ખાટા ફળ તેને કહે છે, જેની અંદર આંબલી જેવા પદાર્થો પુષ્કળ પ્રમાણમાં મળી આવે છે. તેમાં સંતરા, દ્રાક્ષ, મોસમી, લીંબુ, નારંગી વગેરેનો સમાવેશ થાઈ છે.
સામાન્ય રીતે આ ફળોને વિટામીન-સી ના શ્રેષ્ઠ સ્રોત માનવામાં આવે છે, પરંતુ આ ફળોમાં કેટલાક જરૂરી પોષક તત્વો જેમ કે ફાઈબર, પોટેશિયમ, ફૉલેટ, કેલ્સિયમ, થાઇમીન, નિયાસિન, વિટામીન બી6 અને વિવિધ પ્રકારોના ફાઇટો-કેમિકલ્સ રહેલા છે.
લીંબુ
લીંબુ જીવાણુરોધક, એન્ટિવાયરલ અને પ્રતિરોધક બુસ્ટિંગ ગુણધર્મોથી ભરેલું છે. લીંબુ વજન ઘટાડવા માટે ખૂબજ ઉપયોગી માનવામાં આવે છે. લીંબુ માં સાઇટ્રિક એસિડ, વિટામીન સી, કેલ્શિયમ, મેગ્નેશિયમ, બાયપ્લોનાઇડ, પેક્ટીન અને લિમોનેન હોય છે, જે રોગપ્રતિકારક સિસ્ટમ મજબૂત બનાવે છે.
દ્રાક્ષ
દ્રાક્ષ થોડા કડવા અને ખાટ્ટા સ્વાદ માટે જાણીતી છે. આ કેન્સરથી રક્ષણ આપવામાં પણ મદદ કરે છે. દ્રાક્ષના સેવનથી રોગપ્રતિકારક શક્તિ પણ વધે છે અને પાચનક્રિયામાં પણ ફાયદો થાય છે.
સંતરા
વિટામિન્સ સી, પોટાશિયમ અને બીટા કેરોટીનથી ભરપૂર સંતરા અનેક આરોગ્ય લાભો માટે એક આદર્શ સ્રોત છે. સંતરાના ઉપયોગથી હૃદય સંબંધી સમસ્યાઓ થી પણ છુટકારો મળે છે.
ખાટ્ટા ફળો ખાવામાં આ સાવચેતી પણ રાખવી જરૂરી
ખાટા ફળમાં સાઈટ્રિક એસિડ મળી આવે છે જો કે તે સામાન્ય રીતે સલામત છે, પરંતુ એસીડનો વધુ ઉપયોગ કરવાથી પેટમાં બરવું, ઉલ્ટી થવી જેવી કેટલીક ખરાબ અસરોનો સામનો પણ કરવો પડે છે. સંવેદનશીલ ત્વચાવાળા લોકોએ સાઈટ્રિક એસિડ યુક્ત ક્રીમનો ઉપયોગ કરવાથી દૂર રહેવું જોઈએ.