વિપક્ષો ‘એક સાંધે અને તેર તૂટે’ તેવી સ્થિતિ !!!
2024 લોકશભાની ચૂંટણીમાં લેફ્ટ અને કોંગ્રેસ સાથે ગઠબંધન નહીં કરાઈ
કોઈ પણ સત્તા પક્ષને હરાવવા માટે વિપક્ષનું એક જુઠ થવું ખુબજ જરૂરી છે. પરંતુ ભારતના રાજકારણમાં અલગ અલગ વિચારધારા વિપક્ષો જે ભેગા થયા છે ત્યારે એક થવું ખુબજ કપરું સાબિત થાય છે. કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખરગે પણ વિપક્ષને એક સાથે રહેવા અને ભાજપને પરાસ્ત કરવાની હાકલ કરી હતી પરંતુ તે કિમીઓ સાર્થક થયો ન હતો. ત્યારે તુરમુલ કોંગ્રેસના મમતા બેનરજીએ જે નિવેદન આપ્યું છે તેનાથી રાજકારણ ગરમાયુ છે. દીદીએ જણાવ્યું છે કે, તેઓ વર્ષ2024ની લોકસભા ચૂંટણીમાં કોઈ વિપક્ષીઓ સાથે ગઠબંધન નહીં કરે જેમાં તેમનું નિશાન કોંગ્રેસ અને લેફ્ટ પાર્ટી તરફનું હતું.
દીદીનું માનવું છે કે, કોંગ્રેસ અને લેફ્ટ ભાજપ સાથે જ જોડાયેલા છે જેથી તેમની સાથે ગઠબંધન નહીં કરવામાં આવે. આગામી 2024માં લોકસભાની ચૂંટણીમાં વિપક્ષને એકજૂટ કરવાના અભિયાનને તૃણમૂલ કોંગ્રેસના વડા મમતા બેનરજીની તાજેતરની જાહેરાતથી મોટો આંચકો લાગ્યો છે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ આગામી લોકસભાની ચૂંટણીમાં કોઈપણ વિપક્ષી દળ સાથે ગઠબંધન કરવાની શક્યતાઓને નકારી કાઢી છે.
મમતા બેનર્જીએ કહ્યું કે તૃણમૂલ કોંગ્રેસ લોકસભાની ચૂંટણી એકલી જ લડશે. અમે 2024માં લોકો અને અમારી પાર્ટી તૃણમૂલ કોંગ્રેસ વચ્ચે ગઠબંધન થતું જોઈશું. અમે કોઈ અન્ય રાજકીય પક્ષ કે લોકો સાથે ગઠબંધન નહીં કરીએ. અમે લોકોના ટેકાની તાકાત પર એકલા આ ચૂંટણી લડશું. ત્રિપુરા વિધાનસભાની ચૂંટણીના પરિણામોના સંદર્ભમાં, તેમણે કહ્યું, “જેઓ ભાજપને હરાવવા માગે છે, હું માનું છું કે તેઓ અમારી તરફેણમાં મત આપશે. ઉલ્લેખનીય છે કે ત્રણ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીની સાથે સાથે પેટાચૂંટણી પણ યોજાઇ હતી જેમાં પ.બંગાળમાં ખાતુ ખોલાવતા કોંગ્રેસે ડાબેરીઓના ટેકા સાથે એ બેઠક જીતી લીધી હતી. તેમાં તૃણમૂલ કોંગ્રેસના ઉમેદવારનો પરાજય થતાં મમતા બેનરજી અકળાયા હતા અને તેમણે આ મામલે કોંગ્રેસ પર જ ભાજપ સાથે સાંઠગાંઠ કરી હોવાનો આરોપ મૂક્યો હતો.
પશ્ચિમ બંગાળની સાગરદિઘી વિધાનસભા બેઠક પર પેટાચૂંટણી ટીએમસી નેતા સુબ્રત સાહાના નિધનને કારણે યોજાઈ હતી. અહીંથી ટીએમસીએ દેબાશીષ બેનર્જી, ભાજપને દિલીપ સાહા અને કોંગ્રેસે બાયરન બિસ્વાસને મેદાનમાં ઉતાર્યા હતા. કોંગ્રેસે ટીએમસી પાસેથી આ સીટ છીનવી લીધી છે. કોંગ્રેસના બાયરન બિસ્વાસ ટીએમસીના દેબાશીષ બેનર્જીને હરાવીને ધારાસભ્ય બન્યા છે. બંગાળમાં કોંગ્રેસ બે વર્ષ પછી ખાતું ખોલવામાં સફળ રહી છે. પાર્ટીને 2021ની વિધાનસભા ચૂંટણીમાં એક પણ બેઠક મળી ન હતી.
તૃરમુલ કોંગ્રેસના મમતા બેનર્જીએ આક્ષેપો કરતા કહ્યું હતું કે ભાજપની સાથે જો કોંગ્રેસ અને લેફ્ટ પાર્ટી જોડાયેલી હોય તો કોંગ્રેસ કોઈ દિવસ ભાજપને હરાવવા માટે કામ ન કરે અને સામે લેફ્ટ પાર્ટી પણ ભાજપ સાથે જોડાયેલી હોવાથી પાર્ટીને કોઈ નુકસાન ન પહોંચાડે ત્યારે તેમનો માત્ર એક જ લક્ષ્ય છે કે ધ્રૂણ મૂળ કોંગ્રેસને કેવી રીતે હરાવાય અને આ ત્રણેય પાર્ટી હાલ જ્ઞાતિવાદનું રાજકારણ થી લોકોને ભ્રમિત કરી રહ્યું છે. પરિણામે મમતા બેનર્જી આગામી 2024 લોકસભાની ચૂંટણીમાં કોઈ વિપક્ષ સાથે ગઠબંધન ન કરવા જાહેરાત પણ કરી છે.