લાડુ લાગે મીઠા ગણપતિ છે દીઠા
સોમવારથી પ્રથમ પૂજય ભગવાન ગણેશની ગણેશ ચતુર્થીનો હર્ષભેર પ્રારંભ થઈ રહ્યો છે. ભગવાન ગણેશને અતિ પ્રિય એવા મોદકને કેમ ભુલાય… શહેરમાં જે રીતે દુંદાળા દેવની પધરામણીની વાજતે ગાજતે તૈયારી થઈ રહી છે. ત્યારે ગણપતિ દાદાને અતિવ્હાલા મોદકનું વેચાણ પણ પૂરજોશમાં થઈ રહ્યું છે શહેરમાં વિવિધ જગ્યાએ અવનવા મોદકનું વેચાણ થઈ રહ્યું છે.
શહેરના જંકશન પ્લોટ પાસે આવેલી ગાયત્રી ડેરીમાં ૨૧ પ્રકારના મોદક બનાવવામાં આવ્યા છે. જેમાં ૫૦ ગ્રામથી માંડીને પાંચ કિલો સુધીના મોદક તૈયાર કરાયા છે. અલગ અલગ ફલેવર્સમાં મળતા આ મોદકમાં ચૂરમાના, મોતીચૂરના, સ્ટ્રોબેરી, ચોકલેટ, માવાના ખજૂરના ડ્રાયફૂટના, વ્હાઈટ મોદક અને ખાસ ખજૂર ગુલકંદના મોદક બનાવવામાં આવ્યા છે. આ અંગે વધુ જણાવતા હરેશભાઈ બોળીયા, કહે છે કે અમારે ત્યાં ૩૬૦થી માંડીને ૨૫૦૦ રૂપીયા સુધીના મોદક ઉપલબ્ધ છે. અમારા મોદક માત્ર રાજકોટ જ નહી પરંતુ મુંબઈ, સુરત, વડોદરા, અમદાવાદ પણ જાય છે.