ગરીબોને ર૦ર૧ સુધી વિનામૂલ્યે અનાજ આપવાની મમતા બેનર્જીની યોજના

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના નવેમ્બરના અંત સુધીવધારવાની જાહેરાત કરી હતી. મમતા બેનર્જીએ મંગળવારે કહ્યું હતું કે તે રાજય સરકારની વિનામૂલ્યે અનાજની યોજના જુન ૨૦૨૧ સુધી ચાલવશે. મમતા બેનર્જીએ પત્રકારોને જણાવ્યું હતું કે આવતા વર્ષના જુન સુધી વિનામૂલ્યે અનાજની યોજન વધારું છું જે કેન્દ્ર સરકારની યોજનાથી અલગ છે માત્ર ૬૦ ટકા લોકો રાશન મેળવે છે તેઓ માત્ર અડધા લોકોને જ રાશન આપે છે. શા માટે આવો ભેદભાવ? હું કહું છું કે તેમને ૧૦૦ ટકા લોકોને અનાજ આપવું જોઇએ.

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રીએ કેન્દ્ર સરકાર દ્વારા ૫૬ એપ પર પ્રતિબંધ લગાડવાના નિર્ણય અંગે જણાવ્યું હતું કે હું ચીન સામે સખત કાર્યવાહીની હિમાયતી છું અને આપણે તેને જડબાતોડ જવાબ આપવો જોઇએ પરંતુ આમ માત્ર કેટલીક એપ પર પ્રતિબંધ લગાવવાથી કોઇ પરિણામ નહિ આવે મમતા બેનર્જીએ આગળ જણાવ્યું હતું કે રાજય સરકાર કેન્દ્રને કોલકતામાં મેટ્રો સેવા શરુ કરવાની પરવાનગી આપે તેવી  વિનંતી કરી છે જેનાથી લોકોની કે જેની સાથે લોકોની આવશ્યક સેવા સંકળાયેલી છે.

આજે મુખ્ય સચિવે કેન્દ્રીય ગૃહ સચિવને પત્ર પાઠવી મેટ્રો અને વિમાન સેવા જેવી કે આંતર રાષ્ટ્રીય સેવા ૧પમી જુલાઇ સુધી અટકાવી દેવાની હિમાયત કરી છે અને ધરેલું ફલાઇટ હોટ સ્પોટથી ઉડવાવાળી બંધ કરવાની અને લોકોની આવશ્યક સેવા સાથે સંકળાયેલા મેટ્રોને શરુ કરવાની વિનંતી કરી છે તેમ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રીએ જણાવ્યું હતું.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમની સરકાર નવેમ્બર મહિનાના અંત સુધીમાં પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના કે જેના અંતર્ગત જરુરીયાત મંદ અને ગરીબોને અનાજ આપવામાં આવે છે તેને લંબાવવાની જાહેરાત કરી હતી. આ યોજના ૮૦ કરોડ લોકોને લાભ આપશે મફત અનાજ હવે જુલાઇ, ઓગસ્ટ, સપ્ટે. અને ઓકટોમ્બર અને નવેમ્બરમાં પણ મળશે. આ પાંચ મહિના દરમિયાન સરકાર દરેક પરિવારને ૫ કિલો ઘંઉ, પ કિલો ચોખા વિના મૂલ્યે અને ૧ કિલો ચણા (દાળ) પણ દર મહિને આપવામાં આવશે વડાપ્રધાને જણાવ્યું હતું કે આ યોજનાના વધારા પાછળ વધારાના ૯૦ હજાર કરોડ વપરાશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.