ગુજરાતના રત્નએ પર્યાવરણ અને વન્યજીવ સંરક્ષણ ક્ષેત્રે જે કાર્ય કર્યું છે અને એટલુંજ નહીં વિશ્વે એની જે નોંધ લીધી છે એ જોઈ છાતી ગજ ગજ ફુલશે..
નામ : મહારાજ કુમાર ડો. રણજિતસિંહજી પ્રતાપસિંહજી ઝાલા જન્મ : 19 ફેબ્રુઆરી 1939 , વાંકાનેર રાજપરિવારમાં, ગુજરાત.
ડો.એમ. કે. રણજીતસિંહજીએ દિલ્લી યુનિવર્સિટીથી ઈતિહાસ વિષય સાથે માસ્ટર ઓફ આર્ટ્સની ડીગ્રી મેળવી, ના આપણને દુર્ગમ લાગતા પહાડને ઓળંગી એટલે કે સિવિલ સર્વિસ પાસ કરી ઈ. સ. 1961માં મધ્ય પ્રદેશ કેડરના આઈ. એ.એસ બન્યા અને સૌપ્રથમ કલેકટર તરીકે મંડલા જિલ્લામાં એમનું પોસ્ટિંગ થયું, પરતું એમને તો જાણે પ્રકૃતિ બોલાવતી હતી, પ્રશાસનના સર્વોચ્ચ હોદ્દા શોભાવી પ્રકૃતિ માટે કંઈક શ્રેષ્ઠ કરવા જાણે જન્મ્યા હોય એમ ગ્રાસરૂટથી તેઓએ પહેલાં પ્રકૃતિના મહત્ત્વના અંગ એવા પર્યાવરણ અને વન્યજીવોને જાણ્યા, સમજ્યા એના સંરક્ષણ માટે જાણે દ્રઢ નિશ્ચિયિ બન્યાં. અને એમણે નિ:સ્વાર્થ પોતાનું જીવન આ પ્રાકૃતિક પર્યાવરણ અને વન્યજીવો માટે સમર્પિત કરી દીધું, પોતે મોટા રાજ્યના મહારાજ કુમાર હતાં, સાથે કલેકટર, સચિવ જેવા ઉચ્ચ હોદ્દા પર પણ આસીન હતા છતાં લેશ માત્ર અભિમાન નહીં, એકદમ સરળ સાદું જીવન જીવ્યા અને હજી એમજ જીવે છે, ડો.એમ. કે. રણજીતસિંહજી બાપાને એમની આ સરળતાથી પ્રસન્ન પ્રાકૃતિએ જાણે એમના નામે અનેક કીર્તિમાંનો કર્યા હશે..
ડો.એમ. કે. રણજીતસિંહજીએ પોતાના કાર્યકાળ દરમિયાન શોભાવેલા ઉચ્ચ હોદ્દાઓ :-
સૌ પ્રથમ જ્યારે કલેકટર હતા ત્યારેજ ભારત સરકારના બારાસિંગા (હરણની એક જાત) બચાવો અભિયાનમાં સક્રિય ભૂમિકા નિભાવી,
— તેઓ મધ્ય પ્રદેશમાં કલેકટર અને ઉપસચિવ તરીકે ઈ. સ. 1962 થી 1971 સુધી કાર્ય કર્યું,
— ઈ. સ. 1971 થી 75 દરમિયાન ઉપસચિવશ્રી (વન અને વન્યજીવ), ડાયરેક્ટરશ્રી (વન્યજીવ) ભારત સરકાર તરીકે સેવા આપી.
— ઈ. સ. 1975 થી 80 દરમિયાન વૈશ્વિક કક્ષાએ ગૌરવ થાય તેવું પદ શોભાવતા તેઓ નૈરોબી અને બેન્કોક ખાતે સંયુક્ત રાષ્ટ્ર સંઘના પર્યાવરણ કાર્યક્રમના પ્રાદેશિક સલાહકાર રહયા.
— ઈ. સ. 1985 થી 89 દરમિયાન સંયુક્ત સચિવશ્રી (વન્ય અને વન્યજીવ) પર્યાવરણ અને વન મંત્રાલય ભારત સરકાર દિલ્હી માં સેવારત રહ્યા.
— ઈ. સ. 1989 થી 92 દરમિયાન એડી.સેક્રેટરી(સચિવ)શ્રી અને પરિયોજના ડાયરેક્ટરેટ, એડી.સેક્રેટરી(સચિવ)શ્રી પર્યાવરણ અને વન મંત્રાલય, ભારત સરકારમાં ઉચ્ચ પદ પર રહ્યા.
–ઈ. સ. 1993 થી 95 ચેરમેનશ્રી, નર્મદા ઘાટી ડેવલોપમેન્ટ ઓથોરિટી ભારત સરકાર.
— ઈ. સ. 1995 થી 96 ડાયરેક્ટર જનરલ કાઉન્સિલ ફોર એડવાન્સમેન્ટ ઓફ પીપલ્સ એક્શન એન્ડ રુલર ટેકનોલોજી ભારત સરકારના ઉચ્ચ પદેથી તેઓ સિવિલ સર્વિસ માંથી નિવૃત્ત થયાં. પણ પર્યાવરણ અને વન્યજીવ સંરક્ષણના કાર્ય માંથી નહીં. તેઓને તો હજુ પ્રકૃતિમાટે ઘણું કરવાનું હતું, અને ઘણું કરી રહ્યા છે, જ્યાં કાર, બાઈક કે કોઈપણ વિહિકલ ન જઈ શકે એવા દુર્ગમ પહાડોમાં સનશોધન હેતુ દિવસ રાત જોયાવાગર એજ જોગીની જેમ દિવસોના દિવસો સુધી ફર્યા.
આ દરિયાન તેઓએ સૌથી મહત્વપૂર્ણ કાર્ય કર્યું જે કાર્ય તેઓને ભારતમાં પર્યાવરણ ક્ષેત્રે અમર કરનાર રહેશે તેઓએ ’1972નો વાઈલ્ડ લાઈફ (પ્રોટેક્શન) એકટ/કાયદો’ (ભારત સરકાર) તૈયાર કર્યો, તેનો સંપૂર્ણ મુસદ્દો ગ્રાસરૂટના તેઓના અનુભવ, જ્ઞાન દ્વારા તૈયાર કર્યો. જે ભારત વાસીઓ ખાસકરીને ગુજરાતી તરીકે ખૂબ ગૌરવ અનુભવવા જેવું છે,
મધ્યપ્રદેશ અને ભારત સરકારના ઉચ્ચ પદો સિવાય તેઓ ટ્રષ્ટિશ્રી ધ કારબેટ ફાઉન્ડેશન, સભ્યશ્રી નેશનલ ફોરેસ્ટ કમિશન, સભ્યશ્રી ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફોરેસ્ટ મેનેજમેન્ટ, સભ્યશ્રી ઇન્ટરનેશનલ ટ્રોપીકલ ટાઇમ્બર ઓર્ગનાઈઝેશન, સભ્યશ્રી મધ્યપ્રદેશ સ્ટેટ વાઈલ્ડલાઈફ બોર્ડ , 2006થી આજદિન સુધી.. કાર્યરત છે.
તેઓએ લખેલા પુસ્તકો/સંશોધનગ્રંથ/લેખ અને પ્રકાશન :-
1) ’ધ ઇન્ડિયન બ્લેકબગ’ (ઈ. સ. 1989)
2) ’અ લાઈફ વિથ વાઈલ્ડલાઈફ’ (ઈ. સ. 1995)
3) ’બેયોન્ડ ધ ટાઇગર’, પોટ્રેઈટ ઓફ એશિયન વાઈલ્ડ લાઈફ (ઈ. સ. 1997) વગેરે અનેક લગભગ ત્રણ ડઝન જેટલા શોધલેખો હશે..
ડો.એમ. કે. રણજીતસિંહજીને તેઓની સેવા અને શ્રેષ્ઠ કર્યો બદલ રાષ્ટ્રીય/આંતરરાષ્ટ્રીય સમ્માનો :-
1) વનયજીવ સંરક્ષણ (વાઈલ્ડલાઈફ ક્ધઝર્વેશન) માટે 2014માં લાઈફ ટાઈમ અચિવમેન્ટ એવોર્ડ આપવામાં આવ્યો.
2) ઈ. સ. 1989માં તેમને આંતરરાષ્ટ્રીય સમ્માન ’ધ ઓડર ઓફ ગોલ્ડ આર્ક’ થી સમ્માનિત કરવામાં આવ્યા,
સાથે જ 1991માં સંયુક્ત રાષ્ટ્ર સંઘના પર્યાવરણ કાર્યક્રમના 500 સમ્માનનિય વ્યક્તિઓની સૂચિમાં તેમનું સિલેક્શન થયું..
3) મને તો સૌથી વધુ આનંદ ત્યારે થયો જ્યારે ડો.એમ. કે. રણજીતસિંહજી બાપાને વિશ્વ પ્રસિદ્ધ મેગેઝીન દ્વારા વર્ષ 2018માં ’એનવાયરમેન્ટલ હિરો’ ના એવોર્ડથી સમ્માનિત કરવામાં આવ્યા..
આમ ડો.એમ. કે. રણજીતસિંહજી વિશે આતો ટૂંકી નોંધ માત્ર છે, આ સિવાય બાપાના અનેક ગુણો છે, પ્રેરણા દાયી વ્યક્તિત્વ છે, તેઓ સાચા સમાજ રત્ન છે કારણ સમાજના અનેક યુવાઓ આવા વ્યક્તિત્વોથી પ્રેરણા મેળવે છે, આશા છે આ લેખથી સૌ એક ઉત્તમ વ્યક્તિત્વ થી અવગત થશો જ સાથે જીવનમાં કંઈક હોવા છતાં નિરાભિમાન પણે સરળ બની કેમ સર્વોચ્ચ હોદ્દો મેળવી લક્ષ્યને પાર પાડી શકાય તેની પ્રેરણા પણ મેળવશો.
સંકલન: ધર્મરાજસિંહ જે. વાઘેલા (છબાસર)
જિલ્લા યુવા વિકાસ અધિકારી (ગુજરાત સરકાર)