યુએસ સાથેની વાટાઘાટો બાદ પાકિસ્તાને અફઘાન તાલીબાન લીડર બરદાનને મુકત કર્યો

પાકિસ્તાને અફઘાન તાલીબાનના પૂર્વ ઉપપ્રમુખ મુલ્લા અબ્દુલ ઘટની બરાદરને મૂકત કરી દીધો છે. પાકિસ્તાને બરાદરને છોડી અફઘાનીસ્તાની રાષ્ટ્રપતિ હામિદ કરજઈની વર્ષો જૂની માંગને પુરી કરી છે. જો કે, પાકિસ્તાને આ પગલુ અમેરિકા સાથેની વાટાઘાટો બાદ ભર્યું હોવાનું મનાઈ રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે, મુલ્લા અબ્દુલ ધાની બરાદર કે જેને કરાંચીમાંથી વર્ષ ૨૦૧૦માં પાકિસ્તાન દ્વારા પકડી પાડવામાં આવ્યો હતો. છેલ્લા આઠ વર્ષથી તે પાકિસ્તાનની સુરક્ષા એજન્સીઓનાં કબ્જામાં હતો પરંતુ હાલ પાકે બરદારને મુકત કરી શાંતિપૂર્ણ સંબંધો સ્થાપવા તરફ પહેલ કરી છે. ગયા મહિને જ અફઘાનીસ્તાનના રાષ્ટ્રપતિ હામિદ કરજઈએ પાકિસ્તાનની મુલાકાત લીધી હતીને શાંતિ સ્થાપવા અંગે વાતચીત કરી બરાદરને કબ્જામાંથી મૂકત કરવા અપીલ કરી હતી.

જો કે, તાલીબાન લીડર બરાદરનું કહેવું છે કે, તાજેતરમાં અમેરિકાના પાક. રાજદૂત જાલ્મી ખાલીજાદે ટેરીસ્ટ ગ્રુપ સાથે વાતચીત કરી હતી. અને અફઘાન સાથેનો વિવાદ દૂર કરવા અપીલ કરી હતી. અમેરિકાની આ વિનંતીથી જ પાકે બરદારને મૂકત કર્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

આ અગાઉ ગત વર્ષે પણ પાકિસ્તાન ૩૩ અફઘાન તાલીબાન કમાન્ડરોને મૂકત કરી ચૂકયું છે પરંતુ તેમાંની સૌથી મોટી અને મહત્વની મૂકિત બરાદરની ગણાઈ રહી છે.

જો કે, પાકના આ નિર્ણયથી એવા પ્રશ્નો પણ ઉઠે છે કે તાલીબાને અમેરિકાને ઝુકાવી દીધું હોય પરંતુ આ પગલાથી બંને દેશો વચ્ચે શાંતિ સુલેહ પણ સ્થપાશે તેવી શકયતા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.