મમ્મી તુતો હંમેશા આવું જ કહેતી હોય છે,…. પપ્પા તમે મારા માટે આવું જ કહેતા હોય છે…..? તમે મારા માટે આવું જ કહેતા હોય છો …?
મમ્મી પપ્પા એવી બે વ્યક્તિ જે હંમેશા સંતાનનું ભલુ જ ઇચ્છતા હોય છે. જેની ખુશી તેનાં સંતાનની ખુશીમાં જ રહેલી હોય છે. અને સંતાનના દુ:ખની સાથે જ તેનું દુ:ખ રહેલું હોય છે. ત્યારે મમ્મી પપ્પા અનેકવાર એવા ડાયલોગ આપણી સામે બોલે છે જેને સાંભળીને આપણને હસવું આવી જાય છે. તો ક્યારેક સહજ બની જાય છીએ તો ક્યારેક વળી સરપ્રાઇઝ જ થઇ જાય છીએ. તો આવો એન્જોય કરીએ કેટલાંક એવા જ ડાયલોગ્સ…. જે નાનપણમાં મમ્મી પપ્પાએ આપણને કહ્યા હોય અને આજે પણ યાદ હોય.
– આ જ દિવસ જોવા તને મોટો કર્યા હતો ….?
આ ડાયલોગ મોટાભાગે મમ્મી જ બોલતી હોય છે. પરંતુ તેને સાથે આપતા પપ્પા પણ આ બ્રહ્માસ્ત્રનો ભાગ બને છે. અને સાથે સાથે મમ્મીનાં આસુંની સ્પેશિયલ ઇફેક્ટ પણ એવું થાય છે.
– પપ્પાનું જોડું પગમાં આવી ગયું પણ અક્કલ હજુ નથી આવી….
જ્યારે પપ્પા આવું બોલે ત્યારે પરિસ્થિતિમાં થોડી ગંભીરતા આવી જાય છે. અને જો સામી દલીલ થાય છે તો પપ્પાનાં અન્ય ડાયલોગ પણ સાંભળવાનો વારો આવે છે.
– આ ફોન જ બધી રામાયણ સર્જી છે ચૂલામાં નાખ એને…..
બધી બીમારી, મુશ્કેલીઓનું એક લૌતુ કારણ જ જાણે ફોન હોય તેમ જો તેને દૂર કરવામાં આવે તો જ પ્રગતિ નિશ્ર્ચિત છે. અને કંઇ કામ ભૂલ્યા એટલે આ ડાયલોગ અચુંક સાંભળવા મળે છે.
– જ્યારે તને છોકરું આવશે ત્યારે તને સમજાવશે …
આ પણ એક ઇમોશનલ અત્યાચારનું રામબાણ છે. જ્યારે બાળક મા-બાપની વાત નથી માનતા ત્યારે આ પ્રકારે જ પોતાની વાત મનાવતા હોય છે.
– મારી દિકરી / મારો દિકરો લાખોમાં એક છે…!
સામાન્ય રીતે માતા-પિતાની ખીજ જ કે ફટકો જ આપણે નજરમાં લેતા હોઇએ છીએ. પરંતુ જ્યારે બીજું કોઇ સંતાનના વખાણ કરે તે સમયે અચુંક માતા-પિતા આ ડાયલોગ બોલે છે.
– તુ સરખી રીતે ખાતી પીતી નથી….
આ ડાયલોગનું સ્પેશિયલ ક્રેડિટ મમ્મીઓને જાય છે. જ્યારે પણ દિકરી સાસરે જાય કે દિકરો બહારગામ જાય અને પછી જેવે ત્યારે આ જ ડાયલોગ પહેલો મમ્મી બોલે છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com