કોરોના સામે જંગ જીતવા રોગ પ્રતિકારક શક્તિ સારી રીતે જાળવવી ખૂબ જરૂરી

રોગપ્રતિકારક શક્તિ ઘટતા ૯૦ દિવસમાં ફરી કોરોનાનો ચેપ લાગી શકે છે

કોરોના મહામારીથી વિશ્વઆંખુ જાણે રોગગ્રસ્ત થઇ ઉઠયું હોય તેમ હાહાકાર મચી ગયો છે. ચોતરફ કોરોનાનો ભય પ્રસરયો છે જો કે, દરરોજના વધતા જતાં કોરોનાના કેસમાં સરેરાશ ઘટડો તો થયો છે પણ કોવિડ-૧૯ની તિવૃતાને હજુ ઓછી આંકી શકાય નહિ. વિશ્વ આખામાં કોરોના કેસની પોઝિટીવ સંખ્યા ૩ કરોડને ૬૭ લાખને પાર થઇ છે. છેલ્લા ૧૫ દિવસમાં ૪૨ લાખ જેટલા નવા કેસ નોંધાયા છે જયારે ગુજરાતમાં નવા ૩૫૫૦ કેસ સામે આવ્યાં છે. કોરોનાના આ ચક્રમાં ઘણા લોકો ફસાયા છે. તો ઘણા લોકો તેમાથી સફળ રીતે બહાર પણ નીકળી ગયા છે. કોરોના માંથી ઉગરવાની પ્રક્રિયા બાહ્ય પરિબળ કરતાં આપણા આંતરિક પરિબળ પર વધારે આધાર રાખે છે. એટલે કે, કોવિડ-૧૯ માંથી સ્વસ્થ થવુ. કેટલા સમયમાં તેને મ્હાત આપી? એ તમામ પરિબળ આપણી રોગપ્રતિકારક શક્તિ પર નિર્ભર છે.

શું તમને પણ તમારી રોગપ્રતિકારક શક્તિઓ જ કોરોનામાંથી બચાવ્યાં છે? આ પ્રશ્ર્નો જવાબ એક જ વ્યક્તિ માટે હા અને ના એમ બંને હોય શકે કારણ કે શરૂઆતમાં રોગપ્રતિકાસ શક્તિના લીધે કોરોનામાંથી બચવામાં સફળતા મળી હોય પરંતુ તેમાંથી સાજા થયાં બાદ ફરી કોરોનાનો ચેપ લાગી શકે છે. એની પાછળનું કારણ છે કે આપણી રોગપ્રતિકારક શક્તિ સતત વઘ-ઘટ થતી રહે છે. હવા-પાણી અને ખોરાકના ફેરફાર  પ્રમાણે રોગપ્રતિકાર શક્તિમાં પણ ફેરફાર થતો રહે છે. આથી એવું જરૂરી નથી કે આપણી રોગપ્રતિકારક શક્તિ વધુ મજબૂત છે તો આપણને કોરોના થશે નહિ. જેવી રોગપ્રતિકારક શક્તિ ઘરી કે કોરોના વાયરસ હુમલો કરવા સક્ષમ બની જાય છે.

હાલના સમયમાં મોટાભાગના લોકો બહારના જંકફુડ ખાવાના શોખિન હોય છે. તેમાં પણ ખાસ કરીને આજના યુવાનોનો સમાવેશ થાય છે. બહારના જંકફુડ આપણી રોગપ્રતિકારક શક્તિને નકારાત્મક અસર પહોંચાડે છે. રોગપ્રતિકારક શક્તિને મેઇનટેઇન કરવા યોગ્ય ફુડ લેવું ખુબ જ જરૂરી છે. કોરોના જેવા તો હજારો વાયરસો વાતાવરણમાં મોજુદ છે. પણ આવા વાયરસોનો સામનો આપણે ત્યારે જ સક્ષમ રીતે કરી શકીશું જયારે આપણી રોગપ્રતિકારક શક્તિ મજબુત હોય.

આપણે જોયું કે, કોરોનામાંથી સાજા થવાનો સમય દરેક વ્યક્તિ માટે અલગ-અલગ છે. તેનો સીધો સંબંધ આપણી રોગપ્રતિકાર શક્તિ સાથે જ છે. રોગપ્રતિકારક શક્તિ જેમ વધુ તેમ કોરોનામાંથી સાજા થવાના ચાન્સ વધુ ઘણા દર્દીઓ માત્ર બેથી ત્રણ દિવસમાં કોરોનાને મ્હાત આપવામાં સફળ રહ્યા છે તો ઘણાં દર્દીઓ ૧૫ દિવસે પણ કોરોના મુકત નથી થઇ શકતા. વાત કરીએ રીપોર્ટ નેગેટીવ આવ્યા બાદની, તો એક વખત કોરોનાના સંપર્કમાં આવ્યા બાદ આશરે ૯૦ દિવસ સુધી કોરોના ફરી થઇ શકતો નથી પરંતુ કાળજી ન રાખીએ તો ૯૦ દિવસ બાદ પુરેપુરી શકયતા છે કે આપણે કોવિડ-૧૯થી ફરી ઘેરાઇ જઇએ.

આથી, કોરોના સામે જંગ જીતવા રોગપ્ર્ર્ર્ર્રતિકારક શક્તિ ખૂબ જ મહત્વનું પરીબળ છે જેને સારી રીતે મેઇનટેઇન કરેવી ખુબ જ જરૂરી છે. યુએસના એક તાજેતરના રીપોર્ટમાં પણ આ અંગે ખુલાસો થયો છે કે રોગપ્રતિકારક શક્તિ ઘટે તો જ ફરી પાછો કોરોના થઇ શકે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.