જ્યારથી ઈન્ટરનેટનો બોહળા પ્રમાણમાં ઉપીયોગ થવા લાગ્યો છે, ત્યારથી સોશ્યિલ મીડિયા પ્લેટફોર્મનો વ્યાપ વધ્યો છે. સોશ્યિલ મીડિયા પ્લેટફોર્મથી ઘણા બધા લોકોની કિસ્મત ચમકી છે. જેની પાસે આવડત છે પણ પ્લેટફોર્મ નથી તેવા લોકો માટે સોશ્યિલ મીડિયા વરદાન રૂપ સાબિત થયું છે. હાલ છેલ્લા કેટલાક દિવસો થયા સોશ્યિલ મીડિયા પર એક કપલના વીડિયો ખુબ વાયરલ થયા છે. મોટા ભાગના લોકોએ તે કપલના ગીતોને પસંદ કર્યા છે, પણ બહુ ઓછા લોકો તે કપલ વિશે જાણતા હશે. ચાલો આજ તમને તે કપલ વિશે માહિતી આપીયે.

સચેત ટંડન અને પરંપરા ઠાકુર

00001હાલ સોશ્યિલ મીડિયા પર જે કપલના વીડિયો ધૂમ મચાવી રહ્યા છે, તે જોડીનું નામ સચેત ટંડન અને પરંપરા ઠાકુર છે. આ બંનેની જોડીને ચાહકો સચેત-પરંપરાના નામથી ઓળખે છે. સચેત લખનઉની રહેવાસી છે અને પરંપરા દિલ્હી નિવાસી છે.

કબીર સિંહ ફિલ્મના બેખયાલી ગીતથી ચર્ચામાં આવ્યા

kabir Sinh2019માં આવેલી શાહિદ કપૂરની હિટ ફિલ્મ કબીર સિંહનું બેખયાલી ગીત લોકપ્રિય રહ્યું છે. બહુ ઓછા લોકોને ખબર હશે કે તે ગીતમાં મધુર અવાજ આપનાર સચેત-પરંપરા છે. સચેત-પરંપરા ખુબ લાંબા સમયથી મ્યુઝિક જગતમાં કામ કરે છે. પરંતુ કબીર સિંહના આ ગીતથી બંને રાતો રાત લાઇમ લાઈટમાં આવી ગયા.

આ રિયાલિટી શોમાં ભાગ લીધો હતો

Showસચેત-પરંપરાએ 2015માં રિયાલિટી શો ‘ધ વોઇસ ઇન્ડિયા’માં ભાગ લીધો હતો. આ સિઝનમાં પરંપરા ઠાકુર માઇકા સિંહની ટીમમાં હતો, જયારે સચેત ટંડન હિમેશ રેશમિયાની ટીમમાં હતી. આ સીઝનમાં પરંપરા ઠાકુર ત્રીજા સ્થાન પર રહી હતી.

પવનદીપ રાજનથી છે ખાસ કનેકશન

Pavan Dipસચેત અને પરંપરાનું ઇન્ડિયન આઈડોલ 12 ના સિંગર પવનદીપ રાજનથી ખાસ કનેક્શન છે. જે શોમાં સચેત અને પરંપરાએ ભાગ લીધો હતો તે જ સીઝનમાં પવનદીપ રાજને પણ ભાગ લીધો હતો. અને તે દરમિયાન સચેત-પરંપરાની દોસ્તી પવનદીપ રાજન સાથે થઈ હતી. પવનદીપ રાજને ધ વોઇસ ઇન્ડિયાની એ સીઝન પણ જીતી હતી.

યુટ્યુબ પર બહુ ફેમસ છે આ બંનેની જોડી

Voice Indiaસચેત-પરંપરા આ નામથી જ પોતાની યુટ્યુબ ચેનલ ચલાવે છે. તેની ચેનલ પર 15 લાખ સબ્સ્ક્રાઇબર્સ છે. જેના દરેક વીડિયોમાં મિલિયન્સ વ્યુઝ આવે છે. હાલમાં બહાર આવેલો તેનો શોર્ટ વીડિયો ‘મીરા કે પ્રભુ’ ખુબ વાયરલ થયો હતો. આ વીડિયો મોટા ભાગના લોકોના સ્ટેટ્સમાં જોવા મળ્યો હતો. આ વીડિયો પર 2 કરોડથી વધુ વ્યૂઝ મળ્યા છે.

વિનાશ કાળે વિપરીત બુદ્ધિઃ નાપાક પાપનો ઘડો ભરાઈ ગયો? ગમે ત્યારે પાકિસ્તાનના હુક્કા-પાણી બંધ

ગયા વર્ષે બંનેએ લગ્ન કર્યા હતા

Mrgધ વોઇસ ઇન્ડિયાની સ્પર્ધા પૂર્ણ થયા બાદ બંને એક બીજાના સંપર્કમાં ન હતા. પરંતુ થોડા સમય બાદ મીકા સિંહની પાર્ટીમાં બંનેની ફરી મુલાકાત થઈ હતી. તે મુલાકાત બાદ બંનેની દોસ્તી વધવા લાગી અને આખરે એ દોસ્તી પ્રેમમાં બદલી ગઈ. આખરે સચેત-પરંપરાએ 27 નવેમ્બર 2020માં લગ્નના પવિત્ર બંધનમાં બંધાય ગયા હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.