એક સ્માર્ટફોન યુઝર્સ માટે એક ચોકાવનારી ખબર સામે આવી છે.તમારો ફોન સાઉન્ડનાં આધારે હેક થઈ શકે છે.સ્માર્ટફોન પર તે પ્રકારથી કરવામાં આવતા એટેકને મ્યુઝિકલ વાયરસ કહેવાય છે.યુનિવર્સીટી ઓફ સાઉથ કેરલાનાં કોમ્પ્યુટર સિક્યુરીટી રિસર્ચરએ ખામીની જાણકારી મેળવી  છે.આ ટેકનીક હેઠળ કોઈ પણ સ્માર્ટફોન હેક થઇ શકે છે.

રિસર્ચર્સ પોતાના રિસર્ચમાં 5 અલગ અલગ કંપનીઓની ચિપનો ઉપયોગ કરી રહેલ 20 કોમર્સિયલ બ્રાન્ડ્સમાંથી અડધા સ્માર્ટફોનમાં એવી ખામી મળી આવી છે તમને જણાવી દઈએ અત્યારે કંપનીઓ સેલ્ફ ડ્રાઈવિંગ કાર અને ટ્રેક વગેરે બનાવવામાં લાગેલી છે.પરંતુ જો કોઈ ખામી રહી જાય તો તેનો ફાયદો ઉઠાવીને કોઈ દુરથી જ વાહનોને કંટ્રોલ કરી શકે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.