કેવાઇસી અપડેટ નહીં થયું હોય, તો પણ બેન્ક તમારું ખાતું સ્થગિત નહીં કરી શકે.

 

અબતક, નવીદિલ્હી

દેશમાં દરેક લોકોને આર્થિક સલામતી જળવાય રહે તે માટે આરબીઆઈ દ્વારા એક નવો નિયમ લાગુ કરવામાં આવ્યો છે જેમાં જે બેંક ખાતા એ પોતાના કેવાયસી અપડેટ નથી કરાવ્યા હોય તેઓ આગામી 31 માર્ચ સુધી અપડેટ કરાવી શકશે અને સામે તેઓના બેંક ખાતા પણ બંધ થશે નહીં. બીજી તરફ આવતી કાલથી છ જેટલા નાણાકીય પરિબળો માં નિયમો બદલાઈ રહ્યા છે જેમાં એટીએમ ચાર્જ, બેન્ક લોકર, જીએસટીમાં બદલાવ, ઇપીએફ યોગદાન, રિટર્ન મોડું ફાઇલ કરવામાં લાગતી પેનલ્ટી, કેશ ડિપોઝિટ ના ચાર્જ ના મુદ્દે નિયમ બદલી રહ્યા છે .

એટલું જ નહીં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ પણ વિવિધ યોજનાઓ ના ભાગરૂપે સમય અવધિ વધારવા માટેની કામગીરી હાથ ધરી રહી છે અને આરબીઆઈ દ્વારા ફરી કેવાયસી અપડેટ માટેની સમય અવધિ વધારે છે આ પૂર્વે આજે છેલ્લો દિવસ હતો પરંતુ કોરોનાના સોમા વધારો થતાં ની સાથે જ આરબીઆઇ દ્વારા ફરી નિયમ બદલાવ લાવવામાં આવ્યો છે અને આ ઊઠીને 31 માર્ચ એટલે કે વધુ ત્રણ માસ સુધી લંબાવવામાં આવેલ છે.

બોક્સ…. આજના દિવસમાં જ તમારા યુએએન ખાતાને આધાર સાથે લિંક કરાવી દયો

સરકાર પ્રોવિડન્ટ ફંડ પોર્ટલ જે સમયથી શરૂ કર્યું છે તેમાં મુખ્ય હેતુ એ છે કે લોકોને ઝડપથી તેમનું પીએફ મળતું રહે. પરંતુ સરકારે વધુ એક વખત પીએફ ધારકોને સૂચિત કરતા જણાવ્યું છે કે 31 ડિસેમ્બર ના દિવસ સુધી જે યુએએન ખાતા નંબર આધાર સાથે લિંક કરેલ હશે તેમાં જ હવે કન્ટ્રીબ્યુસન શક્ય બનશે અને જે ખાતા લિંક થયેલા નહીં હોય તેમાં કન્ટ્રીબ્યુસનને રોકી દેવામાં આવશે. પરંતુ ઘણા લોકોને એ વાતનો ખ્યાલ નથી હોતો કે યુએન ખાતા નંબર ને આધાર સાથે કેવી રીતે લિંક કરી શકાય ?

-http://unifiedportalmem.epfindia.gov.in પર લોગીન થવાનું રહેશે.
– કેવાઇસી વિકલ્પને પસંદ કરી મેનેજ ટેબ પર જવાનું રહેશે.
– આધાર વિકલ્પને પસંદ કરી, કેવાઈસી ડોક્યુમેન્ટ એડ કરવું પડશે.
– આધારકાર્ડ નંબર નાખવાનો રહેશે.
– ત્યાર બાદ સેવ કરવાનું રહેશે

આ પાંચ પગલા અનુસર્યા બાદ જે તે વ્યક્તિ તેનું યુએન ખાતુ આધાર સાથે લિંક કરાવી શકશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.