ભારતીય સંસ્કૃતિની ધાર્મિક પરંપરા મુજબ વાસ્તુશાસ્ત્રનું ખૂબ જ મહત્વ છે. તેવી જ રીતે જાપાનમાં ફેંગશુઇનું મહત્વ છે, એ પણ વાસ્તુશાસ્ત્ર દર્શાવે છે. ફેંગશુઇ મુજબ વાંસના છોડને શુભ સૌભાગ્યવંતુ અને લાંબી ઉંમરનું પ્રતિક માનવામાં આવે છે.
વાંસનો આ અદ્ભૂત છોડ નકારાત્મક ઉર્જાનો નાશ કરે છે, આ સાથે તે પોતાની આજુ-બાજુના વાતાવરણને પણ શુધ્ધ કરે છે તેથી તેને ઘરમાં લગાવવો જોઇએ તો આજે આપણે તેની સાથે જોડાયેલી કેટલીક ટીપ્સ વિશે વાત કરીશું.
- વાંસનો છોડ ત્યાં લગાવવું જોઇએ જ્યાં પરિવારના દરેક સભ્યો સાથે બેસતા હોય વાંસના છોડને પૂર્વ દિશામાં મુકવુ એ શુભ મનાય છે. જેથી પરિવારના સભ્યો વચ્ચે પરસ્પર તાલમેલ જળવાઇ રહે છે.
- લીલા વાંસનું કુંડુ અથવા છોડ ઘર અથવા ઓફિસમાં જ્યાં પણ મૂકીએ, ત્યાં કલહ-કલેશ નથી થતો.
- ફેંગશુઇ મુજબ વાંસને ઘર અથવા ઓફિસમાં મૂકવાથી સમૃધ્ધિ, સ્વાસ્થ્ય અને સકારાત્મક ઉર્જા મળે છે.
- ઘરમાં આર્થિક સમૃધ્ધિ અને સુખ-શાંતિ માટે વાંસના છોડને મુકવાની સૌથી સારી દિશા પૂર્વ અથવા દક્ષિણ-પૂર્વ દિશા હોય છે.
- જીવનમાં ધનની ઉણપ ક્યારેય ન અનુભવાય તે માટે વાંસના 6 છોડવા રાખવા લાભદાયી છે. જે ધનને આકર્ષિત કરે છે.
- પતિ-પત્નિ વચ્ચે મધુરતા જળવાઇ રહે તે માટે લાલ રીબીનમાં લપેટવામાં આવેલા બે વાંસના છોડવાનો પ્રયોગ શુભ માનવામાં આવે છે.
- શિક્ષણની દ્રષ્ટિએ સુંદર ઉપલબ્ધિ, રચનાત્મકતા અને લેખનશૈલી સુંદર બનાવવા વાંસના બંચનો પ્રયોગ કરવો એ શુભ માનવામાં આવે છે. તેથી બાળકોના સ્ટડી રૂમ અથવા સ્થળ પાસે વાંસના નાનકડા છોડોને લગાવવા અત્યંત શુભ છે.