રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિની અખબારી યાદી જણાવે છે કે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અમિતભાઈ ચાવડાના માર્ગદર્શન હેઠળ સમગ્ર ગુજરાત રાજ્યમાં ડીજીટલ સભ્ય નોંધણી અભિયાન શરુ કરવામાં આવેલ છે જે ઝુંબેશ અંતર્ગત રાજકોટ શહેરમાં વોર્ડ નં.૧૫ અને વોર્ડ નં.૦૬માં ડીજીટલ સભ્ય નોંધણી અભિયાન શરુ કરવામાં આવેલ છે.
આ ઝુંબેશમાં વોર્ડના સંગઠનો દ્વારા બુ વાઈઝ ડીજીટલ સભ્યો નોંધવા અંગે માર્ગદર્શન અને ટેકનીકલ તાલીમ આપવામાં આવેલ છે તેમાં વોર્ડ નં.૧૫ અને વોર્ડ નં.૦૬ના વોર્ડના મુખ્ય આગેવાનો અને સેક્ટર સંયોજકોને રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અશોકભાઈ ડાંગર, વિરોધપક્ષના નેતા વશરામભાઈ સાગઠીયા, પ્રદેશ આગેવાનો પ્રદીપભાઈ ત્રિવેદી, દિનેશભાઈ મકવાણાની આગેવાનીમાં બેઠક યોજાઈ હતી.
આ તકે ઉપસ્તિ મહિલા પ્રમુખ મનીષાબા વાળા, ઓબીસી ડીપા. ચેરમેન રાજેશભાઈ આમરણયા, ફરિયાદ સેલ ચેરમેન આશિષસિંહ વાઢેર, વોર્ડ પ્રમુખ વાસુભાઈ ભમ્ભાની, ગોરધનભાઈ મોરવાડીયા, કોર્પોરેટરો મકબુલભાઇ દાઉદાણી, ભાનુંબેન સોરાણી, માસુબેન હેરભા, પૂર્વ ડેપ્યુટી મેયર ભરતભાઈ મકવાણા, મોહનભાઈ સોજીત્રા,આગેવાનો પ્રવીણભાઈ સોરાણી, રામભાઈ હેરભા, ગોવિંદભાઈ સભાયા, હાજી આસીફ ઓડિયા, હિતેશભાઈ બોરીચા, વશરામભાઈ ચાંડપા, નરેશભાઈ પરમાર, અરવિંદભાઈ મુછડીયા, હીરાભાઈ ચાવડા, લલીતભાઈ પરમાર, અજયભાઈ સુમણીયા, પરેશભાઈ પટેલ, ગીરીબાપુ, નરેશભાઈ ગઢવી વિગેરે સહિતના આગેવાનો કાર્યકરો જોડાયા હતા તેમજ સરકારશ્રીની ગાઈડલાઈનનો અમલ કરવામાં આવ્યો હતો.