શહેર ટ્રાફિક પોલીસને મુખ્યમંત્રીખના હસ્તે ૩૭ બુલેટ એનાયત કરાશે
શહેર પોલીસમાં મહત્વની ગણાતી ક્રાઇમ બ્રાન્ચ માટે નવી બિલ્ડીંગ નિર્માણ થતા હોવાથી આ બિલ્ડીંગનું આગામી તા.રપ-૧ ના રોજ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે ડીજિટલ ખાતમુહુર્ત કરવામાં આવશે.
રાજકોટ શહેર જે ખુબ જ વિકસીત શહેર હોય તેમજ ગુન્હેગાર દ્વારા ગુન્હાઓ કરવાની અલગ અલગ પઘ્ધતિ અપનાવવામાં આવતી હોય છે. જે ગુન્હેગારોથી લોકોની જાનમાલ મિલ્કતનું રક્ષણ થાય તેમજ અનડીટેક ગુન્હાઓ શોધી કાઢવા જેવી મહત્વની કામગીરી ક્રાઇમ બ્રાન્ચ પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવે છે. જે રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ પોલીસ સ્ટેશનને આધુનીક ઉપકર્ણોથી સજ નવા બીલ્ડીંગની જરુરીયાત હોય જેથી સરકારને રાજકોટ શહેર પોલીસ કમિશ્નર દ્વારા દરખાસ્ત તૈયાર કરી મોકલવામાં આવેલ. જે માન. મુખ્યમંત્રી જાતે રસ લઇ દરખાસ્ત મંજુર કરી આદેશ કરી રાજકોટ શહેર પોલીસ હેડ કવાર્ટસ ખાતે ક્રાઇમ બ્રાન્ચ પોલીસ સ્ટેશનનું નવું બીલ્ડીંગ નીર્માણ થનાર છે.
જે ત્રણ માળનું બીલ્ડીંગ બનનાર છે જે આધુનિક જરુરીયાત મુજબનું ક્રાઇમ બ્રાન્ચ પોલીસ સ્ટેશન નિર્માણ થનાર છે.
જે બીલ્ડીંગનું ગુજરાત રાજયના માન. મુખ્યમંત્રી દ્વારા આગામી તા. ૨૫-૧-૨૦ ના રોજ કાલાવડ રોડ ઇશ્કોન મંદીર પાસેના રૂડાના કાર્યક્રમ દરમ્યાન રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ પોલીસ સ્ટેશનના નવા બીલ્ડીંગનું ડીજિટલ ખાતમુહુર્ત કરવામાં આવનાર છે.
આગામી તા.ર૬મીની રાજ કક્ષા ઉજવણી રાજકોટ શહેર ખાતે થનાર છે. જેમાં ગુજરાત રાજયના મુખ્યમંત્રીના વરદ હસ્તે તા. ૨૫-૧-૨૦ ના રોજ ઇસ્કોન મંદીર પાસે રૂડાના લોકાર્પણના કાર્યક્રમ દરમ્યાન સરકાર તરફથી રાજકોટ શહેર ટ્રાફીક પોલીસ માટે ૩૭ રોયલ ઇનફીલ્ડના બુલેટ મોટરસાયકલ ઇસ્યુ કરવામાં આવેલ છે. તે બુલેટ ટ્રાફીક પોલીસને એનાયત કરવામાં આવનાર છે.
આ બુલેટ મોટર સાયકલ રાજકોટ શહેર ટ્રાફીક દ્વારા ટ્રાફીક નિયમન અર્થે તેમજ ટ્રાફીક જામની સ્થિતિને પહોંચી વળવા તેમજ કોઇ જગ્યાએ અકસ્માતના
એપ્લીકેશનનું વર્ઝન-ર શરૂ કરવામાં આવશે
શહેર શહેર પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલએ અંગત રસ દાખવીની ગુનેગારો ઉપર લગામ કસવા તેમજ પોલીસ પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક બજાવે તે હેતુથી રાજકોટ સુરક્ષા એપ્લીકેશનમાં નવા ફીચર્સનો ઉમેરો કરવામાં આવેલ છે. પોલીસની ઓનલાઇન લોકેશન સાથે હાજરી અંગે નવા ફીચર્સ ઉમેરવામાં આવેલ છે. બીટ ઇન્ચાર્જએ બીટમાં કરેલ કામગીરી વર્કબુકમાં ઓનલાઇન કરવાની રહેશે. સુચારુ ટ્રાફીક નિયમન માટે તેમજ ટ્રાફીક ભંગના બનાવો અટકાવવા અંગે નવા ફીસર્ચ ઉમેરવામાં આવેલ છે. હથિયાર લાયસન્સ અંગેની કામગીરી પણ આ એપ્લીકેશન માં થઇ શકશે. નાસતા ફરતા આરોપીપણ ચેક કરી શકાશે. એન.ડી.પી. એસ. અંગેના ગુનાના આરોપીઓ પણ આ એપ્લીકેશનમાં ચેક થઇ શકશે.
મહિલાઓ માટે દુર્ગા શકિત ટીમને ગતિશીલ બનાવશે
રાજકોટ શહેર પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલએ મહીલાઓ જાહેર સ્થળો ઉપર સુરક્ષા અનુભવે તેમજ છેડતી જાતીય સતામણી જેવા ગુન્હા બનતા અટકાવવા મહીલાઓની સુરક્ષા સુનિશ્ર્ચિત કરવા રાજકોટ શહેર ખાતે દરેક પોલીસ સ્ટેશનમાં દુર્ગા શકિત ટીમ ની રચના કરવામાં આવેલ છે. આ દુર્ગા શકિત ટીમનું અનાવરણ તા. ૧૬-૧ર-૨૦૧૯ ના રોજ અંજલીબેન રૂપાણીના હસ્તે કરવામાં આવેલ છે. દુર્ગા શકિત માં એક ઇન્ચાર્જ સહિત કુલ પ સભ્યોની ટીમ કામગીરી કરે છે.દુર્ગા શકિતટીમની કામગીરી વધુ અસરકારક બનાવવા માટે તેમને પીજીવીસીએલ રાજકોટ તેમજ ટ્રાફીક એજયુકેશન ટ્રસ્ટ તરફથી રાજકોટ શહેર પોલીસને દુર્ગા શકિત ટીમ માટે રપ ટીવી એસ જયુપીટર ની ભેટ આપવામાં આવેલ છે. જે જયુપીટરનો દુર્ગા શકિત ટીમ રાજકોટ શહેર વિસ્તારમાં મહીલાઓની છેડતી તથા જાતીય સતામણી ના બનાવ બનાવો અટકાવવા માટે તાત્કાલીક પહોંચી શકે તે માટે ઉપયોગ કરશે દુર્ગા શકિત ટીમને ગતિશીલ બનાવશે.