મઘ્યપ્રદેશ ભાજપે દિગ્વિજયસિંહ સહિત ૧ર કોંગ્રેસીઓ સામે સાયબર ક્રાઇમ હેઠળ એફઆઇઆર નોંધાવી
કોંગ્રેસના ચાલતી આંતરીક જુથ બંધીથી પોતાની અવગણના થતી હોવાના મુદ્દે મઘ્યપ્રદેશના દિગ્ગજ યુવા નેતા જયોતિરાહિત્ય સિંધિયાએ ‘પંજો’ને રામ-રામ કરીને કેસરીયા કર્યા હતા. સિંધિયાના કેસરીયા બાદ તેમના ટેકેદાર ધારાસભ્યોએ પણ રાજીનામા આપતા દોઢ વર્ષ જુની કમલ સરકારનું પતન થવા પામ્યું હતું. જેથી આ ખાલી પડેલી વિધાનસભાની બેઠકો માટે ટુંક સમયમાં ચૂંટણીઓ યોજનારી છે.
આ ચૂંટણીઓમાં જે વિજય મેળવે તે પક્ષ સિંહાસન પર બિરાજી શકે તેમ હોય ભાજપ સત્તા ટકાથી રાખવા માટે જયારે કોંગ્રેસ ગયેલી સત્તાને ફરી મેળવવા એડી ચોરીનું જોર લગાવી રહ્યા છે. જેના કારણે બન્ને પક્ષો એકબીજા સામે આક્ષેપ પ્રતિ આક્ષેપ કરી રહ્યા છે. જેના ભાગરૂપે મુખ્યમંત્રી શિવરાજમામાનો એક એડીરેડ વિડીયો જાહેર કરવાનું દિગ્વિજયસિંહને ભારે પડયું છે.
મઘ્યપ્રદેશ કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજયસિંહે તાજેતરમાં ટવીટર પર મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણનો એક વિડીયો ટવીટ કર્યો હતો. આ ટવીટમાં દિગ્વિજય કોમેન્ટ કરી હતી. કે શિવરાજસિંહે દારૂની દુકાનો ખોલી દીધી છે. પરંતુ મંદિરો અને પુજાના સ્થળોમાં લોકડાઉન યથાવત છે. વાહ મામા… આ ટવીટ બાદ મઘ્યપ્રદેશના રાજકારણમાં ગરમી આવી જવા પામી હતી. ભાજપે દાવો કર્યો છે કે દિગ્વિજયસિંહે મુખ્યમંત્રી શિવરાજસિંહનો જે વિડીયો ટવીટર પર મુકયો છે તે એડીટેડ છે અને તેનાથી શિવરાજ સરકારની છબી ખરડાઇ છે. આ મુદ્દે ભાજપે પોલી સાયબર ક્રાઇમ વિભાગમાં દિગ્વિજય સિંહ, કોંગ્રેસના સોશ્યલ મીડિયા કવીન્ટર અવિનાશ કડબે સહિત ૧૦ લોકો સામે ફરીયાદ દાખલ કરાવી છે. જેમાં દાવો કરાયો છે કે દિગ્ગી રાજાએ ટવીટર પર મુકેલા ૨.૧૯ મીનીટના વિડીયોમાંથી નવ સેક્ધડના ભાગ સાથે છેડછાદ કરવામાં આવી છે.
ભાજપની ફરીયાદ પરથી પોલીસે આઇપીસીની કલમ પ૦૦ (બદનક્ષી), ૫૦૧ (પ્રિન્ટીંગ અથવા એડીટીંગ કરીને બદનક્ષી), પ૦પ (ર) (લોકોને ગેર માર્ગે દોરવા) અને ૪૬૫ (બનાવટી) હેઠળ ગુન્હો નોંધીને દિગ્વીરાજા સહિત ૧૧ લોકો સામે એફઆઇઆર દાખલ કરી છે. આ અંગે દિગ્વિજય સિંહે પોતાની પ્રતિક્રિયામાં જણાવ્યું હતું કે મુખ્યમંત્રી ચૌહાણના મતક્ષેત્ર બુધનીમાં આદિવાસીઓ સાથે થયેલી રૂ૪૫૦ કરોડની છેતરપીંડી કેસમાં લાંબા સમયથી કોઇ પગલા ના લેવાતા મે મુખ્યમંત્રી ચૌહાણને પત્ર લખીને ચીમકી આપી હતી. જેથી ભાજપે રાગદ્રેષની વૃત્તિથી મારા પર આ કેસ દાખલ કરાવ્યો છે. દિગ્વિજયસિંહ સામે થયેલી એફઆરઆઇની પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અને પૂર્વ મુખ્યમંત્રી કમલનાથે પણ ટીકા કરીને ભાજપ બદલાની રાજનીતી કરી રહ્યાનો આક્ષેપ કર્યો હતો.