આજનો યુગ એટલે કે ડીજીટલ યુગ આજે કોઈ પણ કામ આપણે ડીજીટલ પૂર્ણ કરી શકીએ છીએ. પૈસા ઉપાડવા માટે પણ આપણે ઓનલાઈન બેન્કિંગની સુવિધા ઉપલબ્ધ છે પરંતુ તાત્કાલિક પૈસા જોતા હોય તો એટીએમની સેવા ઉપલબ્ધ છે ત્યારે સોશિયલ મીડિયામાં એક વીડીયો વાયરલ થઈ રહ્યો છે જેમાં એક હરણને એટીએમમાં ઘુસી આવ્યો હતો.
મળતી માહિતી મુજબ આ ઘટના ધારીની છે જ્યાં એક એટીએમમાં હરણ ઘુસી આવ્યું હતું. આપણે ઘણી વખત સાંભળ્યું હશે કે સિંહ ગામમાં લટાર મારવા આવ્યો કે વાઘ લટાર મારે છે તેવા દ્રશ્યો જોવા મળ્યા ત્યારે ધારીમાં હરણ ઘુસી જતા તે સોશિયલ મીડિયામાં આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું.
ધારી પેટ્રોલ પંપ નજીક શ્વાનોથી બચવા હરણ ATMમાં ઘૂસ્યું હતું. વહેલી સવારે ATMમાંથી બહાર નીકળવાના હરણના ફાંફાં મારી રહ્યો હતો. આ દરમિયાન નાઈટ ડ્યુટી પતાવીને ઘરે જઇ રહેલા હોમગાર્ડની નજરે પડતાં તેણે વનવિભાગને જાણ કરી હતી. જે બાદ વનવિભાગ દ્વારા હરણનું રેસ્ક્યૂ કરીને હરણને એટીએમમાંથી બહાર કાઢી જંગલમાં મુક્ત કરાયું હતું.