પ્રખ્યાત હેરસ્ટાઈલિસ્ટ જાવેદ હબીબનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં તે એક મહિલાના વાળ કાપતો જોવા મળે છે. આ વીડિયો વાયરલ થવાનું કારણ જાવેદ હબીબનું વાળ કાપતી વખતે કરવામાં આવેલ વિચિત્ર વર્તન છે. મહિલાએ આરોપ લગાવ્યો છે કે જાવેદ હબીબે થૂંકયો હતો ત્યારબાદ થૂંકથી જ વાળ ભીના કરીને કાપવાનો હતો.
વીડિયોમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે જાવેદ હબીબ પોતાના વાળ કાપતી વખતે થૂંકનો ઉપયોગ કરે છે અને પાણીનો ઉપયોગ કરતા નથી. તે વીડિયો કહે છે કે આ થૂંકમાં જાન છે. જાવેદ હબીબની આ હરકત બાદ સોશિયલ મીડિયા પર તેની ટીકા થઈ રહી છે. આ વીડિયો વાયરલ થયા બાદ મહિલાની પ્રતિક્રિયા પણ સામે આવી છે. જો કે જાવેદ હબીબનો પક્ષ હજુ સુધી જાહેર કરવામાં આવ્યો નથી.
https://www.facebook.com/abtakmedia/videos/2672628716377436
શું છે સમગ્ર ઘટના ?
જાવેદ હબીબનો આ વીડિયો મુઝફ્ફરનગરનો છે. વીડિયોમાં જાવેદ હબીબ એક મહિલાને તેના વાળ કાપવા માટે સ્ટેજ પર બોલાવે છે. વાળ કાપતી વખતે તે કહે છે, જો પાણીની અછત હોય તો…. આ થૂંકમાં જીવન છે’… આ દરમિયાન લોકો ત્યાં હાજર લોકો જોરથી તાળીઓ પાડે છે, જોકે જે સ્ટેજ પર વાળ કપાવવા બેઠેલી મહિલાના તે વીડિયોમાં થોડી અસ્વસ્થ લાગે છે. હવે આ મહિલાની પ્રતિક્રિયા પણ સામે આવી છે, જે મહિલાના વાળમાં જાવેદ હબીબ થૂંક્યા છે, તેનું નામ પૂજા ગુપ્તા છે.
ટ્વિટર પર જે મહિલા સામે આવી છે તેના વીડિયોમાં તે કહે છે, ‘મારું નામ પૂજા ગુપ્તા છે, મારી પાસે વંશિકા બ્યુટી પાર્લર નામનું પાર્લર ચલાવું છું. હું બડૌતની રહેવાસી છું. હું જાવેદ હબીબ સરના એક સેમિનારમાં ગઈ હતી. તેણે મને હેરકટ માટે સ્ટેજ પર બોલાવી. તેમણે મારી સાથે ગેરવર્તન કર્યું, તેણે બતાવ્યું કે પાણી ન હોય તો થૂંકથી પણ વાળ કાપી શકાય છે. મે તેમની પાસે હેર કટ કરાવ્યા નથી, હું શેરીના વાળંદ પાસે વાળ કપાવીશ પણ જાવેદ હબીબના પાસે નહીં.
નેશનલ કમિશન ફોર વુમન (NCW) એ દિલ્હી પોલીસ કમિશનર રાકેશ અસ્થાનાને હેરસ્ટાઈલિસ્ટ જાવેદ હબીબને વાયરલ વીડિયોમાં મહિલાના વાળ પર કથિત રીતે થૂંકવા બદલ પત્ર લખ્યો છે અને આ મામલે પગલાં લેવા વિનંતી કરી છે.