નવજાતનો પાસપોર્ટ , આધારકાર્ડ , રેશનિગકાર્ડ બનાવી ડિજિટલ ઈન્ડિયા નું ઉદાહરણ પૂરું પડ્યું છે જન્મની સાથે જ પિતાએ દીકરીનું નામ પડી માત્ર ૧૦ જ મિનિટમાં વરોચા જોનમાથી દીકરીનું બર્થ સર્ટિફિકેટ મેળવી લીધું હતું ત્યારબાદ ૫મિનિટમાં પાસપોર્ટ મેળવવાની ઓનલાઇન અરજી કરીને ૨ કલાકમાં મહત્વના પુરાવા મેળવ્યા અને ડિજિટલ ઇન્ડિયાના આ મોદીના સ્વ્પન પૂર્ણ કરવા તરફ એક કદમ માંડ્યો.