સુરેન્દ્રનગર જીલ્લા ના પાટડી મા હાસ્ય સ્પદ ઘટના: ડિઝલ ભરેલા ટ્રક પલ્ટી ખાઇ જતાં ડીઝલ લેવા માટે લોકોની પડાપડી થઈ
ખંભાળીયા તાલુકાના વાડીનારથી ડિઝલ ભરેલું ટેન્કર ઉત્તરપ્રદેશ જઇ રહ્યું હતું. ત્યારે ચાલકે કાબુ ગુમાવતા પાટડીના એછવાડા પાસે રોડ નીચે ઉતરી જતાં ટેન્કર પલ્ટી ખાઇ ગયું હતું. પલ્ટી ખાધેલા ટેન્કરમાંથી ડિઝલ ઢોળાતા લોકોએ સાધનો સાથે ઢોળાયેલું ડિઝલ ભરવા પડાપડી કરી હતી.
પાટડી તાલુકાના બહુચરાજી હાઇવે પર એછવાડા ગામ પાસે રાત્રિના સમયે ખંભાળીયા તાલુકાના વાડીનાર એસ્સારના ડેપોમાંથી ડિઝલ ભરેલું ટેન્કર લઇને રાજકોટ ગણેશ ટ્રાન્સપોર્ટના ચાલક ભારમલ ખીમાભાઇ મોરી (રબારી) અને રવિ નારણભાઇ રબારી એછવાડા ગામ પાસેથી ડિઝલ ભરેલું ટેન્કર લઇને પસાર થઇ રહ્યાં હતા. ત્યારે સામેંથી આવતા વાહનોની લાઇટોથી અંજાઇ જતા ટેન્કર ચાલકે અચાનક સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવી દેતાં ટેન્કર રોડ નીચે ઉતરી જઇને પલ્ટી ખાઇ ગયું હતું. સદભાગ્યે કોઇ જાનહાની થઇ નહોંતી.
રોડ ઉપર ડિઝલ ભરેલું ટેન્કર પલ્ટી ખાઇ ગયાના સમાચાર વાયુવેગે ફેલાઇ જતા લોકો કેરબા, ડબલા સહિતના સાધનો સાથે વાહનો લઇને ડિઝલ ભરવા પડાપડી કરવા લાગ્યા હતા. આ ઘટનાની જાણ થતા દસાડા પોલીસ મથકના સુરેશભાઇ આહિર સહિતનો પોલિસ સ્ટાફે ઘટના સ્થળે દોડી જઇ અકસ્માત અંગેનો ગુન્હો દાખલ કરી તપાસ હાથ ધરી છે.