• ભારતનેટ પ્રોજેક્ટના બીજા તબક્કામાં 22 જિલ્લાઓમાં 35000 કિમીનું ઓપ્ટિકલ ફાઈબર નેટવર્ક સ્થાપિત
  • ગ્રામ પંચાયત દીઠ નેટવર્ક સ્પીડમાં 1000 ગણો વધારો: 7692 ગામોમાં વાઇફાઇ વપરાશકર્તાઓની સંખ્યા 3,68,443 સુધી પહોંચી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દૂરંદેશી નેતૃત્વ હેઠળ ભારત ડિજિટલ કનેક્ટિવિટીમાં સતત આગળ વધી રહ્યું છે. વડાપ્રધાન શ્રીના ડિજિટલ ભારતના વિઝનને ધ્યાનમાં રાખીને ગ્રામીણ વિસ્તારો સુધી ઇન્ટરનેટની સુવિધા પહોંચાડવા માટે કેન્દ્ર સરકારે 25 ઑક્ટોબર 2011ના રોજ નેશનલ ઓપ્ટિકલ ફાઈબર નેટવર્ક પહેલ શરૂ કરી હતી, જેને 2015માં ભારતનેટ પ્રોજેક્ટ નામ આપવામાં આવ્યું હતું. ભારતનેટ પ્રોજેક્ટના બીજા તબક્કાના સફળ અમલીકરણ માટે ગુજરાત સરકારે ગુજરાત ફાઇબર ગ્રીડ નેટવર્ક લિમિટેડ  નામના સ્પેશિયલ પર્પઝ વ્હિકલની સ્થાપના કરી હતી, જેના અંતર્ગત 22 જિલ્લાઓમાં 35,000થી વધુ કિમીનું ઓપ્ટિકલ ફાઈબર નેટવર્ક સ્થાપિત કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય  સરકારે ભારતનેટ ફેઝ-2 અંતર્ગત 8,036 ગ્રામ પંચાયતોમાં 100 ખબાત સુધીનું  હાઈસ્પીડ નેટવર્ક સ્થાપિત કર્યું છે અને ગ્રામ પંચાયત દીઠ 12 ફાઇબરનું પ્રાવધાન કર્યું છે. હાલમાં રાજ્યમાં 300 સ્થાનોએ ૠજઠઅગ (જિલ્લા અને તાલુકા મથક) સાથે ભારતનેટ નેટવર્કનું સીમલેસ વર્ટિકલી એલાઈનમેન્ટ કરવામાં આવ્યું છે. નોંધનીય છે કે, ભારતનેટ પહેલાં રાજ્યમાં ગ્રામ પંચાયત દીઠ નેટવર્ક સ્પીડ 100 ઊંબાત હતી, જે હવે 1000 ગણી વધીને 100 ઊંબાત સુધી પહોંચી ગઈ છે.

ભારતનેટ ફેઝ-2 નેટવર્કનો ઉપયોગ કરીને ડિજિટલ સેવા સેતુ પ્લેટફોર્મે લગભગ 1.57 કરોડ ગ્રામીણ રહેવાસીઓને 321 સેવાઓનો લાભ આપ્યો છે.

હોરિઝોન્ટલ કનેક્ટિવિટીનો વિસ્તાર કરીને ગ્રામ પંચાયત કક્ષાની જાહેર કચેરીઓના વિલેજ લોકલ એરિયા નેટવર્કની રચના 7340 શાળાઓ, 587 ગ્રામ્ય આરોગ્ય કેન્દ્રો અને 372 પોલીસચોકીમાં કરવામાં આવી છે. ડિજિટલ સમાવેશને આગળ ધપાવતાં 7692 ગામોમાં સાર્વજનિક વાઇ-ફાઇ સુવિધા પહોંચાડવામાં આવી છે. વાઇ-ફાઇમાં નોંધાયેલ કુલ વપરાશકર્તાઓની સંખ્યા 3,68,443 સુધી પહોંચી ગઈ છે.મહાત્મા મંદિર, ધોલેરા એસઆઇઆર, સાયન્સ સિટી, જીઆઇડીસીએસ, સ્ટેચ્યુ ઑફ યુનિટી જેવા 50 આઇકોનિક સ્થળોને ભારતનેટ ફેઝ 2 નેટવર્ક દ્વારા સેવા આપવામાં આવે છે. એટલું જ નહીં, 200થી વધુ સરકારી કાર્યક્રમો ભારતનેટ નેટવર્ક દ્વારા જીવંત પ્રસારણ કરવામાં આવે છે. ઇ-ક્લાસરૂમ્સના ઍક્સેસને કારણે શિક્ષણ ક્ષેત્રે પ્રોત્સાહન મળે છે.

ભારતનેટ ફેઝ-2 નેટવર્કના કારણે ટેલિકોમ સેક્ટરનું પણ સશક્તિકરણ થયું છે. સમગ્ર રાજ્યમાં ડિજિટલ કનેક્ટિનિટી વધારવા અને ગ્રામીણ સમુદાયોના ઉત્થાન માટે ટેલિકોમ સેવા પ્રદાતાઓ સહિત વિવિધ ઉદ્યોગ ભાગીદારોને 16000 થી વધુ કિમી ડાર્ક ફાઈબર લીઝ પર આપવામાં આવ્યા છે. તો છેલ્લા ચાર મહિનામાં 60 ટાવર સહિત 140 મોબાઇલ ટાવરનું ફાઇબરાઇઝેશન કરવામાં આવેલ તથા રેલ ટેલ સાથે રેવન્યુ શેરિંગ પાર્ટનરશિપ દ્વારા જનતા માટે પોસાય તેવી  ફાઇબર-ટુ-ધ-હોમ  સેવાઓ પ્રદાન કરવામાં આવી રહી છે. લીઝ્ડ ફાઇબરનો ઉપયોગ કરીને 90 હજારથી વધુ એફટીટીએચ  અને 1.6 લાખથી વધુ કેબલ ટીવી કનેક્શન સ્થાપિત કરવામાં આવ્યા છે.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.