જો આ પદ્ધતિનો સ્વીકાર થાય તો આજનો શિક્ષક જ્ઞાન ભરવાની ઝંખનામાંથી મુકત થાય: માનસશાસ્ત્રમાં નવો દ્રષ્ટિકોણ ઉભો કરીને વ્યક્તિ-વ્યક્તિ, સમાજ-સમાજ અને રાષ્ટ્રવચ્ચેના સંબંધને નવી સાંકળથી જોડે છે
ગિજુભાઇ બધેકાએ મોન્ટેસોરી પદ્ધતિમાંથી તારવેલ કેળવણી, વિજ્ઞાન, માનસશાસ્ત્ર અને સમાજશાસ્ત્રમાં નવી દ્રષ્ટિની વાત રજુ કરી છે
‘બાલ શિક્ષણ મને સમજાયું તેમ’ પુસ્તક દરેક મા-બાપે, શિક્ષકે અને બાળ સર્વાંગી વિકાસ સાથે જોડાયેલ તમામે એક વાર અવશ્ય વાંચવા જેવું છે.
ગુગલના સ્થાપક લેરીપેજ અને સેર્ગેઇ બ્રિન, સીન-ડિડી, કોમ્બસ, જુલિયા ચાઇલ્ડ, થોમસ એડિસન, પ્રિન્સિસ વિલિયમ, હેરી અને ફ્રેંક આ બધામાં એક વાત સામાન્ય હતી કે તેઓ બધા મોન્ટે સોરી આધારીત શાળામાં શિક્ષિત હતા. આ શિક્ષણ પદ્ધતિ ઇટાલિયન ફિઝિશિયન અને શિક્ષણકાર મારીયા મોન્ટે સોરી દ્વારા વિકસાવવામાં આવી હતી. આ પદ્ધતિના વર્ગમાં તમારૂ બાળક 3થી 5 કે 6 વર્ષના વય જુથનો ભાગ છે.
મોન્ટીસોરી પદ્ધતિ કેવળ શિક્ષણ પદ્ધતિ નથી. નથી એ કેવળ કેળવણીમાં ક્રાંતિકારક પ્રખર વિચાર; એ નથી માત્ર વૈજ્ઞાનિક દુનિયામાં નવું સત્ય; નથી એ માત્ર આર્થિક મુશ્કેલીનો એકલો જવાબ કે નથી એ છેક આજના રાજકારણની મૂંઝવણની ગૂંચનો સફળ ઉકેલ. એ એક દૃષ્ટિ છે, એ એક નવીન પ્રકાશ છે. જીવન અખંડ અને અવિભાજ્ય છે; એનાં પાસાં અનેક છે. શિક્ષણ, સમાજ વગેરે એનાં અનેક પાસાં છે. આ નવો પ્રકાશ જીવનસમસ્તને પ્રકાશિત કરી તેનાં પાસેપાસાંમાં નવાં કિરણો ફેંકે છે. શિક્ષણમાં એ નવી પદ્ધતિ સ્થાપે છે; કેળવણીમાં નવા આદર્શ આપે છે; શિક્ષકની પદવીમાં કાંતિ કરે છે; સામાજિક ઘટનાની ભૂમિકા નવેસરથી રચે છે; માનસશાસ્ત્રમાં નવો દૃષ્ટિકોણ ઊભો કરે છે; વ્યક્તિ વ્યક્તિ, સમાજ સમાજ અને રાષ્ટ્ર વચ્ચેના સંબંધને નવી સાંકળથી જોડે છે અને મનુષ્યની શક્તિની તેમ જ ચારિત્ર્યની સફળતાની નવી કિંમત આંકે છે.
આ પદ્ધતિ એ કેવળ શિક્ષણ પદ્ધતિ નથી; એ જીવનની એક ફિલસૂફી છે. હિમાચલના ઉત્તુંગ શિખરે ચડી ચોમેર દૃષ્ટિ ફેંકતાં જેમ આસપાસનો સમગ્ર પ્રદેશ હસ્તામલક ભાસે છે – ઊંડી ખીણો, ઊંચા ટેકરા, વિશાળ મહાનો અને ક્ષીણ સ્રોતસ્વિનીઓ, ગગનસ્પર્શી વૃક્ષો અને માને ખોળે રમતાં નાનાં નાનાં તૃણાંકુરો એ બધું જેમ એક પ્ટિમાં સ્પષ્ટ, સુસંગત, સહેતુક અને સુંદર લાગે છે તેમ શિક્ષણ, સમાજ, ધર્મ વગેરેથી ઊંચે ચડીને આ નવી દ્રષ્ટિથી ચોમેર નજર ફેંકતાં સમજાય છે કે આ તત્ત્વ ઇવન ફિલસૂફી છે.
કેળવણીમાં નવો ફાળો
જો મોન્ટેસોરી પદ્ધતિનો સ્વીકાર થાય તો આજનો શિક્ષક જ્ઞાન ભરવાની ઝંખનામાંથી મુકત થાય: ઉંચે બેસણેથી અધિકારી જેમ શિક્ષણદાનના ઘમંડમાંથી છૂટી જઈ શિક્ષક વિદ્યાર્થી પાસે પદ્ધતિનો અભ્યાસ કરવા બેસી જાય; વિદ્યાર્થીને શિક્ષા, ઈનામ, દોકડા, ચડાઊતરી ને ગોખણપટ્ટીમાંથી કેવળ મુક્ત કરે; પોતાના જ્ઞાનના પ્રકાશથી બાળકને આંજી દેવાને બદલે કે અંધ કરવાને બદલે સ્વયંશિક્ષણના માર્ગે સ્વત: વિચરતા બાળકની પાછળ પાછળ જઈ પોતે નવું જ્ઞાન સંપાદન કરે. આજના શિક્ષકને ધીરજવાન, સ્વાધીન, સંયમી, પ્રેમાળ અને શાસ્ત્રીય થવું પડશે. જાતના મહત્ત્વનું અભિમાન છોડી નમ્ર બનવું પડશે. ટૂંકમાં, ઘરમાં કે બહાર, શાળામાં કે સમાજમાં આજનો શિક્ષક મરી જઈને ફરી જન્મ પામશે. છે આ બધું આ નવી દ્રષ્ટિમાંથી ઉદ્ભવશે.
નવી દૃષ્ટિથી જોનારા કેળવણીકારો બાળકોને અભ્યાસક્રમ અને સમયપત્રકની બેડીમાંથી મુક્ત કરશે; હું પરીક્ષા-નિરીક્ષાના અત્યાર સુધીના પ્રયત્નોને હસી કાઢશે; કેળવણીનો ઉદ્દેશ કાંતો ઉપયોગી શહેરી હું બનાવવાનો, કાં તો રાજનિષ્ઠ વફાદાર પ્રજા બનાવવાનો, છે કાં તો પગભર ઊભો રહે તેવો આર્થિક રીતે સ્વતંત્ર એવો હું મનુષ્ય બનાવવાનો, કાં તો એક બીજા ઉપર વિજય ” મેળવી ચૂથેચ્છ જીવવાનો અત્યાર સુધી મનાયો છે એને લાત મારી એકલા મનુષ્ય વિકાસને જ કેળવણીના ઉદ્દેશ તરીકે સ્થાપિત કરશે; વિકાસ આગળ બીજું બધું ગૌણ ગણાશે, અને વિકાસ એ એક જ અભ્યાસક્રમ અને એક જ પરીક્ષણ ગણશે; અને મનુજ જીવનવિકાસ એટલે વ્યક્તિવિકાસની પરાકાષ્ઠામાં સમષ્ટિવિકાસની સાહજિકતા, વ્યક્તિ સ્વાતંત્ર્યની સંપૂર્ણતામાં સમષ્ટિની મુક્તિ, વ્યક્તિની સ્વાધીનતામાં સષ્ટિનું સ્વાતંત્ર્ય, આ જીવનવિકાસને ઉદ્દેશ તરીકે રાખી કેળવણીકારો કેળવણીની યોજના કરશે. નવીન પ્રકાશથી શાળા કટુંબજીવનના નવા પાઠો ભણાવશે, ગુંજારવ કરતી મધમાખીઓનો એક મધપૂડો બની ઉદ્યોગજીવનની નવી ઘટના બતાવશે અને સહકાર અને સહજીવનનું વિદ્યાલય થશે.
નવીન દૃષ્ટિનો સ્વીકાર થતાં આજની શાળાના ખર્ચેનો તથા માધ્યમિક અને મહાવિદ્યાલયની મ વ્યવસ્થાના અને શિક્ષણના પ્રશ્નોનો સહેજ ઉકેલ થઈ કે જશે. શિક્ષણ જીવનવ્યાપી પ્રવૃત્તિ છે. એ પ્રવૃત્તિનો ઊગમ અંદરથી છે. ઊગમનું મૂળ અંતરાત્માની ભૂખ છે. કોઈ બીજો માણસ કોઈને શીખવી શકે નહિ. વિકારાનો પાયો છે અનુભવ છે. અનુભવ સ્વતંત્ર ક્રિયામાં છે, ને રવતંત્ર ક્રિયા ફ બહારના અવિરોધમાં અને અંદરના યથેચ્છ, અસ્મલિત ને અપ્રતિહત આવિષ્કરણમાં છે. નવી દષ્ટિ શિયાણમાં આ આવિષ્કરણને પોપશે; એના માર્ગમાં આવતાં વિનોને દૂર રાખી જીવાત્મા જીવનઉદ્દેશ સિદ્ધ કરવા અનુકૂળતા કરી આપશે. વિકારા એટલે જીવાત્માન અનાદિ અવિરત પ્રયત્ન. આ પ્રયત્નને જે કાંઈ સહાયક છે તે સ્વીકાર્ય અને અન્ય સઘળું ત્યાજ્ય. આ નવી દષ્ટિ ત્યાગ-સ્વીકારના વિધિનિપધોની સુંદર મર્યાદા રચે છે. નવા પ્રકાશમાં ચાલતી નવી શાળાઓમાં શીખવવા ઉપરથી શીખવા દેવા તરફ, પાઠ્યપુસ્તકોના શિક્ષણ ઉપરથી સ્વયંલેખન તરફ, નક્કલોમાંથી સ્વયંભૂ સર્જનો તરફ જતી ગતિને આપણે જોઈશું. નવી દ્રષ્ટિ એટલે સુધારો-વધારો નહિ, સમાધાન નહિ, માંડવાળા નહિ પણ વહાણની નવી દિશાક્રાન્તિ-વિપ્લવ. સારામાં સારી જૂની દૃષ્ટિ અક્રોધ શિક્ષા ઉપદેશે, દેખાતું નિર્દોષ ઉત્તેજન આપે; નવી દૃષ્ટિ શિક્ષા ને ઈનામોનો કેવળ બહિષ્કાર કરે. જૂની દષ્ટિ રસથી પ્રસન્ન કરી શિક્ષણ આપે; નવી દષ્ટિ રસની ઉત્પત્તિ સ્વયંજનિત ન થાય ત્યાં સુધી રાહ જુએ. જૂની દૃષ્ટિ જ્ઞાન કેટલું થયું, સુંદરજ્ઞાન, ઉત્તમમાં ઉત્તમ જ્ઞાન કેટલું થયું તેનાંથી શિક્ષણની સફળતા માપે; નવી દૃષ્ટિ ગમે તે જ્ઞાન લેવાની શક્તિ કેટલી વધી એનાથી શિક્ષણનો તોલ કરે. જૂની દૃષ્ટિ આજ્ઞાને વશ વર્તનારને સ્વાધીન ગણે. વ્યવસ્થિત ગણે; જ્યારે નવી દષ્ટિ આજ્ઞા ઉઠાવનારી સ્વાભાવિક પ્રજા ઉત્પન્ન કરવામાં કૃતકૃત્ય માને. જૂની-નવી દષ્ટિનો આ ભેદ અને આ બે દષ્ટિઓ સાથે રહી શકે એમ નથી. એનો સમન્વય ભ્રમમૂલક અજ્ઞાન છે.
વિજ્ઞાનમાં નવો ફાળો
વિજ્ઞાનમાં આ દૃષ્ટિએ એક નવો પ્રદેશ ઉમેર્યો છે. અદ્યાપિપર્યત વિજ્ઞાનના વિષયોમાં ખનીજાદિ મૃત સૃષ્ટિ અને મનુષ્યતર જીવંત સૃષ્ટિ વિજ્ઞાનના વિધેય તરીકે હતી, પરંતુ મનુષ્ય પણ વિજ્ઞાનન-વૈજ્ઞાનિક અવલોકનની અને અખતરાનો વિધેય છે. એ વાત પહેલવહેલી ડો. મોન્ટીસોરી કરે છે. બેશક પ્રાયોગિક માનસશાસ્ત્રીઓએ આ દિશાનું દ્વાર ઉઘાડવાની શરૂઆત કરી હતી, પરંતુ મનુષ્યને સમજવી હોય, એની સમજણ ઉપર તથા એના અભ્યાસ ઉપર મનુષ્ય શું છે એ જાણવું હોય, ને એના જ્ઞાન ઉપર મનુણવિકાસ ક્યાં છે ને શામાં છે તેનો નિર્ણય કરવો હોય તો એક જ ઉપાય છે; તે એ કે મનુષ્ય એટલે કે બાળકને તેની રવાભાવિક સ્વતંત્ર સ્થિતિમાં અવલોકવું.
મોન્ટીસોરીએ બાળકને રવયંવિકાસ સાધવાની તક આપી. એમાંથી અને જીવનની અનેક બાજુનાં સત્ય જણાયાં. પ્રત્યેક બાળક બીજમાં છે; અહર્નિશ વધવાને મળે છેપોતાની મેળે પોતાનો ખોરાક નક્કી કરીને કેટલી અને કેવી રીતે લેવો તે સમજે છે; પોતાની મેળે જ રામયપત્રક ગોઠવી લે છે અને વ્યવસ્થાના પોતાના જ નિયમો રચે છે. બીજાનાં પ્રત્યક્ષ દર્શનીમાંથી મોન્ટીસોરીએ અત્યારના કેળવણી વિષયક માનસશાસ્ત્રમાં મહાન પરિવર્તન કર્યું છે. બાળકને અવલોકી અવલોકીને મોન્ટીસોરીએ જોયું કે મનુષ્ય તો સ્વાધીનતા માગે છે, વિરાજમાર્ગ છે અને આપે છે. એને નથી સત્તા જોઈતી કે નથી પરાધીન રહેવું ગમતું. એને નથી બીજાથી ચડિયાતું દેખાવું કે નથી પોતાથી અન્યને ઉતારી પાડવો. એ તો પોતાની ચડતીમાં, પોતાની પ્રગતિમાં મને રહેવા માગે છે. પોતે પોતાની જ સરખામણી માર્ગ છે. પોતે અંતર્મુખતાને સેવે છે. આ દર્શનથી દેખાયું કે આજનાં સ્પર્ધા, ઈનામ વગેરે ઉત્તેજક વિકાસનાં વિઘાતક છે, બલકે વિનાશક છે. સ્વતંત્ર પરિસ્થિતિમાં વિચરતા બાળકે અકથ્ય એવાં સર્જનો કરી બતાવ્યાં. સંગીતમાં, ચિત્રમાં અને લેખનમાં જે ઉમરે એમ માનવામાં આવે છે કે બાળકો કશું સમજે જ નહિ, તે ઉંમરે મોન્ટીસોરી શાળાનાં બાળકોએ ચમત્કાર ઉપજાવે તેવાં પરિણામો બતાવીને મોન્ટીસોરી પાસે કહેવરાવ્યું કે સર્જન સ્વાતંત્ર્યનું જ અપત્ય છે. આ છૂટવાળા વાતાવરણમાં બાળકે એકાગ્રતાનાં, ક્રિયાશક્તિનાં, બુદ્ધિશક્તિનાં અને કલ્પનાશક્તિનાં જે વિધવિધ પ્રદર્શનો બતાવ્યાં, તેમાંથી આજના શિક્ષણમાં એક નવું જ પૂરા આવ્યું છે. શિક્ષણની અને માનસશાસ્ત્રની પરિભાષા એક રહી પણ તેના અર્થમાં જબરદસ્ત ફેરફાર પડ્યો છે. પુનરાવર્તન આવશ્યક છે, પણ તે અંદરને કારણે મરજિયાત થવું જોઈએ; શિક્ષણની સફળતા માટે મરણશક્તિ આવશ્યક છે, પરંતુ ગોખાવવાથી તે નહિ વધે અને કૃત્રિમ રસથી તે થોડો જ વખત ચાલશે.
વિષયોનાં ઐચ્છિક પુનરાવર્તનો દ્વારા બહારના કોઈ પણ ઉત્તેજ વિશે અનેક વસ્તુઓનું જ્ઞાન મેળવનાર બાળકોના પરિચયમાંથી નક્કી થયું કે સ્મૃતિનો પાયો સ્વરસ છે, બુદ્ધિમાં લક્ષણો શાં છે એ તો તર્કવિશારદો નકકી કર્યું છે, પરંતુ એ લક્ષણો સ્વાભાવિકપણે જે બાળકો પોતાના વિકાસના કામમાં વાપરે છે. દાખલા તરીકે પોતાની મેળે વિકાસ કરતું બાળક તુલના, સામ્ય, વિરોધ, ક્રમ, વર્ગીકરણ, નિર્ણય વગેરે કરી લે છે અને સત્યને નિશ્ચિત કરે છે. વારંવાર કામ કરીને ક્રિયાશક્તિને અર્થાત્ સંકલ્પબળને બાળક દૃઢ કરે છે, એ જોવામાં આવતાં મોન્ટીસોરીએ નક્કી કર્યું કે સંકલ્પબળ અમુક નિયમો પરાણે પળાવીને નહિ આવી શકે પણ ઈચ્છાપૂર્વક વારંવાર કામ કરીને આવી શકશે. મોન્ટીસોરીએ બાલમાનસને અવલોકવાની પ્રયોગભૂમિ રચી બાલમાનસના નવા નવા પ્રદેશો પ્રત્યક્ષ કર્યા છે.
એમાંથી બાલવિકાસક સાહિત્યો શોધ્યો છે. ત્યાંથી જ આજે જેને આપણે મોન્ટીસોરી પદ્ધતિ કહીએ છીએ તેનો ઉદ્ભવ છે. છતાં ડો. મોન્ટીસોરી કહે છે તેમ હજી તો ના પ્રયોગશાળાનું પહેલું જ પ્રકરણ છે. હજી તો બાલવિકાસનાં અનેક દર્શનો બાકી જ છે અને મનુષ્યજીવનના અંત સુધી મોન્ટીસોરી શાળા પ્રયોગશાળા રહેશે. એક અહીંના બાલમંદિરનો દાખલો લઈએ અને તેમાં એક જ વિષયને સ્પર્શીએ. ચિત્રમાં બાળકોએ જે જાતજાતનાં ચિત્રો કાઢ્યાં છે તે જોવાથી કોઈને એમ જ લાગે કે આ બધું નાનાં બાળકો માટે અસંભવિત છે. પણ એનાથી જ ચિત્રકલા વિષયમાં નવું અજવાળું પડે છે. કેવળ પોતાની મરજીથી પાંચસો, હજાર, બે હજાર, ત્રણ ત્રણ હજાર ચિત્રો નવ વર્ષની ઉમરની અંદર કોઈ દિવસ કોઈ બાળકે કાઢેલાં સાંભળ્યાં છે ? રંગની પસંદગી, મિલાવટ, ગોઠવણનાં ચિત્રો વગેરે જોઈને સૌને એમ જ થવાનું કે આ ચિત્રો બાળકોનાં ન હોય. જ્યારે બાઈ ફિશરે રોમની શાળામાં ત્રણ ને ચાર વર્ષનાં બાળકોને ગરમ સૂપને એક ટીપું પણ ઢોળ્યા વિના કેળવાયેલા માણસની શાંતિને સ્થિરતાથી લઈ જતાં અને તે વખતે મ્હોં ઉપર માખી બેસતાં નહિ ઉડાડવાનો આગ્રહ રાખીને આગળ વધતાં બાળકને જોયું, ત્યારે એને એ વાત આંખે જોયા છતાં ન મનાય તેવી લાગી. ધીરજનો એ અપૂર્વ નમૂનો જોઈ પદ્ધતિ ઉપર તે આફરીન થઈ ગઈ, અને એ જ આફરીનતાનો એણે અનેકને પાઠ ભણાવી દીધો. હજી તો આ પ્રયોગશાળામાં કંઈ કંઈ ચમત્કારપૂર્ણ દશ્યો દેખાશે.
સ્વતંત્ર સ્થિતિમાં વિચરતાં બાળકો નાટકો કેવાં – કરશે, કાવ્યો કેવાં લખશે, ભૂસ્તર અને ખગોળના પ્રદેશમાં કેવી નવી રીતે પ્રવેશ કરશે, પગતળેની સાદી છે. ધૂળમાંથી પતંગિયોની પાંખોમાંથી, દુનિાં તણોમાંથી ને ગેલૂડિયાં પાસેથી કેવાં કેવાં વૈજ્ઞાનિક સત્યો, કાવ્યસામગ્રી ને રસાયણો શોધી કાઢશે તે હજી બાકી જ છે. મનુષ્યમનનો પ્રદેશ અતિ ગૂઢ, ઊંડો’ અને વિશાળ છે. એનો અભ્યાસ રસિક છે. એ રસિક અભ્યાસ માટેમોન્ટીસોરીએ પ્રયોગશાળા ઉઘાડીને હજી હવે જ માનસશાસ્ત્રનું પ્રથમ પગથિયું મૂક્યું છે.
માનસશાસ્ત્રમાં નવો ફાળો
જેમ વૈજ્ઞાનિકપ્રદેશમાં મોન્ટીસોરી એક નવું કિરણ ફેંકે છે તેમ તે માનસશાસ્ત્રમાં પણ જૂની વાત નવીન જ રીતે કહે છે. જૂના વસ્ત્ર પાછળ નવો જ પ્રાણ બતાવે છે. વિલિયમ જેમ્સ સુધીના માનસશાસ્ત્રીઓ કહે છે કે બાળકનું મન અસ્થિર છે, ભટકતું છે. એને સ્થિર તું કરવાના સફળ પ્રયત્નો ઉપર જ શિક્ષણનો આધાર છે. મોન્ટીસોરી શાળાના અનુભવમાંથી એમ નીકળે છે કે બાળકનું ધ્યાન ન્યૂટન’એને આર્કિમિડિઝના ધ્યાનને પણ ટોચે આવે એવું સ્વાભાવિક છે. વીંછી નીકળે, આખું બાલમંદિર ગાજી ઊઠે, એકએક બાળક તે જોવા બહાર નીકળે, વીંછી પાછળ જાય, પાછું આવે ને કામ લાગે ત્યાં સુધી દટ્ટા નાખતી એક બાળાને ખબર ન પડે કે શું થયું હતું ! એકાગ્રતાનાં આવાં પ્રદર્શનો વિલિયમ જેમ્સની હું માન્યતાને ફેરવવાની જરૂર પડે તેવાં છે. સ્થિરતાથી બેસાડી રાખેલું બાળક અવાજ કરે કે ઘોંઘાટ કરે તેને હું બહાર કાઢો ન માને તેને જબરજસ્તીથી ઠેકાણે આણો; વ્યવસ્થા એટલે હાથપગ જોડીને બેસી રહો; રખે કિયા કિરશો તો વ્યવસ્થા ચાલી જશે; એ બધું સંકલ્પશક્તિ કેળવવા માટે વ્યંવહાર્ય ગણાયું છે. ક્રિયા કરવી અને ન કરવી એ બન્ને ક્રિયાશક્તિનાં અંગો છે; અત્યાર સુધી મનાયું કે ક્રિયા ન કરવાથી ક્રિયા નહિ કરવાની શક્તિ કેળવાશે પણ મોન્ટીસોરીએ સ્પષ્ટ રીતે બતાવી આપ્યું કે ક્રિયા કરવાની છૂટમાંથી ક્રિયા ન કરવાની શક્તિ ઉદ્દભવે છે. હાથપગ કાપી લેવાથી ચાલવાની કે ચાલતાં રોકાવાની શક્તિ નથી આવતી; એ તો હાથપગનો ઉપયોગ કરવાથી જ આવે છે. આમ, ક્રિયાશક્તિના અર્થમાં નવું અજવાળું પડે છે.