Googleમાં પાણીપુરીનું ડૂડલ

પાણીપુરી ગોલગપ્પા અત્યારે મહિલાઓ માટે ખાસ ફેવરેટ આઈટમ બની છે તેમાં પણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પાણીપુરી મળે એટલે બીજું કંઈ ન જોઈએ પાણીપુરી ક્યાંથી આવી કોણે બનાવી તેનો ઇતિહાસ રોચક છે સામાન્ય રીતે ઉત્તર પ્રદેશમાં પાણીપુરીનું ચરણ વધારે હતું પરંતુ એક નવા સંશોધન મુજબ પાણીપુરી નો ઇતિહાસ તો સદીઓ જૂનો છેગૂગલે આજે પાણીપુરનું ડૂડલ બનાવ્યું છે, પરંતુ શું તમે જાણો છો કે પાણીપુરી ની શોધ ક્યારે અને કેવી રીતે થઈ હતી.

તમને જણાવી દઈએ કે ,પાણીપુરીને દેશભરમાં અલગ-અલગ નામોથી ઓળખવામાં આવે છે, કેટલાક તેને ગોલગપ્પા, ગુપચુપ, ફુલકી વગેરે પણ કહે  પાણીપુરી આખા દેશના લોકોની ફેવરિટ છે. પાણીપુરી દરેકની ફેવરિટ હોય છે આજે તો પાણી પુરી ખાવામાં છોકરા, છોકરીઓને પણ ટક્કર આપે છે, ભારતીય સ્ટ્રીટ ફૂડમાં અનેક વેરાયટી આવે છે પરંતુ પાણીપુરી સૌથી હોટફેવરીટ છે. પાણીપુરીને દેશભરમાં જુદા જુદા નામોથી ઓળખવામાં આવે છે, ત્યારે દરેક લોકોના મનમાં એક જ પ્રશ્ન ઊભો થાય છે કે, પહેલીવાર પાણીપુરી (Panipuri) કોણે બનાવી હશે ? કેટલાક લોકો તેનો શ્રેય દ્રૌપદીને

પાણીપુરીનું કનેક્શન મહાભારત સાથે?

પાણીપુરીનો સંબંધ મહાભારતના સમયથી છે તેમ કહેવાય છે. દ્રૌપદીએ પાંડવો માટે પ્રથમ વખત પાણીપુરી બનાવી હોવાનું કહેવાય છે. લગ્ન પછી, જ્યારે દ્રૌપદી પાંડવો સાથે તેના સાસરે પહોંચ્યા, ત્યારે કુંતીએ તેની પુત્રવધૂ દ્રૌપદીની પરીક્ષા કરવાનું વિચાર્યુ. કારણ કે તે સમયે પાંડવો વનવાસ પર હતા. તેમની પાસે ખાવા માટે વધુ સામગ્રી નહોતી. આવી સ્થિતિમાં કુંતી તેની પુત્રવધૂ દ્રૌપદી ઘર સંભાળવામાં કેટલી કુશળ છે તે ચકાસવા માગતા હતા. આવી સ્થિતિમાં કુંતીએ દ્રૌપદીને થોડા બટાકા, મસાલા અને થોડો લોટ આપ્યો.આ સામગ્રીઓ આપતાં તેમણે કહ્યું કે, તેમાંથી કેટલીક સ્વાદિષ્ટ વાનગીઓ બનાવો.

જેથી પાંચ પાંડવોનું પેટ ભરાઈ  ત્યારે દ્રૌપદીએ લોટની પુરી બનાવી અને તેને બટાકાના મસાલા સાથે પાણી સાથે પીરસી. આ યુક્તિ કામ કરી ગઈ. પાંડવોને પાણી પુરી ખુબ પસંદ આવી અને તેમનું પેટ પણ ભરાઈ ગયું હતુ. કુંતી પણ આનાથી ખૂબ પ્રસન્ન થઈ. એવું માનવામાં આવે છે કે આ રીતે પાણીપુરીની શોધ થઈ હતી. પાણીપુરી ની શોધ અને તેના આવિષ્કાર વિશે ઘણા સંદર્ભ ગ્રંથોમાં જોવા મળે છે પરંતુ જે રીતે છેલ્લા 50 વર્ષથી પાણીપુરી એ ફાસ્ટ ફૂડમાં હોટ ફેવરેટ સ્થાન મેળવ્યું છે તે જોતા પાણીપુરીને અર્વાચીન મેન્યુ વ્યંજન કહેવામાં આવે છે પરંતુ પાણીપુરી ના મૂળિયા ખૂબ ઊંડા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.