એક મચ્છર સાલા…

૮ મીટર સુધી હવામાં રહી કોરોના વાયરસ મોટી સંખ્યામાં લોકોને સંક્રમિત બનાવવા સક્ષમ

સમગ્ર વિશ્ર્વમાં કોરોનાએ જે મહામારી સર્જી છે તેનાથી હાલ વિશ્ર્વ તેનો ઉકેલ લાવવા મથી રહ્યું છે પરંતુ કોરોના તેનો પ્રકાર અનેકવિધ રીતે બદલી રહ્યો હોવાથી કોઈ નકકર પરીણામ હજુ સુધી જોવા મળ્યું નથી ત્યારે વિશ્ર્વનાં અનેકવિધ વૈજ્ઞાનિકો, સંશોધકો અને તબીબો દ્વારા કોરોના વાયરસ પર અભ્યાસ કરવામાં આવી રહ્યો છે અને તેનાથી તે વાતની સ્પષ્ટતા પણ થઈ રહી છે કે, આ વાયરસ તેનો પ્રકાર નિયમિતપણે બદલી રહ્યો છે ત્યારે અભ્યાસમાં એવું પણ જણાવવામાં આવ્યું છે કે, કોરોનાનો વાયરસ હવામાં ૮ મીટર સુધી રહી મોટી સંખ્યામાં લોકોને સંક્રમિત બનાવવા માટે પણ સક્ષમ છે.

ચીનથી શરૂ થયેલી કોરોનો મહામારી માનવજાતનો આસાનીથી પીછો છોડે તેમ નથી હજુ કોરોના ફેલાવતાં કોવીદ-૧૯ના અસરકારક ઈલાજ ની કોઈ દવા શોધાઇ નથી ત્યારે વિશ્વના વૈજ્ઞાનિકો સંશોધકો અને તબીબો નજરે પણ ન ચાલે તેવા આપ બારીક દશિીતની શક્તિ પારખવામાં ક્યાંકને ક્યાંક હજુ થાપ ખાતા રહેતા હોય તેમ અત્યાર સુધી આ વાઇરસની અસરકારક શક્તિના માપદંડ રાખવામાં આવ્યા છે તે ખૂબ જ ઓછા છે કોવિંદની સંક્રમણ ફેલાવવાની શક્તિ ધાર્યા કરતાં ખૂબજ વધુ હોવાનું બહાર આવ્યું છે અત્યારે આ મહામારી જેમ બને તેમ ઓછી ફેલાય તેવા પ્રયાસો  ઈલાજ બનીને ચલાવી રહ્યા છે અને લાક્ષણિકતા તેની અસર અને ફેલાવવાની ગતિના માત્ર અંદાજ લગાવાઈ રહ્યા છે અને રોજ વાયરસ ની લાક્ષણિકતાઓના નવા નવા અને આવી રહ્યા છે અત્યાર સુધી કોરોના વાયરસની અસર બેથી ત્રણ મીટર સુધી થતી હોવાનું માનવામાં આવતું હતું પરંતુ નવા અભ્યાસ મુજબ કોરોના તેના ઉદગમ સ્થાન થી ૮ મીટર સુધી અસર કરે છે અને કલાકો સુધી હવામાં જીવતું રહેતું હોવાથી તે મોટી સંખ્યામાં લોકો સંક્રમિત બનાવવા માટે સક્ષમ હોવાનું બહાર આવ્યું છે.

કોરોની લાક્ષણિકતા અને ખાસ કરીને તેના પ્રભાવના વિસ્તાર અંગે વિશ્વ આરોગ્ય સંસ્થાએ જારી કરેલા ગાઈડલાઈન અને અમેરિકાના સેન્ટર ઓફ કંટ્રોલ પ્રિવેન્શનએ જાહેર કરેલા માપદંડો નવા અભ્યાસમાં મર્યાદિત બની ગયા છે ઠીક અને ઉધરસથી સર્જાતા વાયરસના વાદળો વધુ અંતર અને વધુ સમય સુધી અસર કરતા રહેશે અત્યાર નું માપદંડ પૂરતું નથી આ વાયરસ ૮ મીટર સુધી ફેલાય છે અને લાંબો સમય સુધી હવામાં જીવિત રહેતું હોવાથી અમેરિકન મેડિકલ એસોસિયેશન ના જનરલ માં બતાવ્યું છે.

ભારતમાં અત્યાર સુધી કોઈ રોગની સલામત રીતે બચવા માટે સોશિયલ ડિસ્ટન્સથી બચવા માટેનું માપદંડ ૩ મીટર એટલે કે ૬ થી ૯ ફૂટ નું રાખવાની મર્યાદા પાલવામાં આવે છે ત્યારે આ નવા સંશોધનમાં આ વાઇરસ ૮ મીટર એટલે કે ૨૪ ફૂટ સુધી અસર કરે છે અને સાનુકૂળ વાતાવરણગરમ અને ભેજવાળા વાતાવરણ અને બંને પ્રકારનું માફક વાતાવરણ મળી જાય તો આ વાયરસ સેક્ધડ અને મિનિટોની લાઈફ લાઈન લાંબી કરીને કલાકો સુધી પોતાનું ઘાતક અસ્તિત્વ ટકાવી રાખવા સમર્થ હોવાનું બહાર આવ્યું છે વિશ્વભરમાં જીવલેણ મહામારીનું વાંક બની ગયેલા ૧૯ વરસની જોખમી તાકાતનું માપ અને તેનો તાગ મેળવવામાં હજુ ક્યાંક ને ક્યાંક આપ ગવાતી રહે છે આ વાયરસ ૩ થી ૮ મીટર સુધી ફેલાવવા ની તાકાત રાખવું હોવાનું પુરવાર થયું છે અત્યારે ભારતમાં સંક્રમિત દર્દીઓની સંખ્યા વિસ્ફોટક રીતે વધી રહી છે ત્યારે કોરોના અને અંગેની આ નવી માહિતી ને લઈને પ્રવર્તમાન ગાઈડ લાઈન માં સુધારો કરવાની તાતી જરૂરિયાત ઉભી થઇ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.