ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કા માટે કુલ 1700 ફોર્મ ભરાયા છે. જેમાં સૌથી વધુ સુરતમાં 246 ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે. મંગળવારે ફોર્મ ભરવાના અંતિમ દિવસે કુલ 1215 ઉમેદવારોને દાવેદારી નોંધાવી છે.
હવે આજથી ફોર્મ ચકાસણીની પ્રક્રિયા શરૂ થશે અને 24 નવેમ્બર સુધીમાં ફોર્મ પરત ખેંચી શકાશે. કુલ 89 બેઠકો માટે 1700 જેટલા ફોર્મ ભરાયા છે ત્યારે હવે જોવાનું એ રહે છે કે કેટલા ફોર્મ પરત ખેંચાય છે અન કેટલા ફોર્મ રદ્દ થાય છે. ત્યાર બાદ જ વિગતો બહાર આવશે કે કુલ કેટલા ઉમેદવારો પ્રથમ તબક્કાની ચૂંટમી માટે મેદાનમાં છે.