- લાંબા વાળ ધરાવતા પ્રાણીઓની અજબ-ગજબ દુનિયા
- માણસ સહિત સ્થળચર સસ્તન પ્રાણીઓના શરીર પર વાળ હોય: વાળ ચામડીના રક્ષણ સાથે તેના દેખાવને પણ આકર્ષક બનાવે: પ્રાણીઓના પૂંછડીના વાળનું પણ અજબ વૈવિધ્ય છે
- આ પ્રાણી લાંબા વાળથી વિવિધ લાભો સાથે કઠોર આબોહવા સામે ઇન્સ્યુલેશન કે કુદરતી વાતાવરણમાં ખીલવા માટે અનુકૂલિત કરે છે
આ દુનિયામાં ચિત્ર-વિચિત્ર પ્રાણીઓ સાથે રૂપકડા પશુ-પંખીઓ પણ જોવા મળે છે. કુદરતના અફાટ સૌંદર્યને કારણે સસલા જેવા ઘણા પ્રાણીઓ ખૂબ જ આકર્ષક લાગે છે. દરેક પ્રાણીઓની શરીર રચના તેના પર્યાવરણ મુજબ હોય છે અને તેના કદ-આકાર પણ તેના રક્ષણ અને અસ્તિત્વ આધારીત જોવા મળે છે. આજે આ લેખમાં પ્રાણીઓના વાળની અજબ-ગજબની વાતો કરવી છે. પ્રાણીઓના શરીરનાં વાળની રંગબેરંગી વિવિધતા જોવા મળે છે. તમામ પ્રાણીઓ માટે તેના અસ્તિત્વ માટે પણ જરૂરી છે, આ કુદરતી કરામત દુનિયામાં માણસ સહિત સ્થળચર, જળચર, સસ્તન પ્રાણીઓના શરીર પર વાળ જોવા મળે છે. એકમાત્ર માણસને કાળા વાળા હોય છે, બાકી આ પ્રાણીઓને તેના પર્યાવરણ મુજબ લાંબા-ટુંકા રંગબેરંગી વાળ હોય છે. જંગલ કે જમીન સાથે ભળી જાય તેવો કલર હોવાથી આ પ્રાણીઓ શિકારીથી બચી શકે છે, તેના વાળ તેના દેખાવને પણ આકર્ષક બનાવે છે.
બિલાડી, ચિત્તા, વાઘ અને સિંહના નાકની આવેલા બે-ચાર વાળની મૂછો એન્ટેનાનું કામ કરે છે, જે ગંધ પારખે છે અને સાંકડી જગ્યામાંથી તે પસાર થઇ શકશે કે નહી તે દિશા સુચન પણ આપે છે. આજના યુગમાં આ રૂપકડાં પ્રાણીઓનો શિકાર કરીને તેના વાળનો ધંધાદારી ઉપયોગ થવા લાગ્યો છે. જો કે વન્યધારો કડક બનતાં હવે ઘટના ઓછી થવા લાગી છે. સજીવ સૃષ્ટિમાં વાળ અને રૂવાટીની અલગ લાક્ષણિકતા છે. બિલાડી અને સસલાની રૂવાટી સુંવાળી અને મૂલાયમ હોય છે. ઘોડા અને ગાય, ભેંસ જેવા પ્રાણીઓની પૂંછડી તેને જીવજંતુ કે જીવડાથી દૂર રાખે છે. ઉંદરની મૂંછો તેને ક્યાય ફસાવા દેતી નથી. પ્રાણીઓની મુલાયમ રૂવાટી વાળા ચામડીના વસ્ત્રો બનાવવાની એક પરંપરા હતી. પ્રાણીઓને આ વાળ ટાઠ-તડકાથી બચવા પણ મદદરૂપ થતાં હોય છે. બરફ વિસ્તારનાં પ્રાણીઓ રૂછછાદાર જોવા મળે છે.
- બિલાડી, ચિત્તા, વાઘ અને સિંહના નાક નીચે બે ચાર વાળની મૂછો એન્ટેનાનું કામ કરે છે: ખિસકોલીની પૂંછડીના વાળમાંથી પેઇન્ટિંગના બ્રશ બને છે: સજીવ સૃષ્ટિમાં વાળ અને રૂવાટીની અલગ લાક્ષણિકતા છે
- બૌધ્ધ મઠોની રક્ષા માટે ઉછેરવામાં આવેલા લાસાએટસો શ્ર્વાન પ્રજાતિ તેના લાંબા રેશમી હેરકોટ માટે સુવિખ્યાત છે
શરીરનું તાપમાન જાળવવા આ વાળ કે રૂવાટી જ તેને ઠંડા પ્રદેશમાં પણ ગરમ રાખે છે. આજે આ લેખમાં વિશ્ર્વના ટોપ-10 વાળ વાળા પ્રાણીઓની વાત કરવી છે. વિશ્ર્વમાં લાખો પ્રાણીઓને વાળ હોય છે, અમુક પ્રાણીઓને તેના વાળ થકી જ હૂંફ મળે છે. એક કુતરાની પ્રજાતિ તો ઘેટા સાથે ભળવા માટે તેના હેરકોટ સુંદર ઉપયોગ કરતો જોવા મળે છે.
હાઇલેન્ડ્સ ઢોર : સ્કોટીશ દેશમાં ત્યાંના પશુ (ઢોર) સૌથી પ્રભાવશાળી વાળ ધરાવે છે. ભવ્ય શિંગડા સાથે આકર્ષક લાગતું આ પ્રાણી જુની નોંધાયેલી પ્રાચિન જાતિ છે. સ્કોટલેન્ડના વાતાવરણમાં તેના હેરકોટ જ તેને બચાવી શકે છે. વાળમાં ડબલ કોટ હોવાથી તે વાતાવરણને બેલેન્સ કરી શકે છે. ત્યાંના ખેડુતો ઘરની ગાય તરીકે પાળે છે, કારણ કે તેમને દુધ અને માંસ પરિવાર માટે સરળતાથી મળી શકે છે. * અંગોરા રેબિટ : વિશ્ર્વના સૌથી આકર્ષક સસલાની પ્રજાતિઓ પૈકીએ અંગોરા રેબિટ છે. તેમના વાળ ખૂબ જ નરમ, ચમકીલા હોવાથી ઉન તરીકે ઓળખાય છે. મૂળ તુર્કીના આ સસલા 1723માં ફ્રાન્સ લવાયા હતા. તેના શરીર પરનું ઉન દર મહિને 1.2 ઇંચ વધે છે. કાશ્મીરી ઉન સાથે તેની તુલના કરાય છે.
સિલ્કી મરઘા : તેના નામ પરથી આ રૂપકડા મરઘાને વાળ નથી, પણ પીંછા હોય છે, જે ખૂબ જ મૂલાયમ હોય છે. તેને ચાઇનીઝ ચિકન તરીકે ઓળખાય છે. આ નાનકડા પક્ષી એટલા બધા નરમ હોય છે કે તેને સ્પર્શ કરવાથી રેશમ કે સાટીન જેવી મૂલાયમતાનો અનુભવ થાય છે. સ્વભાવે શાંત આ પક્ષી ઘણીવાર બતક-હંસ જેવા મોટા પક્ષીઓના ઇંડા સેવે છે. તેનો રંગ કાળો કે સફેદ હોય છે અને તેના પગમાં પાંચ અંગુઠા જોવા મળે છે.
કસ્તૂરી બળદ : મસ્ક ઓક્સ મૂળ કેનેડા અને ગ્રીનલેન્ડના વતની છે. સ્થળાંતર કરીને તેને અલાસ્કા, રશિયા અને નોર્વે-સ્વીડન લવાયા હતા. આ શાકાહારી બળદ કરતાં ઘેટાં અને બકરા જેવી પ્રજાતિની નજીક જોવા મળે છે. 40 ઇંચ જેવા લાંબા વાળ ધરાવતું આ પ્રાણી સૌથી લાંબા વાળ વાયું છે. બે સ્તરના હેરકોટ ધરાવતું આ પ્રાણીના અંદરનો કોટ અત્યંત નરમ હોય છે. તેના પર્યાવરણમાં રક્ષણ માટે બાહ્ય લાંબા વાળ રક્ષણ આપે છે.
અફઘાન શિકારી શ્ર્વાન : અફઘાન દેશના શિકારી શ્ર્વાનો તેના લાંબા, રેશમી જેવા મૂલાયમ વાળથી જાણિતા છે. તેમને જાડા કોટ માટે ઉછેરવાનું કારણ ઠંડા પ્રદેશોમાં તે ટકી શકે એવું છે. તેમનો હેરકોટ કોઇપણ કલરનો હોય છે. નિયમિત વધતા વાળને સતત કાપતાં રહેવા પડે છે. આ શ્ર્વાનને અફઘાન હાઉન્ડ તરીકે પણ ઓળખાય છે. તેમની શ્રેષ્ઠ દ્રષ્ટિ અને ઝડપનો ઉપયોગ કરીને શિકાર કરે છે.
કોમોન્ડોર : હંગેરિય શીપ ડોગ તરીકે આ જાણીતા શ્ર્વાન દેશની રાષ્ટ્રીય ધરોહર પણ ગણાય છે. કોમોન્ડોર્સએ મોટા સફેદ કુતરા છે. તેમના વાળ કોર્ડેડ હોવાથી તેને ‘મોટસ’ તરીકે ઓળખાય છે. 10 ઇંચ લાંબા વાળ ધરાવતા આ શ્ર્વાન સૌથી વધુ કોટ ધરાવે છે. આ પ્રજાતિ પશુધનને બચાવવા માટે ખેડૂતો તેનો ઉપયોગ કરે છે. વિચારવાની અને નિર્ણયશક્તિ પાવરફૂલ હોવાથી તે રીંછ અને વરૂઓને પણ ભગાડી શકે છે. તેનો લાંબો સફેદ હેરકાટ ઘેટાંના ટોળા સાથે ભળવામાં મદદ કરે છે.
નોર્વેજીવન ફોરેસ્ટ બિલાડી : ઝાડી પૂંછડી અને લાંબા પગ ધરાવતી આ કેટ વન બિલાડીમાં ઘરેણું કહેવાય છે. તેઓ મળતાવળી અને બુધ્ધિશાળી સ્વભાવ ધરાવે છે. નોર્વેના ઠંડા વાતાવરણમાં પણ અનુકુલન સાધી શકે છે, જે તેમના ગાઢ અને જાડા હેરકોટને આભારી છે. અંદરનો કોટ ઇન્સ્યુલેશન અને લાંબો બહારનો હેરકોટ ચળકતો હોય છે. * દરિયાઇ ઓટર્સ : દુનિયામાં સૌથી જાડી રૂવાટી ધરાવતું દરિયાઇ પ્રાણી છે. તેના શરીર ઉપર અંદાજે 944 મિલિયન વાળ હોય છે. સૌથી નાના દરિયાઇ સસ્તન પ્રાણીઓ પૈકી એક જે નીલ પરિવારનો સૌથી ભારે સભ્ય છે, તેમ છતાં તે દરિયામાં રહેવા માટે સક્ષમ છે. તે જમીન પર ચાલી શકે છે. અન્ય દરિયાઇ પ્રાણીની જેમ તેના રક્ષણ માટે ચરબીનું સ્તર હોતું નથી. તે ઠંડા પાણીમાં તેને ગરમ રાખવા તેના હેરકોટનો ઉપયોગ કરે છે, તેથી જ તેને કુદરતે જાડા હેરકોટ આપ્યા છે. પેસિફિક મહાસાગરમાં જોવા મળતી આ જાતિની સંખ્યા હવે ધીમેધીમે લુપ્ત થતી જાય છે.
સ્પોટેડ એપાટેલોડ્સ : આ એક અત્યંત અસામાન્ય છે, કારણ તે કેટર પિલર અને મોથસ્ટેજ બંનેમાં અતી રૂવાટીવાળું હોય છે. આ અચરજ પમાડે તેવું જંતુ અમેરિકા, કેનેડા, મેક્સિકોમાં જોવા મળે છે. આ ઇયળો સંપૂર્ણ વાળમાં ઢંકાયેલી હોય છે. પ્રારંભ સફેદ કલર બાદ મોટી ઉંમરે ચળકતો પીળો કલર ધરાવે છે. આરામ કરતી વખતે તેનું શરીર આગળથી વળે છે. * લુના મોથ : આ પ્રાણીના શરીર પર 10 અબજ વાળ હોય છે. લુનાશ શલભ સૌથી વધુ વાળ ધરાવતું પ્રાણી છે. ઉત્તર અમેરિકામાં જોવા મળતા સૌથી મોટા જીવાતો પૈકી એક છે. તેની પાંખો 4.5 ઇંચની હોય છે. તેની પાંખ લીલીને શરીર સફેદ હોય છે. તેને મોં કે પાચનતંત્ર હોતું નથી, મતલબ કે તે ખાતા નથી અને માત્ર એક સપ્તાહ જ જીવે છે.