જીભનાં ચટાકામાં ભારતીય પ્રજા અત્યારનાં તબક્કે ખાનપાનની પરેજી પાળવામાં એકથી દસ નંબરનાં સ્વસ્થ દેશોનાં ક્રમમાં પણ નથી આવતી. શુધ્ધ ભારતીય ભોજન પરંપરાને ભૂલીને ભોજનનું કોમ્બિનેશન બનાવવાની ઘેલછામાં વિરુધ્ધ આહારની થિયરીને નવી પેઢીએ વિસારે પાડી દીધું છે. યુવાનોને તો વિરુધ્ધ આહાર એટલે શું તે અંગે ખાસ ખબર જ નથી હોતી. વિરુધ્ધ આહા લેવાથી તાવ, શરદી, ભગંદર, રક્તપિત, સોજા, કાંઢ, ગળાના રોગ, પેટના દર્દ, કરોળીયા, ગુમડો જેવી બિમારી થવાની શક્યતા ૧૦૦માંથી ૯૮% જેટલી વધુ હોય છે.
એટલે કે ૧૦૦માંથી ૯૮% વ્યક્તિ જેટલી વધુ હોય છે. ઉપરોક્તમાંથી એક કે એકથી વધુ બિમારી થઇ શકે છે.
વિરુધ્ધ આહાર એટલે જે ખાદ્ય પદાર્થોની પ્રકૃતિ અલગ-અલગ હોય તેવો આહાર એક સાથે ન લઇ શકાય. આવા પદાર્થોના ગુણધર્મો અલગ હોવાથી એવો આહાર એક સાથે ખાવાથી તે વિરુધ્ધ આહાર બને છે. જે આરોગવાથી બારગાઉ છેટુ રહેવું.
જેમ કે દહીં સાથે દૂધ, ગોળ, પનીર, કેળા, ગરમ ભોજન, ટેટી, મૂળા ન ખાવા જોઇએ. એજ રીતે મધને ક્યારેય ગરમ પાણી સાથે ન લેવું. દૂધ સાથે માછલી, માંસ, દહીં કે આલ્કોહોલનું સેવન ચામડી માટે અને લીવર માટે હાનિકારક બને છે, દહીં કે ટમેટાને ક્યારેય ગરમ કરીને ન ખાવા જોઇએ. દેશી ઘી અને મધ સરખા પ્રમાણમાં એક સાથે ન લેવા. દહીંના રાયતા સાથે આઇસ્ક્રીમ ન લેવો, કોઇપણ પ્રકારનાં ફ્રુટની સાથે દૂધ ઉમેરીને ફ્રૂટ જ્યુસ ન જ લેવાય, ભોજન પછી તરત જ ઠંડો આઇસ્ક્રીમ કે બરફનાં ગોલા લઇ શકાય નહીં.
અત્યારનાં દેખા-દેખીનાં જમાનામાં પાર્ટી કે મોટા મેરેજ હોલમાં આયોજીત થતા શુભ પ્રસંગોમાં અગણીત વેરાઇટીઓનો રસ થાળ પિરસવામાં આવે છે. મહેમાનો સમજ્યા વિના જ દરેક વાનગી ચાખવાની ઇચ્છા રોકી શકતા નથી. આમાની મોટા ભાગની વાનગીઓ વિરુધ્ધ આહાર નીતી ધ્યાને લીધા વિના યજમાનની પસંદગી પ્રમાણેની જ કેટરર્સવાળા ગોઠવી આપતા હોય છે. જાણે-અજાણ્યે યજમાન પણ મહેમાનોને હોંશથી ખવડાવવાની ભાવનાથી આવા મેનૂને પસંદ કરી લેતા હોય છે. જે મેનુ આરોગ્ય પછી મહેમાનોનું આરોગ્ય જોખમમાં મુકાતુ હોય છે.