• એક્ઝીબીશનમાં વિદ્યાર્થીઓએ તૈયાર કરેલ ડિજિટલ વિડીયો ઇલ્યુઝન, વી.એફ.એક્સ સીન, મુવી પોસ્ટર ડીઝાઇન અને મેગેઝીન કવર ડિઝાઇન સહિતની એનીમી નિહાળી શકાશે

એરેના એનિમેશનના વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલ (એબ્સ્ટ્રેક્ટ પિક્સેલ ગેલેરી ) ડિજિટલ આર્ટ પ્રદર્શનનો સર્વ પ્રથમ શો ની જાહેરાત કરવામાં આવી. એરેના એનિમેશન ભારતની શ્રેષ્ઠ અને સૌથી અનુભવી એનિમેશન તાલીમ અને શિક્ષણ સંસ્થાઓમાંની એક છે સાથો-સાથ એનિમેશન વીએફએક્સ ગેમિંગ, વેબ અને ગ્રાફિક્સ, બ્રોડકાસ્ટ, ડિજિટલ ડિઝાઇન અને મલ્ટીમીડિયામાં ગુણવત્તાયુક્ત શિક્ષણ પ્રદાન કરવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. એરેનાના વિદ્યાર્થીઓને મોટા ભારતીય અને આંતરરાષ્ટ્રીય સ્ટુડિયોમાં સારી નોકરીની તક મળે છે. એરેના એનિમેશન કાલાવડ રોડ શાખા આજથી એટલા કે 13 અને 14 એપ્રિલ સમય સવારે 10 થી સાંજના 7 સુધી એબ્સ્ટ્રેક્ટ પિક્સેલ ગેલેરી પ્રદર્શન કરવામાં આવ્યું છે. આ એબ્સ્ટ્રેક્ટ પિક્સેલ ગેલેરી પ્રદર્શનમાં (1) ડિજિટલ વિડિઓ ઇલ્યુઝન, (2) વી.એફ.એક્સ સીન (3) પ્રોડક્ટ એડવર્ટાઇઝિંગ (4) મૂવી પોસ્ટર ડિઝાઇન (5) મેગેઝીન કવર ડિઝાઇન (6) કોર્પોરેટ બ્રાન્ડિંગ નીહાળી શકાશે.

અરેના ફેકલ્ટીઝના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓએ ડિજિટલ આર્ટ વર્કસની ઉત્તમોત્તમ ગુણવત્તા વિકસાવીને તૈયારી કરી છે. આ કાર્યમાં વિદ્યાર્થીઓએ મોડર્ન ડિઝાઇન ઇન્ડસ્ટ્રીસને લાગતા – વળગતાં સોફ્ટવેર્સ સાથે-સાથે પોતાની રચનાત્મક અને સર્જનાત્મકતાનો પણ વિનિયોગ કરેલ છે.

અમે આશા રાખીએ છીએ કે આ પ્રકારના પ્રદર્શન – કાર્યક્રમોથી વિદ્યાર્થીઓની આવડત એમના ભાવિ રોજગાર આપનાર વ્યક્તિઓ સુધી પહોંચશે અને શહેરની આસપાસ રહેતા અનેક રચનાત્મકતા સાથે કાર્ય કરતા અન્ય બીજા લોકો માટે પણ પ્રેરણારૂપ બનશે, પત્રકાર પરિષદમાં એરેના એનિમેશન કાલાવડ

રોડ સેન્ટરના ડિરેક્ટર ખ્યાતીબા જાડેજા, સેન્ટર હેડ વિધી કોટક, ફેકલ્ટી-ક્રિપાલ પટેલ, ફેકલ્ટી-સમીર વૈશ્ર્નવ સહીતના લોકોએ જણાવ્યુ હતુ કે એરેના એનિમેશન કાલાવડ રોડ સેન્ટરમાં અત્યારે 200 વિદ્યાર્થીઓ પોતાની તાલીમ લઇ રહ્યા છે, ઇવેન્ટનો મુખ્ય હેતુ એ છે કે વિદ્યાર્થીના ડિજીટલ આર્ટનું ટેલેન્ટ આ ઇવેન્ટમાં જોવા મળશે, સાથે વિદ્યાર્થીઓ વાલીઓ, આ ફિલ્ડને નોકરી આપતી અલગ-અલગ કંપની, શૈક્ષણીક સંસ્થાઓ સાથે જોડાયેલા અનેક ખ્યાતનામ લોકો પણ આ ઈવેન્ટમાં જોડાયા હતા, આ ઈન્સ્ટિટ્યુટની ખાસીયતની વાત કરવામાં આવે તો કોરોનાકાળમાં એરેના એનિમેશન કાલાવડ રોડ સેન્ટરે 50 થી પણ વધુ વિદ્યાર્થીઓને નોકરી અપાવી છે, કોઈપણ પરિસ્થિતિમાં એરેના એનિમેશન સંસ્થા વિદ્યાર્થીઓની સાથે ખભ્ભે ખભ્ભો મીલાવી ચાલી રહ્યું છે, ત્યારે વધુમાં વધુ લોકો આ એકઝીબીશનમાં આવી વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધારે અને એરેના એનિમેશન કાલાવડ રોડ સેન્ટરની અવશ્ય મુલાકાત લે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.