ડીઝલના ભાવ વધારાના પગલે રાજકોટ એસ.ટી.ડિવીઝનને મહિને ૧૫ લાખનો વધારાનો ખર્ચ
ડિઝલના ભાવમાં રૂપિયા ૨ ના વધારાની અસર એસ.ટી.વિભાગ પર પણ પડી છે. રાજકોટ એસ.ટી.ડિવીઝનની બસોમાં દરરોજનું ૪૦ હજાર લિટર જેટલુ ડિઝલ વપરાઈ છે. જેમાં દરરોજનો રૂ.૧૩.૨૦ લાખનો ખર્ચ થાય છે પરંતુ ડિઝલના ભાવ રૂ.૬૮ માંથી રૂ.૭૦ થઈ જતા હવે દૈનિક ખર્ચ લગભગ રૂ.૧૪ લાખ જેટલો થઈ ગયો છે. તે જ રીતે રાજયના તમામ એસ.ટી.ડિવીઝનનો ડિઝલ ખર્ચ વધતા ડિઝલ ભાડામાં વધારો તોળાય રહ્યો છે.
રાજકોટ એસ.ટી.ડિવિઝનના વિભાગીય નિયામક દિનેશ જેઠવાએ ‘અબતક’ સાથેની વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે, રાજકોટ એસ.ટી.ડિવિઝન હેઠળની એસ.ટી.બસમાં દરરોજ ૨ લાખ કિલોમીટર દોડે છે. દરરોજ ૪૦ હજાર લિટર ડીઝલના ૧૩.૨૦ લાખ જેટલો ખર્ચ થાય છે. જેને બદલે હવે રૂ.૧૪ લાખનો ખર્ચ થશે. ડીઝલના ભાવ વધવાને કારણે માસિક લગભગ રાજકોટ એસ.ટી.ડિવિઝનના રૂ.૨૪ લાખનો વધારાનો ખર્ચ થશે.
ઉલ્લેખનીય છે કે, રાજયના એસ.ટી.નિગમના ૧૬ ડિવીઝનમાં દરરોજ ૨૫ લાખ કિલોમીટર એસ.ટી.બસો દોડે છે એટલે કે લગભગ ૫ લાખનું ડિઝલ પુરાવવુ પડે છે.જેમાં દૈનિક ખર્ચ સાડા ત્રણ કરોડ જેટલો થાય છે અને તેમાં લગભગ રૂ.૧૦ લાખનો વધારો થશે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com