સુરેન્દ્રનગર જિલ્લામાં પહેલી વખત પેટ્રોલ કરતા ડિઝલના ભાવ વધતાં લોકો આશ્ચર્ય ચકીત !
વેશ્વિક લેવલે હાલ રૂપિયા નું મૂલ્ય સતત ઘટતું જાય છે ત્યારે હાલ મોઘ વારીએ માઝા મૂકી છે.ત્યારે પેટ્રોલ ડિઝલ અને ફૂડ તેલ ના ભાવ દિવસે ને દિવસે વધતા જાય છે.અને સતત પેટ્રોલ અને ડીઝલ દિન પ્રતિ દિન મોંઘા બની રહ્યાં છે.
ત્યારે આજે સુરેન્દ્રનગર જિલ્લા ના પેટ્રોલ પંપ ઉપર પેટ્રોલ અને ડીઝલ ભરાવવા જતાં લોકો આશ્ચર્ય ચકીત બન્યા હતા. જેનું મુખ્ય કારણ એ ડિઝલના ભાવ વધારે અને પેટ્રોલમા ભાવ નીચા હતા. ત્યારે સુરેન્દ્રનગરના જીલ્લાના ઈતિહાસમા સવ પ્રથમ વખત આવી ઘટના બની છે ત્યારે આજે સવારે સુરેન્દ્રનગરના પેટ્રોલ પંપ ખુલ્યા ત્યારે પેટ્રોલ નો ભાવ ૭૮.૮૯ રૂપિયા હતો જ્યારે ડિઝલ નો ભાવ ૭૮.૯૬ રૂપિયા હતો.ત્યારે પેટ્રોલ કરતા ડિઝલ ના ભાવ મા ૦.૭ નો વધારો થયો હતો ત્યારે ડિઝલ એન્જિન ની કાર અને ડિઝલ એન્જિન ના વાહનો પર મોટો માર પડિયો હતો.
પેટ્રોલ ડિઝલ ના વધતા ભાવ સામે નાના માણસ અને ખેડૂતો નો મરો.. પેટ્રોલ ડિઝલ ના ભાવ હાલ આસમાને પહોંચી ગયા છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે ત્યારે આ વધતા ભાવ સામે નાના માણસ અને ખેડૂતો નો મરો થશે. ખેડૂતો ને હાલ ઉભા પાક ને પાણી પાવા માટે ડિઝલ મશીન નો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે ખેતી કામ ના વધુ પડતા સાધનો એ ડિઝલ એન્જિન થી ચાલી રહ્યાં છે. ત્યારે આ ડિઝલ ના ભાવ પેટ્રોલ કરતા વધતા ખેડૂતો ને વધુ નુકસાન થશે તેવી ભિતી હાલ જણાય રહી છે.અને હાલ ઝાલાવાડ પંકમાં વરસાદ ખૂબ નિમ્ન પડ્યો છે અને ખેડૂતો ને શિચાય માટે પાણી મેળવવું ખૂબ જરૂરી છે ત્યારે આ વધતા પેટ્રોલ ડિઝલ ના ભાવ ના કારણે ખેડૂતો ને પડિયા પર પાટું ની પરિસ્થિતી નું નિર્માણ થશે.