બપોરે 1:15 કલાકે ત્રિકોણ બાગ વિસ્તારમાં તાપમાનનો પારો 42 ડિગ્રીને પાર: પ્રદ્યુમન પાર્ક અને કોર્પોરેશન ઇસ્ટ ઝોન કચેરીએ તાપમાન સૌથી નીચું
સૂર્યનારાયણ કાળઝાળ બની છેલ્લા બે મહિનાથી આકાશમાંથી અગન વર્ષા કરી રહ્યા છે. કોર્પોરેશનના કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમ ખાતે અલગ-અલગ 16 સ્થળો પરનું તાપમાન નોંધવામાં આવે છે. જેમાં શહેરના ત્રિકોણ બાગ વિસ્તારમાં સૌથી વધુ તાપમાન રહે છે.
જ્યારે રેસકોર્ષ રીંગ રોડ પર સૌથી ઓછું તાપમાન નોંધાઇ છે. આજે બપોરે 1:15 કલાકે ત્રિકોણ બાગ વિસ્તારમાં તાપમાનનો પારો 42 ડિગ્રીને લગોલગ પહોંચી ગયો હતો. રેસકોર્ષ ખાતે તાપમાન સૌથી ઓછું 37.51 ડિગ્રી નોંધાયુ હતું.
આજે બપોરે 1:15 કલાકે કોર્પોરેશનના કમાન્ડ એન્ડ કંટ્રોલ સેલ ખાતે આજી ડેમ પરનું તાપમાન 39.16 ડિગ્રી, અટિકાનું તાપમાન 39.19 ડિગ્રી, દેવપરાનું તાપમાન 39.19 ડિગ્રી, ગ્રીનલેન્ડ ચોકડી પરનું તાપમાન 39.19 ડિગ્રી, હોસ્પિટલ ચોક ખાતેનું તાપમાન 39.16 ડિગ્રી, જિલ્લા પંચાયત ચોક ખાતેનું તાપમાન 39 ડિગ્રી, કોઠારીયા વિસ્તારનું તાપમાન 39.19 ડિગ્રી, માધાપર ચોકડી પરનું તાપમાન 39.19 ડિગ્રી, મોરબી રોડ પરનું તાપમાન 39.06 ડિગ્રી, નાના મવા સર્કલ પરનું તાપમાન 39 ડિગ્રી, પ્રદ્યુમન પાર્કનું તાપમાન 39.17 ડિગ્રી, રેસકોર્ષ પરનું તાપમાન 40.19 ડિગ્રી, કોર્પોરેશનની સેન્ટ્રલ ઝોન કચેરી ખાતેનું તાપમાન 42.83 ડિગ્રી, આરએમસીની ઇસ્ટ ઝોન કચેરી ખાતેનું તાપમાન 39.17 ડિગ્રી, સોરઠીયા વાડી સર્કલ પરનું તાપમાન 40.36 ડિગ્રી, ત્રિકોણ બાગ ખાતેનું તાપમાન 42.47 ડિગ્રી નોંધાયુ હતું.