માત્ર મહિલાઓ જ નહીં પરંતુ પુરુષ કલાકારો પણ કાસ્ટીંગ કાઉચ એટલે કે યૌન શોષણનો ભોગ બને છે: અરબાઝ ખાન
બોલીવૂડ હોય કે હોલીવૂડ સંઘર્ષ કરતા કલાકારોનું યૌન શોષણ સામાન્ય બાબત છે. તેને કાષ્ટીંગ કાઉચ કહેવામાં આવે છે. ખાસ કરીને નવોદિતોને ફિલ્મમાં પ્રથમ વખત ચાન્સ આપતી વેળાએ કાષ્ટીંગ ડાયરેકટર જ યૌન શોષણ કરતા હોવાનું કહેવાય છે. આ સિવાય નિર્માતા અને ડાયરેકટર પણ આમાં સામેલ હોય છે. તાજેતરમાં સુપર સ્ટાર પ્રિયંકા ચોપડાએ આપેલા એક ઈન્ટરવ્યૂમાં કબુલાત કરી હતી કે, કાષ્ટીંગ કાઉચના કારણે મે ઘણી બધી ફિલ્મો જતી કરી હતી.સુપર સેકસી એકટ્રેસ સની લીઓની પણ કાષ્ટીંગ કાઉચને વિરોધી છે. તેણે કહ્યું કે, કાષ્ટીંગ કાઉચનું દુષણ બધે છે. પરંતુ તે આપણી ઉપર છે કે, આપણે તેનો વિરોધ કરીએ છીએ કે અપનાવીએ છીએ. તેની ફિલ્મ તેરા ઈંતઝાર આગામી તા.૨૪ નવેમ્બરના રોજ રીલીઝ થવાની છે. ફિલ્મના પ્રમોશન દરમિયાન તેણે એમ કહ્યું હતું કે, મારી પાસે પણ કાષ્ટીંગ કાઉંચની માંગણી થયેલી હતી. પરંતુ મેં તેને સ્વીકારવાના બદલે નવી તકનો ઈંતઝાર કર્યો હતો. ત્યારબાદ મને રીયાલીટી શો બીગબોસ મળ્યો અને ત્યારબાદ એકતા કપુરની ફિલ્મમાં જીસ્મ-૨માં કામ કરવાનો મોકો મળ્યો હતો.ફિલ્મ તેરા ઈંતઝારનો હિરો અરબાઝ ખાને પણ સનીની વાતમાં સુર પુરાવ્યો હતો. તેણે કહ્યું કે, ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં માત્ર ફિમેલ જ નહીં પરંતુ પુરુષ કલાકારોનું પણ કાષ્ટીંગ કાઉચ થાય છે. તેને પણ યૌન શોષણનો ભોગ બનવું પડે છે. કાષ્ટીંગ કાઉચનો વિરોધ થવો જોઈએ. જો કે સલીમખાન પરિવારનો હોવાના કારણે મને આવી કોઈ સમસ્યાઓ નડી નથી.તાજેતરમાં હોલીવુડમાં પણ યૌન શોષણનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. તેમાં એક ડાયરેકટરે પોતાના ઓસ્કાર એવોર્ડ પરત આપવા પડયા છે.