માનવ શરીરને સૌથી જરૂરીયાત વાળો વાયુ એટલે ઓક્સિજન. તેને પ્રાણ વાયુ પણ કહેવાય છે. કારણ કે તે પ્રાણ અથવા માનવીના જીવન સાથે જોડાયેલો છે. મેડીકલ સાયન્સનો ગમે તેટલો વિકાસ થાય કે નવીનવી શોધ થાય પણ માનવ શરીર જેટલી કોમ્પલેક્સ રચના કદાચ વિશ્ર્વમાં અન્ય કોઇ નહીં હોય. હાલ કોરોના મહામારીમાં ઓક્સિજન લેવલની વાતો સામાન્યજન પણ કરવા લાગ્યો છે. ઓક્સિમીટર આજે ઘેરઘેર લોકોએ વસાવી લીધા છે પણ કોરોના દર્દીને ખ્યાલ પણ ન આવે તે રીતે અચાનક તેના શરીરમાં ઓક્સિજનનું લેવલ ઘટી જાય છે. આવી સ્થિતી દર્દી માટે જોખમરૂપ છે. ઘણીવાર આજ કારણે દર્દી બેભાન કે મૃત્યુ થઇ જાય છે. ડોક્ટરની ભાષામાં તેને સાયલન્ટ હાઇપોકિસયા કહેવાય છે.
ઓક્સિજન લેવલને બરોબર રાખવા સૌથી અગત્યનું કાર્ય ફેફ્સા કરે છે. તે હવામાંથી ઓક્સિજન લે છે અને કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢે છે. તંદુરસ્ત માણસમાં ઓક્સિજન લેવલ 94 થી 100 વચ્ચે હોવું જરૂરી છે. હવામાંથી આ સાવ મફ્ત મળતો ઓક્સિજન મેળવવા ઘરમાં પુરતું વેન્ટીલેશન હોવું પણ જરૂરી છે. જો આ લેવલ 75 થી નીચે જાય તો ડોક્ટરની સારવાર લેવી જરૂરી છે. અત્યારે તો કોવિડ-19ના દર્દીઓમાં આ લેવલ નીચે જવાના મોટાભાગના કિસ્સા જોવા મળે છે. પોઝિટીવ દર્દીઓમાં ઓક્સિજન લેવલ ઓછું હોય ત્યારે કોઇ લક્ષણ પણ દેખાતાં નથી. જે ગંભીર બાબત છે. આપણું મગજ શરીરના કુલ ઓક્સિજન અને બ્લડનો અંદાજે 15 થી 20 ટકા ઉપયોગ કરે છે. જો મગજને 8 કે 10 સેક્ધડ પણ ઓક્સિજન મળે તો માણસ બેભાન અથવા મૃત્યું પામે છે. એક નવાઇ પમાડે તેવી વાત એ છે કે આપણે બગાસું ખાય ત્યારે મગજને સૌથી વધુ ઓક્સિજન મળે છે.
મેડીકલ સાયન્સનો વિકાસ કે નવી શોધ-સંશોધનો ભલે થયા પણ
માનવ શરીર જેટલી ‘કોમ્પલેક્સ’ રચના કદાચ વિશ્ર્વમાં અન્ય કોઇ નહી હોય !!
આપણાં શરીરને જીવંત રાખવા અને તમામ કાર્યો માટે જરૂરી ઉર્જા પૂરી પાડવા શરીરનાં અવયવો દિવસ-રાત કામ કરે છે. જેમાં જીવન રક્ષક જેવા ફેફ્સા, હૃદ્ય, મગજ અને લોહી જેવા અંગો આપણાં જન્મથી મૃત્યું સુધી અવિરત નોનસ્ટોપ કાર્ય કરે છે. આમાંથી જો એકની ખામી ઉભી થાય એટલે દવાખાને જવું જ પડે છે. તમને જાણીને નવાઇ લાગશે કે એક મિનિટમાં આપણું શરીરનું હૃદ્ય 70 વાર ધબકે, 16 વખત આપણે શ્ર્વાસ લઇએ, 7 થી 8 લીટર હવા શ્ર્વાચ્છોશ્ર્વાસમાં વાપરીએ, 5 લીટર લોહી પરિભ્રમણ કરે, 20 વાર આપણી આંખ પલકારા મારેને આપણાં બોનમેરોમાં 150 મિલિયન રક્તકણો પેદા થાય છે. આ ઉપરાંત પાચનક્રિયા, ખોરાકનું ગ્લુકોઝમાં રૂપાંતરણ તો ચાલુ જ રહે છે. આપણાં શરીરનું તાપમાન 37 ડિગ્રી સેલ્સિયમ હોય છે જો તેમાં વધઘટ થાય તો ચક્કર આવે કે બેભાન થઇ જવાય છે. બહાર ભલે 45 ડિગ્રી કે ઠંડીમાં માઇનસ વાતાવરણ હોય પણ શરીર તેનું 37 ડિગ્રી તાપમાન જાળવી રાખે છે. સામાન્ય રીતે શરીરમાં ઓક્સિજન લેવલ ઘટવાથી શ્ર્વાસની તકલીફ, થાક, તૂટક શબ્દોમાં વાત કરવી કે સક્ષમ ન હોવું જેવા લક્ષણો દેખાય છે. કોરોનાના ગંભીર કેસોમાં શ્ર્વાચ્છોશ્ર્વાસની ક્રિયામાં રૂકાવટ થતાં શરીરને મળતા ઓક્સિજન પુરવઠો અટકવાથી જીવિત રહેવું શક્ય નથી બનતું.
શ્ર્વસન પ્રક્રિયાને અવરોધતા રોગોને ક્રોનિક ઓબ્સ્ટ્રક્ટિવ પલ્મોનરી ડિસીસ કહેવાય છે. જેમાં તે ક્રમશ: આગળ વધતો અને ફેફ્સા સબંધિત થતો સૌથી સામાન્ય રોગ છે. જે વિશ્ર્વમાં મૃત્યુનો સૌથી મોટું કારણ છે. આ એક ફેફ્સાની સમસ્યા પણ છે. જેમાં હવાની અવર જવર કરતી શ્ર્વાસનળીઓમાં અવરોધ પેદા થાય છે અને નળી સાંકડી બનેને ખૂબ ઓછી હવા અંદર જઇ શકે છે ને એજ રીતે ફેફ્સામાંથી હવા ઓછી બહાર નીકળે છે. કોરોનામાં સ્વસ્થ થયા પછી પણ કેટલાક લોકોને ફેફ્સામાં અસર રહે છે જેને કારણે તેઓ થોડું ચાલે ત્યાં હાંફી જાય છે. થોડુ કામ કરે ત્યાં થાકી જાય, શ્ર્વાસ ચઢવા લાગેને લોહીમાં પણ ઓક્સિજન લેવલ જળવાતું નથી. ગંભીર સ્થિતિમાં દર્દીને વેન્ટીલેટર ઉપર રાખવા પડે છે.
ફેફ્સાને નુકશાન થયા બાદ માંસપેશીઓને સક્ષમ થતાં વખત લાગે છે. કોરોનાના આવા દર્દીને સારા થતાં ત્રણ માસ જેટલો સમય લાગે છે. કોરોનામાંથી બહાર નીકળેલ દર્દીઓમાં કેટલાક અશક્તિ લાગવી, શ્ર્વાસ ચઢવો, સ્નાયુની અશક્તિ કે દુખાવાની ફરિયાદ કરે છે. જેમાં નિષ્ણાંતો તેમજ ફિઝીયોથેરાપિસ્ટની જરૂર પડે છે. શ્ર્વાસ લેવામાં તકલીફ થાય ત્યારે કાર્બન ડાયોક્સાઇડ બહાર ન નીકળી શકવાને કારણે લોહીના પ્રવાહમાં ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડનું અસંતુલન ઉભું થાય છે.જ્યારે કોઇ દર્દીના શ્ર્વસનતંત્રમાં એટલી તાકાત હોતી નથી કે પોતે ખુદ શ્ર્વાસ લઇ શકે તેવા સંજોગોમાં વેન્ટીલેટર ઉપર લેવા પડે છે.
જેમાં એક ટ્યૂબ થકી શ્ર્વાસ નળી સાથે જોડી દેવાય છે. વેન્ટિલેટર માણસના ફેફ્સા સુધી ઓક્સિજન પહોંચાડવાનું કામ કરે છે અને શરીરમાંથી કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢે છે. બીજી ટેકનીકમાં મોઢાને નાકને કવર કરીને ઓક્સિજન ફેફ્સા સુધી પહોંચાડાય છે.
કોરોનાના દર્દીને ખ્યાલ પણ ન આવે તે રીતે અચાનક તેના શરીરમાં ઓક્સિજનનું સ્તર ઘટી જાય છે. આવી સ્થિતિ દર્દી માટે જોખમરૂપ હોય જેમાં દર્દીનું મૃત્યુ પણ થાય છે, મેડિકલ સાયન્સમાં તેને સાયલન્ટ હાઇપોકિસયા કહેવાય છે
આપણાં ફેફ્સા શરીરને ઓક્સિજન આપતું એકમાત્ર માધ્યમ છે, તે ઓક્સિજન લઇને કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢે છે, આપણાં શરીરનું સામાન્ય તાપમાન 39 ડિગ્રી સેલ્સિયસ હોય છે
આપણે બગાસું ખાય ત્યારે મગજને સૌથી વધુ ઓક્સિજન મળે છે
આપણું મગજ શરીરનાં કુલ ઓક્સિજન અને બ્લડનો અંદાજે 15 થી 20 ટકા ઉપયોગ કરે છે
શરીરનું ઓક્સિજન લેવલ 94થી 100 વચ્ચે હોવું જોઇએ
આપણાં શરીરમાં તંદુરસ્ત માણસમાં 94 થી 100 વચ્ચે હોવું જોઇએ. આ સ્તર 94 થી નીચે જાય તો સારવારની જરૂર પડે છે. જો આ લેવલ 95 થી ઓછું હોય તે શરીરની સ્થિતિ ગંભીર ગણાય છે. હાલ કોવિડ પોઝિટીવ દર્દીઓમાં ઓક્સિજન લેવલ ઓછું હોય ત્યારે તેમને કોઇ લક્ષણો દેખાતાં નથી. આપણું મગજ લોહી અને ઓક્સિજનનો ઉપયોગ 20 ટકા જેટલો કરે છે. જો તે 8 કે 10 સેક્ધડ જ ન મળે તો માણસ બેભાન થાય છે. આપણે બગાસું ખાય છીએ ત્યારે મગજને ઓક્સિજન વધુ મળે છે.
મનુષ્ય એક શ્ર્વાસમાં 500 મિલીમીટર હવા ખેંચે છે
આપણા શરીર ઘણી રોચક વાતો આપણે ખુદ જાણતા નથી હોતા. રોજીંદા દિવસમાં આપણું શરીર શું અને કેટલુ કામ કરે છે તે જાણવું જરૂરી છે. આપણી ચામડીનું વજન 4 કિલોગ્રામ છે. શરીરની બધી જ ઉર્જાનો અડધો ભાગ ફક્ત માથા દ્વારા ખર્ચ થાય છે. શ્ર્વાસ રોકેલો રાખવાથી પણ મનુષ્યનું મૃત્યુ થતું નથી. આપણી 33 ટકા જીંદગી ઉંઘવામાં જ પસાર થઇ જાય છે. મનુષ્ય પોતાના એક શ્ર્વાસમાં 500 મિલીમીટર હવા ખેંચે છે. આપણું હૃદ્ય મીનીટમાં 70 વારને આખા દિવસમાં એક લાખથી વધુ વાર ધડકે છે. આપણે આખા દિવસમાં 20 હજાર વાર પાંપણ ઝપકાવીએ છીએ. એક તંદુરસ્ત માણસના શરીરમાંથી લગભગ સવા લીટર પરસેવો પ્રતિદીન નીકળીને હવામાં ઉડી જાય છે. આપણું મગજ જુદી-જુદી 10 હજાર ગંધોને તેની અંદર સ્ટોર કરી શકે છે, યાદ રાખી શકે છે અને ઓળખી પણ શકે છે. એક સામાન્ય માણસ જીવન દરમ્યાન 60 હજાર પાઉન્ડ ખોરાક આરોગે છે. એક વ્યક્તિ પોતાના 60 વરસના જીવનકાળમાં લગભગ એક લાખ કિ.મી. ચાલે છે.