પહેલા વર્ષના ડિગ્રી કોર્સ માટેની રજિસ્ટ્રેશનની છેલ્લી તારીખ 30 જૂન હતી, જે 18મી જુલાઈ સુધી લંબાવી

એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ કોર્સિસે પહેલા વર્ષના એન્જિનિયરિંગ ડિગ્રી કોર્સ અને ડિપ્લોમાથી ડિગ્રી એડમિશન માટેની રજિસ્ટ્રેશનની મુદ્દત આગળ લંબાવી છે. પહેલા વર્ષના ડિગ્રી કોર્સ માટે રજિસ્ટ્રેશન 30 મેથી શરૂ થયું હતું જ્યારે ડિપ્લોમાથી ડિગ્રી કોર્સ માટેનું રજિસ્ટ્રેશન 9 જૂનથી શરૂ કરવામાં આવ્યું હતું. પહેલા વર્ષના ડિગ્રી કોર્સ માટેની રજિસ્ટ્રેશનની છેલ્લી તારીખ 30 જૂન હતી, જે 18મી જુલાઈ સુધી લંબાવી દેવામાં આવી છે. કારણ કે, સીબીએસસી અને આઈએસસીઈ ધોરણ 12ના પરિણામો હજી સુધી જાહેર કર્યા નથી. ડિપ્લોમાંથી એન્જિનિયરિંગ ડિગ્રી કોર્સ માટે રજિસ્ટ્રેશન કરાવવાની તારીખ 30 જુલાઈ સુધીની હોવાનો ઉલ્લેખ એસીપીસી સ્ટટમેન્ટમાં કરવામાં આવ્યો હતો.

એન્જિનિયરિંગ ડિગ્રી કોર્સ અને ડિપ્લોમાથી ડિગ્રી એડમિશનના પહેલા વર્ષના એડમિશનના પહેલા રાઉન્ડમાં કુલ 31,863 વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું, જેમાંથી 23,541 એન્જિનિયરિંગ ડિગ્રી કોર્સના પહેલા વર્ષના વિદ્યાર્થીઓ છે જ્યારે ડિપ્લોમાથી ડિગ્રી એન્જિનિયરિંગ કોર્સના વિદ્યાર્થીઓ 8,322 છે.

હાલમાં શિક્ષકોએ ગ્રાન્ટ-ઈન-એઈડ કોલેજોને ખાનગી યુનિવર્સિટીઓ સાથે મર્જ કરવાની મંજૂરી આપવાના સરકારના નિર્ણય સામે વિરોધ કર્યો હતો, જેના પગલે સરકારે તેમનો નિર્ણય પાછો ખેંચી લીધો હતો. જો કે, આવી ઘણી કોલેજોએ હવે યુનિવર્સિટીને બંધ કરવા માટે અરજી કરી છે, જે આર્થિક રીતે નબળા વર્ગમાંથી આવતા વિદ્યાર્થીઓ અને આ કોલેજોમાં નોકરી કરતાં શિક્ષકો માટે ગંભીર સમસ્યાઓ તરફ દોરી શકે છે.

પહેલા રાઉન્ડનું ફાઈનલ મેરિટ લિસ્ટ 3 ઓગસ્ટે જાહેર થશે

સ્ટેટમેન્ટમાં વધુમાં કહેવાયું હતું કે, પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ 26 જુલાઈના રોજ જાહેર કરવામાં આવશે, 26 થી 31 જુલાઈ દરમિયાન મોક રાઉન્ડ લેવામાં આવશે અને 3 ઓગસ્ટે ફાઈનલ મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવશે. વિદ્યાર્થીઓને 10 ઓગસ્ટના રોજ કોલેજો ફાળવવામાં આવશે અને નવું શૈક્ષણિક સત્ર 23 ઓગસ્ટથી શરૂ થશે. બીજા રાઉન્ડના પ્રવેશ માટેની ખાલી બેઠકો 24 ઓગસ્ટના રોજ જાહેર કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.