અબતક, નવીદિલ્હી
હાલ તહેવારોની મોસમ હોવાના કારણે ગિફ્ટ આપવા અથવા લેવા પહેલા વિચાર કરવો અનિવાર્ય
હાલ તહેવારોની મોસમ ચાલી રહી છે અને આગામી નજીકના દિવસોમાં ક્રિસમસ અને ઇંગલિશ નવું વર્ષ આવશે ત્યારે આ સમય દરમ્યાન લોકો એકબીજાને અનેકવિધ ગિફ્ટ આપતા હોય છે અને સામે કોઈપણ ગિફ્ટ સ્વીકારતા પણ હોય છે પરંતુ જરૂરી એ છે કે જે ગિફ્ટ આપવામાં આવે છે અને જે ગિફ્ટ છે તેને ગિફ્ટ એ કર પણ ચૂકવવો પડે કે કેમ તે જાણવું પણ એટલું જ જરૂરી છે. ઘણી ગિફ્ટ પ્રકારની હોય કે જેમાં એક પણ પ્રકારનો ટેક્સ ચૂકવવામાં આવતો ન હોય તો સામે ઘણી એવી પણ ગિફ્ટ છે કે જેના ઉપર જે તે વ્યક્તિ જેમ કે ગિફ્ટ આપનાર વ્યક્તિ અથવા ગિફ્ટ લેનાર વ્યક્તિ એ કર ચૂકવવો પડતો હોય છે.
સ્થિતિને ધ્યાને લઇ દરેક લોકોએ એ વિચાર કરવો ખૂબ જ જરૂરી છે કે તેવું જે વ્યવહાર કરી રહ્યા છે તે ટેકસેબલ છે કે નોન ટેકસેબલ. આ અંગે કરદાતાઓને ખ્યાલ આવે તો તેઓ તેમના ઇન્કમટેક્સ રિટર્ન માં આ અંગેની માહિતી નો ઉલ્લેખ પૂર્ણતઃ કરી શકે. આ લોકો આ બાબતોથી અજાણ હોય છે કે કઇ ગિફ્ટ આપવાથી કર લાગે છે અથવા તો કઈ ગિફ્ટ લેવાથી લેનારને કર ચૂકવવો પડે છે.
કર ન લાગે તે ગિફ્ટ
નીચે મુજબ ચાર એવી સોગાતો છે કે જેના ઉપર લેનાર અને આપનારને કોઈપણ પ્રકારનો કર ચૂકવવો પડતો નથી
1. આવકવેરાના નિયમોમાં જાહેર કરવામાં આવતી ગિફ્ટ જેવી કે કોઈપણ સગા સંબંધી કે પરિવારજનો અથવા તો માતાપિતા પાસેથી મળેલી ગિફ્ટ અથવા તો આપવામાં આવેલી ગિફ્ટ પર કર ચૂકવવો નથી પડતો
2.લગ્ન સમયે આપવામાં આવેલી ગિફ્ટ્સ
3. વિલ અથવા વારસાઈમાં મળેલી કોઈ પણ ભેટ અથવા સોગાત
4. મરનાર વ્યક્તિ એ આપેલી સોગાત ઉપર પણ ટેકસ ન લાગી શકે
કર લાગે તે ગિફ્ટ
આ કેટેગરીમાં જે ગિફ્ટ આપવામાં આવેલી હોય તેના પર ટેક્સ ચૂકવવો પડે છે જેથી તે ટેબલ ગિફ્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે
1. કોઇપણ વ્યક્તિ દ્વારા કોઈપણ નાણાકીય વર્ષમાં ૫૦ હજારથી વધુ રકમ કે કેસ,ચેક અથવા તો ઇલેક્ટ્રોનિક મોડ મારફતે આપવામાં આવેલા હોય તો તે રકમ અથવા તો રકમ રૂપે અપાય ગિફ્ટ એક ટેકસેબલ તરીકે ઓળખવામાં આવે છે.
2. કોઇપણ વ્યક્તિ દ્વારા ગિફ્ટ પેટે જમીન અથવા તો બિલ્ડીંગ આપવામાં આવે તો તે પ્રોપર્ટી પર ચૂકવવો ફરજિયાત છે.
3. હું બાઇબલ પ્રોપર્ટી જેમકે ગોલ્ડ અથવા તો શેર જે કોઇ વ્યક્તિને ગિફ્ટ પેટે આપવામાં આવેલા હોય અને તેની ફેર માર્કેટ વેલ્યુ ૫૦ હજારથી વધુ જોવા મળતી હોય તો તે ગિફ્ટ ટેબલ માનવામાં આવે છે.