સમગ્ર દેશમાં ગાજેલા ઘાસચારા કૌભાંડમાં લાલુ સામે કાર્યવાહી: દોષીત ઠરસે તો તાત્કાલીક કસ્ટડીમાં લેવાશે
બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલુ પ્રસાદ યાદવને સંડોવતા ઘાસચારા કૌભાંડમાં આજે ખાસ સીબીઆઈ અદાલત ફેંસલો સંભળાવશે. વર્ષ ૧૯૯૧ અને ૧૯૯૪માં ઘાસચારાના નાણાની ઉચાપત મામલે ફરિયાદ નોંધાઈ હતી. લાલુ યાદવને ઘાસચારા કૌભાંડમાં દોષીત જાહેર કરાયા છે. પરિણામે તેઓ લોકસભાની ચૂંટણી લડી શકતા નથી. આજે ઘાસચારા કૌભાંડનો ચુકાદો આપવામાં આવશે.
રાંચી ખાતે આવી પહોંચેલા લાલુ પ્રસાદ યાદવે આજે કહ્યું હતું કે, અમે ન્યાય પ્રણાલીમાં વિશ્ર્વાસ રાખીએ છીએ. ભાજપનું ષડયંત્ર કામ કરશે નહીં. ટુ-જી કેસની જેમ અમારો પણ ચુકાદો આવશે. જો આજે લાલુ પ્રસાદ યાદવને દોષીત જાહેર કરાશે તો તાત્કાલીક કસ્ટડીમાં ધકેલી દેવાશે. ૨૦૧૩ના ઓકટોબર માસમાં જયારે તેમને સૌપ્રથમવાર ઘાસચારા કૌભાંડમાં દોષીત જાહેર કરાયા ત્યારે તેઓને બે મહિના માટે જેલમાં ધકેલી દેવાયા હતા. ત્યારબાદ સુપ્રિમમાંથી તેમણે જામીન મેળવ્યા હતા.