વિરપુર ના ડિજિટલ ખેડૂત ” અરવિંદ ગાજીપરા” , જે સોલાર પદ્ધતિથી કુવાનું પાણી પાય છે સાથે ખેતર માં સીસી ટીવી કેમેરા ની મદદ થી મોબાઈલ દ્વારા બાજ નજર રાખે છે અને પોતાના મોબાઈલ થીજ તમામ ઉપકરણો નો સ્વસંચાલીત ટેકનોલોજી નો ઉપયોગ કરે છે.
વિરપુરના જલારામ ગામના ખેડૂત પોતાના ખેતરમાં ગમેત્યાં બેસી મોબાઈલ ફોન ઉપર જ સોલાર સિસ્ટમને કાર્યરત કરી આખા ખેતરમાં પિયત વ્યવસ્થા ગોઠવી છે.
ખેડૂતે પોતાની કોઠાસુઝથી પોતાનું ખેતર જાણે એક ફેકટરી હોય તેમ ખેતીનું તમામ કામ મોબાઈલ દ્વારા ઘરબેઠા કરે છે જેથી જ આ ખેડૂતને તાજેતરના કૃષી મહોત્સવમાં ડિજિટલ ખેડૂતનો સરકાર દ્વારા પારિતોષિક આપવામાં આવ્યો છે.