કોરોના મહામારી વચ્ચે પણ ભારતીય અર્થતંત્ર ધબકતું રહ્યું: આગામી વર્ષે ટેકનોલોજી અને ડિજિટલમાં ક્રાંતિના કારણે વધુ ને વધુ મૂડી રોકાણકારો ભારત તરફ આકર્ષાય તેવી નિષ્ણાંતોને અપેક્ષા
કોરોના મહામારીએ ભારતને વિશ્ર્વગુરૂ બનવાની તક આપી હોવાનું નિષ્ણાંતો અનેક વખત કહી ચૂકયા છે ત્યારે ટેકનોલોજી, ફાર્મા, ઈ-કોમર્સ અને મેન્યુફેકચરીંગમાં ડિજીટલ અને ટેકનો.ની ક્રાંતિના કારણે આગામી ૧૦ વર્ષ ભારત માટે સુવર્ણકાળ બની જશે તેવું સિલીકોન વેલીનું માનવું છે. કોરોનાના કપરા કાળમાં પણ ભારતનું અર્થતંત્ર ધબકતું રહ્યું છે ત્યારે આગામી ૧૦ વર્ષમાં ભારતીય અર્થતંત્રના પાયાના સ્તંભો દિન દુગની રાત ચૌગુની પ્રગતિ કરે તેવી અપેક્ષા છે.
આગામી ૧૦ વર્ષમાં ભારતમાં મુડી રોકાણની હારમાળા સર્જાશે. ડિજીટલ અને ટેકનોલોજીમાં રેવલ્યુશનના કારણે ફેસબુક, ગુગલ, માઈક્રોસોફટ સહિતની કંપનીઓ ભારત તરફ ઘણા સમયથી ખેંચાઈ રહી છે.
એમેઝોન દ્વારા પણ ભારતમાં સતત મુડી રોકાણ થઈ રહ્યું છે. આ ઉપરાંત અનેક એવી વિદેશી કંપનીઓ છે જે ભારતમાં મુડી રોકાણ કરવા માટે તક શોધી રહી છે. ચીન અત્યાર સુધી એશિયાનું પાવર હાઉસ ગણાતું હતું પરંતુ મહામારીના કારણે ચીન તરફ વિશ્ર્વનો વિશ્ર્વાસ ઘટી જવા પામ્યો છે.
અમેરિકા અને ચીન વચ્ચેનું ટ્રેડ વોર ગંભીર સ્વરૂપ લઈ ચૂકયા બાદ હવે ભારત તરફ આખા વિશ્ર્વની નજર છે.
વૈશ્ર્વિક કંપનીઓને આકર્ષવા માટે ભારત દ્વારા ઈઝ ડુંઈગ બિઝનેશ સહિતના પગલા પણ લેવાયા છે. આ ઉપરાંત નજીકના ભવિષ્યમાં કંપનીઓને ફટાફટ મંજૂરીઓ મળે તે માટે વન વિન્ડો પણ શરૂ કરવામાં આવશે. અત્યાર સુધીમાં મોટાભાગની વસ્તુઓ ચીનમાં નિર્માણ પામતી હતી. પરંતુ મેઈક ઈન ઈન્ડિયા યોજના અંતર્ગત અનેક વસ્તુઓ ભારતમાં બની રહી છે અને વૈશ્ર્વિક ઉદ્યોગો આ મુદ્દે ભારતમાં વધુને વધુ રોકાણ કરવા ઈચ્છી રહ્યાં છે.
અમેરિકા, યુરોપ સહિતના ક્ષેત્રો ભારત તરફ આશા રાખે છે. નોંધનીય છે કે, ભારતના ફાર્માસ્યુટીકલ્સ, ટેકનોલોજી, ઈ-કોમર્સ અને મેન્યુફેકચરીંગ ક્ષેત્રે આવેલી ડિજીટલ અને ટેકનોલોજીની ક્રાંતિના કારણે આગામી ૧૦ વર્ષ ભારત માટે સુવર્ણકાળ લઈ આવશે. તેવુ સિલિકોન વેલીના નિષ્ણાંતો માનવામાં આવી રહ્યું છે.