કોરોનાનો રીપોર્ટ નેગેટીવ આવ્યા બાદ પણ દર્દીઓ માનસિક રીતે પીડાય છે
સમગ્ર વિશ્ર્વ હાલ, કોરોના મહામારી સામે ઝઝુમી રહ્યું છે. કોરોનાગ્રસ્ત દર્દીઓ પર માનસિક રીતે બહુ મોટીગંભીર અસરો પડી રહી છે. કોરોનાથી અભડાયેલા ૧૦માંથી ૯ દર્દીને અલગ અલગ પ્રકારની આડઅસરો જોવા મળી રહી છે. કોરોનાથી સંક્રમિત થયેલા દર્દીનો રીપોર્ટ નેગેટીવ આવ્યા બાદ પણ ૯૧ ટકા જેટલા લોકો આડઅસરોથી પીડાય છે.
નિષ્ણાંતોએ એક અભ્યાસમાં જણાવ્યું છે કે કોરોનાથી જેટલી શારીરિક અસર નથી થતી તેના કરતાં વધુ અસર માનસીક રીતે થાય છે. દર્દીઓ મેન્ટલી ડીપ્રેસ થઇ જાય છે. કોરોનામાંથી સાજા થઇ ગાય બાદ પણ લોકોને માનસિક પિડાની ફરીયાદ રહે છે. સાથ જતો રહ્યો પણ લિસોરા રહી ગયાંની જેમ દર્દીઓ કોરોના મુકત તો થઇ ગયાં પણ તેની આડઅસર રહી ગઇ.
આવનારા સમયમાં કોરોના પછી હવે માનસિક તંદુરસ્તી સૌથી ‘વેલ્થી’ ગણાશે જે લોકો માનસિક રીતે તંદુરસ્તી હશે, મગજની શાંતિ અને સ્થિરતા અનુભવશે તે લોકો સૌથી વધુ વેલ્થી હોવાની વ્યાખ્યામાં ગણાશે. જણાવી દઇને કે, કોરિયા ડીસીઝ કંટ્રોલ એન્ડ પ્રીવેન્શન એજન્સી
દ્વારા એક ઓનલાઇન સર્વે કરવામાં આવ્યો હતો. જેમાં ૮૭૯ જેટલા કોરોના સંક્રમીત દર્દીઓના મત લેવાયા હતા. તેમાં ખુલ્યું હતુ કે મોટાભાગના લોકો કોરોનાને મ્હાત આપ્યાં પછી પણ માનસિક બિમારીથી પીડાય છે.
કોરોના પછી હવે માનસિક તંદુરસ્તી સૌથી ‘વેલ્થી’ ગણાશે
કોરોના મહામારી પછી હવે, લોકોની ‘માનસીક તંદુરસ્તી સ્થિર રહેવા’ એ એક મોટા પડકારરૂપ સાબિત થશે, અસરગ્રસ્ત દર્દીઓના રીપોર્ટ નેગેટીવ આવ્યા બાદ પણ તેમના મગજ પર નકારાત્મક છાપ જોવા મળી રહીછે. બેંગ્લોરના ડોકટરોના એક અભ્યાસ પરથી જાણવા મળ્યું છે કે, ભારતમાં કોરોનાની સૌથી વધુ નકારાત્મક અસર કર્મચારીઓ પર પડી છે. દેશભરમાં લગભગ ૩૬ ટકા જેટલા કર્મીઓ માનસિક બિમારીનો ભોગ બન્યા છે. જયારે ૧૭ ટકા જેટલા કર્મચારીઓ કોરોના વાયરસના લીધે શારીરિક કોઇ પીડાથી પસાર થઇ રહ્યા છે. તેમ જાણવા મળ્યું છે. નિષ્ણાતોના આ અહેવાલ પરથી એવું ચોકકસપણે કહી શકાય કે, કોરોના પછી હવે, લોકો માટે માનસિક તંદુરસ્તી સૌથી કિંમતી ગણાશે કોરોનાને મ્હાત આપી સાજા થઈ જવું એ કોઈ મોટી વાત નથી પરંતુ તેમાંથી સાજા થઈ ગયા બાદ તેની નકારાત્મક અસરોથી દૂર રહી માનસીક તંદુરસ્ત માટેની સ્થિરતા જાળવવી એ મોટી વાત છે. ઉલ્લેખનીય છે કે કોરોના વાઈરસના કારણે વિશ્ર્વભરમાં અનેકો સમસ્યાઓ ઉભી થઈ છે. પરંતુ તેમાંથી ઉભી થયેલી માનસીક પીડાની સમસ્યા માનવજીવન માટે અતિ ગંભીર છે કોરોનાના કારણે મોટાભાગના કારીગરો બેરોજગાર બન્યા છે. રોજગારી અર્થે કર્મીઓમાં માનસીક થયું છે. રીપોર્ટમાં ૬૧% કર્મીઓએ તણાવ હોવાની જયારે ૪૨% કર્મીઓએ સ્વભાવ ચીડચીડયો થઈ ગયો હોવાની ફરિયાદો નોંધાવી છે.